ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા.૧૧ ઃ જામનગરના ધુતારપરની એક શાળામાં સપ્તાહ પૂર્વ રાત્રિના સમયે ત્રાટકેલા બે તસ્કરોએ ઓફિસના ડ્રોઅરમાંથી રૃા.ર૦ હજારની રોકડ તફડાવી છે ત્યાં મૂકેલા સીસીટીવી કેમેરામાં બન્નેના આછા દૃશ્ય જોવા મળ્યા છે. પોલીસે તસ્કરોના સગડ દબાવ્યા છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા સરસ્વતિ વિદ્યામંદિર નામના વિદ્યાલયમાં ગઈ તા.૩ની રાત્રે પોણા વાગ્યાથી પછીના સમયમાં કોઈ તસ્કરો પ્રવેશી ગયા હતા. આ તસ્કરોએ શાળાના પટાંગણમાં આવેલી ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું નકૂચા સાથે તોડી પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યાે હતો.
ત્યાર પછી તસ્કરોએ નિરાંતે ઓફિસના ફર્નિચરમાં ખાંખાખોળા કરવાનું આરંભી ટેબલનું ડ્રોઅર ખોલી નાખ્યું હતું જેમાંથી તસ્કરોને રૃા.ર૦ હજારની રોકડ સાંપડી હતી. આ રકમ ઉપાડી લઈ તસ્કરો પોબારા ભણી ગયા હતા તે પછી ઉપરોકત ચોરીની જાણ જગામેડી ગામમાં રહેતા સ્કુલ સંચાલક ભરતભાઈ લક્ષ્મણભાઈ મોલિયાને થતા તેઓએ શાળામાં મૂકવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા જેમાં બે શખ્સો ઓફિસમાં ખાંખાખોળા કરતા નજરે પડયા હતા પરંતુ કેમેરાની વિઝીબિલીટી સારી ન હોવાના કારણે તસ્કરોના ચહેરા પારખી શકાય તેમ નથી.
ઉપરોક્ત બાબતની ગઈકાલે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા બે તસ્કરો સામે આઈપીસી ૩૮૦, ૪૫૭, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.