પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

જામનગર તથા કાલાવડમાંથી બે સગીરાના અપહરણ

જામનગર તા. ૧૨ઃ જામનગરના કિસાનચોક વિસ્તારમાંથી એક તરૃણી ગુમ થતાં તેણીના પરિવારે અપહરણ કરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી પણ એક ભરૃચનો શખ્સ લલચાવી-ફોસલાવી નસાડી જતાં પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના કિસાનચોક વિસ્તારમાં રહેતા એક પરિવારની સત્તર વર્ષ અને સાત મહિનાની વયવાળી પુત્રી ગઈ તા.૯ના દિને સાંજે સાડા છથી સાડા સાત વાગ્યા દરમ્યાન ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં તેણીના પરિવારે આ તરૃણીની શોધખોળ શરૃ કરી હતી તેમ છતાં તેણીના સગડ નહીં મળતા ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવાઈ છે. પોલીસે આ તરૃણીનું અપહરણ કરી જવા અંગે અજાણ્યા શખ્સ સામે આઈપીસી ૩૬૩ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાંથી સત્તર વર્ષની ઉંમરવાળી એક તરૃણી પોતાના ઘરેથી ગુમ થયા પછી તેણીના પરિવારે પુત્રીની શોધ કરી હતી જેમાં તેણીને ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના કન ગામનો સુરેશ શિવાભાઈ ઉર્ફે ભોપટભાઈ રાઠોડ નામનો શખ્સ લલચાવી-ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હોવાની જાણ થતા આ પરિવારના મોભીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તે શખ્સ સામે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription