મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ધરમપુરમાં ૧૪મા નાણાપંચની ત્રણ વર્ષની ગ્રાન્ટનો થશે પાણી પ્રોજેક્ટમાં ઉપયોગ

ખંભાળીયા તા.૧૪ઃ ખંભાળિયા તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયત દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. આ ગ્રામ પંચાયતે તેને મળેલી ત્રણ વર્ષની ગ્રાન્ટ ભેગી કરીને તેનો ઉપયોગ પાણી પ્રોજેક્ટ માટે કરવાનો પ્રશંસનિય અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

ખંભાળિયાની ધરમપુર ગ્રામ પંચાયત જેમાં રપ હજાર જેટલી વસતિ છે. અહીં પા.પુ. યોજના જ નથી. વર્ષોથી પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન સર્જાય છે. ત્યારે ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ જાનાબેન જેન્તિભાઈ કછટિયા તથા ઉપસરપંચ રસિકભાઈ સતવારા તથા સદસ્યોએ એક ઐતિહાસિક નિર્ણય લઈને ધરમપુરનો પાણી પ્રશ્ન ગ્રામ પંચાયત દ્વારા હલ થાય તે માટે અનોખું આયોજન હાથ ધર્યું છે.

વર્ષોથી ખંભાળિયાના ધરમપુરમાં પીવાના પાણીનો પ્રશ્ન એટલો ગંભીર છે કે પાણીની અછતમાં ભૂતકાળમાં પ૦-પ૦ ટેન્કરો રોજના ચાલુ કરવા પડ્યા હતાં. જ્યારે આ પ્રશ્ને સરકારમાં રજૂઆત થાય તો એમ જ કહેવાય કે અર્બન રૃરલ પ્રોજેક્ટ ચાલુ થશે ત્યારે આ પ્રશ્ન હલ થશે. આવા વારંવારના જવાબોથી થાકેલા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા ગ્રા.પં.ના સભ્યો દ્વારા દર વર્ષે ૧૪ માં નાણા પંચની મળતી ગ્રાન્ટનો ઉપયોગ ત્રણ વર્ષની ભેગી કરીને એટલે કે ર૦૧૭-૧૮ થી ર૦૧૯-ર૦ સુધીની લાખો રૃપિયાની ગ્રાન્ટ જે રોડ, રસ્તા, ગટર જેવા પરચૂરણ કામો માટે આવતી તેનો ઉપયોગ પાણી પ્રશ્ન હલ કરવાના આયોજનમાં વાપરવા નક્કી કર્યું છે.

ત્રણ વર્ષની ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે ચાર તબક્કાનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ તબક્કામાં ઘી ડેમથી ધરમપુર ગામના પાણીના ટાંકા સુધી પાણી પહોંચાડવાનું કામ પા.પુ. બોર્ડની બીનઉપયોગી પાઈપલાઈનોનો ઉપયોગ કરીને ભાંભુડાની ધારે ટાંકામાં પાણી પહોંચાડાશે.

બીજા તબક્કામાં ૧૭ કિ.મી. લાંબી પાણીની મેઈનલાઈન નાખવાનું કામ છે જે પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.

ત્રીજા તબક્કામાં પેટા લાઈનોનો પ્રોજેક્ટ લેવામાં આવશે, જેમાં જરૃરિયાત મુજબની અન્ય ગ્રાન્ટોનો પણ ઉપયોગ કરીને આ કાર્ય કરવામાં આવશે. ચોથા અને અંતિમ તબક્કામાં પંચાયતની બોડી તથા તલાટી મંત્રી દ્વારા સર્વે કરીને લોકોની જરૃરત મુજબ ક્યાં ક્યાં નળ કનેશ્નો આપવા પાત્ર છે તે નક્કી કરીને જોડાણો અપાશે. આ કામગીરી ધરમપુરનો વર્ષો જુનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે થતી હોય, પંચાયતના આ કાર્યમાં સહયોગ આપવા ધરમપુરના રહીશોને અપીલ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription