મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

સિંચાઈ તથા પીવાના પાણીની સંગ્રહ શક્તિ વધારવા જિ.પં. ઉપપ્રમુખની રજુઆત

જામનગર તા. ૧૪ઃ હાલારના બંને જિલ્લા અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હંમેશાં અપૂરતા વરસાદના કારણે પાણીની તિવ્ર કટોકટી ઉભી થાય છે. બંને જિલ્લામાં સિંચાઈ તથા પીવાના પાણીની સંગ્રહ શક્તિ વધારવા જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશાં અપૂરતા વરસાદના કારણે પાણીની ખેંચ ધરાવતો અછતગ્રસ્ત જિલ્લો હોય દર વર્ષે પાણીની ભયંકર કટોકટી ઉભી થાય છે. અને એકમાત્ર વિકલ્પ તરીકે નર્મદા યોજનાનો આધાર રહે છે. આ પરિસ્થિતિના કાયમી નિવારણ માટે સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય તળાવો, ચેકડેમ તેમજ નાની સિંચાઈ યોજનાના ડેમ ઉંડા ઉતારી તથા તુટેલા તળાવો તથા ચેકડેમો રિપેરીંગ કરી સ્થાનિક કક્ષાએ વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાઈ તેવું નક્કર આયોજન કરવું ખૂબ જ જરૃરી છે.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હંમેશાં વરસાદની ઘટ રહે છે. એ બરાબર પણ જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે આ વરસાદનું પાણી અપૂરતી સંગ્રહશક્તિને કારણે દરિયામાં જતુ રહે છે. આ પરિસ્થિતિનાં નિવારણ માટે વરસાદનું પાણી વધુમાં વધુ સંગ્રહ કરવામાં આવે તે માટે સંગ્રહશક્તિ વધારવામાં આવે તેવી માંગણી છે. જેનાં કારણે જામનગર જિલ્લાને કાયમી નર્મદા યોજના ઉપર નિર્ભર રહેવું ન પડે. આ અંગે આગામી ચોમાસા પહેલાં નક્કર કાર્યવાહી કરવી ખૂબ જ જરૃરી છે.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ તળાવો ચેકડેમ અને નાની સિંચાઈનાં ડેમ ઉંડા ઉતારી વરસાદી પાણીની સંગ્રહશક્તિ વધારવામાં આવશે તો આ જિલ્લાને નર્મદા યોજનાનું પાણી પહોંચાડવા માટે જે જંગી ખર્ચ કરવામાં આવે છે તેની પણ બચત થશે.

આ જિલ્લાની અનેક નાની સિંચાઈ યોજનાઓ હાથ ધરવાનું આયોજન છે, પણ હજુ સુધી શરૃ કરવામાં આવી નથી. જેમ કે રૃપારેલ સિંચાઈ યોજના (વાણીયાગામ) તેનું કામ અધુરૃં છે. તથા ખારવા નાની સિંચાઈ યોજના, જીણાવારી નાની સિંચાઈ યોજના, રંગપરી નાની સિંચાઈ યોજના હેઠળ આવતા ગામો ગઢકા, ધુમથર, ખીજદડ, ચપ્પર, સિદ્ધપુર, જામપર, રંગપર, રાજપરા, કલ્યાણપુર જેવા અનેક ગામને લાભ મળે. દેવભૂમિ જામ-ખંભાળીયા તાલુકાના કેશોદ ગામ પાસે વગળી સિંચાઈ યોજના છેલ્લા દશ બાર વર્ષથી અધૂરી છે. મેતા સિંચાઈ યોજના મુ.ફોટ જેવી અનેક યોજના અધૂરી અથવા શરૃ કરવામાં આવેલ નથી. આ તમામ યોજનાઓ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે પણ ખૂબ જ જરૃરી છે. તે માટે જમીન સંપાદન અંગેની કાર્યવાહી ઝડપી કરવા તેમજ અસરગ્રસ્ત ખેડૂતો જમીનનું પૂરતું વળતર આપવામાં આવે તે પણ જરૃરી છે. અને અપૂરતા સ્ટાફની કાયમી સમસ્યાનું નિવારણ કરવું ખૂબ જ આવશ્યક છે. હાલ જિલ્લા પંચાયત જામનગરમાં સિંચાઈ વિભાગમાં ૬૮ ના મહેકમ સામે માત્ર ૨૪ જગ્યા ભરેલ છે.તેમજ સ્ટેટ સિંચાઈ વિભાગમાં પણ અપૂરતો સ્ટાફ છે. તો અપૂરતા સ્ટાફના અભાવે સિંચાઈના કામો થઈ શકતા નથી. છેલ્લા દસ થી બાર વર્ષમાં ગ્રામ્ય લેવલે સિંચાઈનાં પાણીનો વપરાશ આઠ થી દસ ગણો વધ્યો છે. તો તેની સામે ગ્રામ્ય કક્ષાએ જે હૈયાત ચેકડેમ તથા તળાવો છે. તેમજ નવા બનાવીને દસ ગણી પાણી સંગ્રહશક્તિ દરેક ગામે વધારવી  જેથી ૨૦ થી ૨૫ ઈંચ વરસાદ પડે તો ગામનું પાણી ગામમાં રોકાઈ જાય. અત્યારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા ઉતારવાની કાર્યવાહી ચાલુ છે. જેમાં જિલ્લામાં બે થી ત્રણ કરોડ રૃપિયા જેવી મામુલી કામગીરી થશે. જો એક જોડીયામાં ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવા માટેના રૃપિયા આઠસો કરોડનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લાન બનાવ્યા પછી એનો દૈનિક ખર્ચ આશરે ૫૬ લાખ જેવો થાય છે. જો જામનગર જિલ્લાના સિંચાઈ વિભાગને તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિંચાઈ વિભાગને આઠસો કરોડ રૃપિયા ફાળવવામાં આવે અને તે રૃપિયાના ચેકડેમો તેમજ તળાવો ઉંડા કરવામાં આવે તો સૌની યોજના તથા ખારામાંથી મીઠા પાણી કરવા માટેનો જે લાખો રૃપિયાનો ખર્ચ કરવો પડે છે. તેની જગ્યાએ જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે વગર ખર્ચે પાણીનો સંગ્રહ થશે. અને કુદરતી હોનારતથી થતા નુકસાનીમાં પણ ઘટાડો આવશે. આમ સરકારના કરોડો રૃપિયાનો ખર્ચ બચશે. અને ગ્રામ્ય લેવલે ખેતીનું ઉત્પાદન વધશે.

આમ એકદંરે જામનગર જિલ્લો કાયમી ધોરણે નર્મદા યોજના ઉપર આધારિત ન રહે તે માટે સ્થાનિક કક્ષાએ જળસંચય વધારવા નક્કર કાર્યવાહી હાથ ધરવા માંગણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription