પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

વડાપ્રધાન સંભવતઃ પ્રદર્શન ગ્રાઉન્ડમાં સંબોધશે જાહેરસભા

જામનગર તા. ૧રઃ પ્રધાનમંત્રી સંભવત આગામી દિવસોમાં જામનગર આવી રહ્યાં છે. તેમના કાર્યક્રમના અનુસંધાને જામનગરના વહીવટી તંત્ર દ્વારા મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રીની જાહેરસભા સંભવતઃ પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજવામાં આવે તેવા સંકેતો મળી રહ્યાં છે.

જામનગર જિલ્લાના જોડિયાના સમુદ્ર કાંઠે ખારા પાણીને મીઠા પાણી બનાવવા માટેનો ડિસેલીનેશન પ્લાન્ટના ખાતમુહૂર્ત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ માટે જામનગર આવી રહ્યાં છે.

જો કે, તેમનો વિધિવત કાર્યક્રમ જાહેર થયો નથી. પરંતુ સંભવતઃ તેઓ ર૮ મી ફેબ્રુઆરીના આવશે તેમ જાણવા મળે છે. જામનગરનું વહીવટી તંત્ર આ માટે મિટિંગમાં વ્યસ્ત બન્યું છે. આજે પણ જિલ્લા કલેક્ટરે મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં જામનગર શહેર-જિલ્લાના અનેક સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. મળતી માહિતી મુજબ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની સભા યોજાશે. ઉપરાંત મહાનગરપાલિકાના આવાસ યોજના અને પાઈપ લાઈન નેટવર્કના કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત સાથે મેડિકલ કોલેજ, જી.જી. હોસ્પિટલના પી.જી. હોસ્ટેલ અને નવી મેડિસીન વિભાગ, હોસ્પિટલનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ પણ ગોઠવાઈ રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription