કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ખાનગી બસની ડેકીમાંથી થેલો બદલાઈ જતા વળતર ચૂકવવા હુકમ

જામનગર તા. ૧૧ઃ જામનગરના એક આસામીનો રોકડ સામાન સાથેનો થેલો ટ્રાવેલર્સની બસની ડેકીમાંથી બદલાયા પછી ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ કરાતા ફોરમે કુલ રૃા. ર૧,૦૦૦ ચૂકવવા ટ્રાવેલર્સ કંપનીને હુકમ કર્યો છે.

જામનગરના એક આસામી ગઈ તા. ર૮.૧૦.ર૦૧૭ ના દિને નીતા ટુર્સ એન્ડ ટ્રાવેલર્સની બસમાં મુંબઈ ગયા હતાં. તેઓએ નીતા વોલ્વોની ડેકીમાં રાખેલો થેલો બદલાઈ જતા તેઓએ મુંબઈની ટ્રાવેલર્સની ઓફિસે રજૂઆત કર્યા પછી જામનગરની ઓફિસે ધક્કા ખાધા હતાં, પરંતુ તેઓનો માલસામાન અને રોકડવાળો થેલો મળ્યો ન હતો. આથી આ આસામીએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ ચાલી જતાં ફોરમે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા, દલીલો સાંભળ્યા પછી તે આસામીએ થેલામાં રાખેલા રૃપિયા ૧પ હજાર રોકડા, રૃપિયા ચાર હજારનો માલસામાન અને રૃપિયા ૧૦૦૦ અરજી ખર્ચના તથા રૃા. ૧પ૦૦ માનસિક ત્રાસ બદલ મળી કુલ રૃા. ર૧,પ૦૦ ચૂકવી આપવા ટ્રાવેલર્સને હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ રફીક મકવાણા રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription