ઉત્તરાખંડમાં મેઘપ્રકોપઃ ચમોલીમાં વાદળ ફાટતા ૧પ ના મૃત્યુઃ જનજીવન ખોરંભે

દહેરાદૂન તા. ૧૩ઃ ઉત્તરાખંડમાં મેઘપ્રકોપ યથાવત્ છે. ચમોલીમાં વાદળ ફાટતા ૧પ ના મૃત્યુ થયા છે. અનેક લોકો બેઘર બન્યા છે. દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત્ છે. રાજ્યના ૧૦ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દહેરાદૂન, ચમોલી સહિત અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. બાગેશ્વર જિલ્લાની દરેક શાળાઓ આજે બંધ રહેશે. ચમોલીમાં વાદળ ફાટ્યું હતું અને તેમાં ૧પ લોકોના મોત નિપજ્યા હતાં.

ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં ૩૪ થી વધુ લોકોના મોત થયા છે. ઉત્તરકાશી, ચમોલી, દહેરાદૂન, ટિહરી અને હરિદ્વારમાં પણ વરસાદના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના ૧૦ જિલ્લા માટે ૧૬ ઓગસ્ટ સુધીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું  છે. ચમોલીમાં સોમવાર પછી મંગળવારે પણ ભારે વરસાદને કારણે દરેક શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આપ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર થયા છે તો કેટલાકનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલુકા પંચાયત અને અન્ય રાહત ટીમોએ બચાવકાર્ય શરૃ કર્યું છે. બજારમાં પ-૬ કેબિનો પણ તણાઈ ગઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription