ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

'વાયુ' વાવાઝોડું અતિ ગંભીર કેટેગરીમાં ફેરવાતા ચિંતાનું મોજું

અમદાવાદ તા. ૧રઃ 'વાયુ' વાવાઝોડું અતિ ગંભીર કેટેગરીમાં ફેરવાયું છે, અને પાંચ-સાત ઈંચ વરસાદ પણ ખાબકે તેવી સંભાવનાને લઈને ચિંતાનું મોજું ફેલાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પર ઝળુંબી રહેલું 'વાયુ' વાવાઝોડું હવે વેરાવળથી ૩૦૦ થી વધુ કિલોમીટર જ દૂર છે  અને કલાકના  નવ કિ.મી.ની ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગંભીરથી અતિગંભીર કેટેટરીમાં ફેરવાઈ ગયું છે. એવા સંજોગોમાં ૧ર થી ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઈંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે સિવિયર સાઈક્લોનમાં ફેરવાતા ચિંતાનું મોજું ફેરવાયું છે. આ વાવાઝોડાની માઠી અસર દરિયાકાંઠાના જિલ્લાઓના ૬૦ લાખ લોકોને થઈ શકે છે.

પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં ૧૬પ કિ.મી.ની ઝડપે પવન ફૂકાવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૃમો શરૃ કરી દવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક બે નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription