વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

વાઘ-બકરી જૂથે અમદાવાદમાં દેશના સૌથી વિશાળ ટી લોન્જનો પ્રારંભઃ વિશેષ વ્યવસ્થાઓ

અમદાવાદ તા. ૭ઃ ભારતમાં ટી લોંજ/ કાફે કલ્ચરનું પાયોનિયર અને ચા ના બિઝનેસમાં ૧૦૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહેલા વાઘબકરી જૂથે તેની ૧૩ મી અને અમદાવાદમાં બીજી વિશાળ ટી લોન્જનો જૂના શારદા મંદિર ચાર રસ્તા ઉપર પ્રારંભ કર્યો છે. આ જગ્યામાં કોઈ પણ સમયે આરામથી ૯૦ મુલાકાતીઓ બેસી શકે તેમ છે. ચા પ્રેમી સમુદાય માટે આ સ્થળ ખૂબ જ આકર્ષક બની રહેશે.

વાઘબકરી ટી ગ્રુપના ચેરમેન શ્રી પીયુષભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન શ્રી પંકજભાઈ દેસાઈ અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી રસેશ દેસાઈ એ સાથે લોંજનું ઉદ્દઘાટન કર્યું. વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી પરાગભાઈ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 'અમદાવાદ વાઘબકરી ટી ગ્રુપનું ગ્લોબલ હેડક્વાર્ટર છે. તેનું બજાર ભારત અને વિશ્વના ૪૦ થી વધુ દેશોમાં ફેલાયેલું છે. આથી બે માળનું સૌથી મોટું ફ્લેગશિપ કન્સેપ્ટ આઉટલેટ શરૃ કરવા માટે અમદાવાદ સ્વાભાવિક પસંદગી બની રહે છે.'

તેમણે વધુમાં જણાવ્યું કે '૧૦૦ વર્ષ જૂની સંસ્થા જે મૂલ્યોનો દાવો કરી શકે છે તેને સાકાર કરતા આ ભવ્ય અને વિશિષ્ઠ નવી ટી લોંજનો કન્સેપ્ટ અને ડિઝાઈન આંતરરાષ્ટ્રીય સ્તરના આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ પડકારજનક કામગીરી હતી અને ચા પ્રેમીઓ ચોક્કસપણે આ અટપટી સમતુલાની કદર કરશે. ટી લોંજમાં ૮૦ થી વધુ પ્રકારની નેશનલ અને ઈન્ટરનેશનલ ચા અને નવા યુગના આહાર પ્રેમીઓની આરોગ્યને તથા સતત બદલાતી જતી રૃચી અને સ્વાદને ધ્યાનમાં રાખીને સેલિબ્રિટી   શેફસ     દ્વારા વિચારપૂર્વક ડિઝાઈન કરવામાં આવેલ ૧૦૦ થી વધુ ભારતીય અને કોન્ટીનેન્ટલ સ્નેક્સ પિરસાશે. ઉપરાંત વાઘબકરી ચાના ચાહકો અહીં તેમની મનગમતી તમામ વાઘબકરી ટી બ્રાન્ડઝ ખરીદી પણ શકશે.

એક પ્રસિદ્ધ કહેવત છે કે વિશ્વમાં એવી કોઈ સમસ્યા નથી કે જેને હોટ હાથ અને ચા ના કપ વડે ઉકેલી શકાય તેમ  નથી. ચા એક જરૃરિયાત છે અને આ લોંજ છટાદાર રીતે જરૃરિયાતને ચાહકોને આકર્ષવા પ્રયત્નશીલ છે. મુલાકાતીઓ  અહીં આરામથી પુસ્તક વાચન કરી શકશે અને અહીં સજાવાયેલી કલાકૃતિઓની કદર કરી શકશે. તેમને તાજગી પ્રાપ્ત થાય તેવી ગેમ્સની રમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લોંજમાં 'ટી ટ્રેસર' નામના 'ગોરમેટ ટી કોર્નર'ની ખાસ રચના કરવામાં આવી છે, જ્યાં  ૫૦ પ્રકારની શ્રેષ્ઠ ચા નો સ્વાદ માણી શકશે. મુલાકાતીઓ આ ચા નો સ્વાદ માણવાની સાથે સાથે સ્નેહીને ગીફટ આપવા માટેના વિકલ્પ તરીકે ચા ખરીદી શકશે.

વાઘબકરી ટી ગ્રુપ અહીંયા ફ્યુઝન ટી સાથે સાપ્તાહિક ગીટાર, કરાઓકે અને બુક રીડીંગ સેશનનું આયોજન કરવા વિચારી રહ્યું છે. અમદાવાદ શહેરના ચા રસીકો માટે ટી લોંજ મિલન-મુલાકાતનું આદર્શ સ્થળ બની રહેશે.

હાલમાં વાઘબકરી જૂથ દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોરમાં તથા ગોવા, પુના અને અમદાવાદનમાં ટી લોંજનું સંચાલન કરી રહ્યું છે. આ તમામ લોંજ સતત સારા સ્વાદ અને સ્વચ્છતાનાં ધોરણો જાળવવાની બાબતમાં નોખી તરી આવે છે. આ તમામ લોંજનું સીધું સંચાલન વાઘબકરી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. ચાના સાચા ચાહકોએ આ તમામ આકર્ષક લોંજને મિલન-મુલાકાત અને સામાજિક મિલન સ્થાન તરીકેના લોકપ્રિય મથકનું સ્થાન બનાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription