ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

આરોપી નાસી જવાના કેસમાં બે પોલીસકર્મીની સજાનો હુકમ અપીલમાં રદ્દ

જામનગર તા. ૧રઃ જામનગરની જેલમાંથી બે કોન્સ્ટેબલ એક આરોપીને બારડોલી કોર્ટમાં હાજર કરવા લઈ ગયા હતાં ત્યારે વળતી વખતે ગુરૃશંકા જવાના બહાને ટોઈલેટમાં ગયેલો આરોપી પોલીસને ધક્કો મારી ચાલતી ટ્રેને કુદી ગયો હતો. આ કેસમાં બન્ને પોલીસકર્મીને સજા ફટકારાઈ હતી. તેની સામે કરાયેલી અપીલ ચાલી જતા સેશન્સ કોર્ટે બન્ને પોલીસકર્મીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પો.કો. લાખાભાઈ ભીમાભાઈ હરિયાણી અને જયેન્દ્રસિંહ એચ. ઝાલા ગઈ તા. ર૩-૭-ર૦૦૦ ના દિને કેદી પાર્ટીના રાજુ રમુભાઈ દેવીપૂજકને જામનગરની બારડોલીની કોર્ટમાં તારીખે હાજર કરવા લઈ ગયા હતાં. જ્યાંથી પરત આવવા માટે ગઈ તા. ર૭-૭-ર૦૦૦ ના દિને બન્ને પોલીસકર્મી આરોપી સાથે જ્યારે ટ્રેનમાં આવતા હતાં ત્યારે જામવંથલી પાસે રાજુ દેવીપૂજકે ગુરૃશંકા જવાનું કહેતા લાખાભાઈ તેને ડબ્બાના ટોયલેટ તરફ લઈ ગયા હતાં. જ્યાં અચાનક જ ટોયલેટનું બારણું ખોલી લાખાભાઈને ધક્કો મારી રાજુ રમુભાઈ ચાલતી ટ્રેને કુદી પડી નાસી ગયો હતો. બન્ને પોલીસ કર્મીએ ટ્રેનની સાંકળ ખેંચી ટ્રેન રોકાવી હતી ત્યાં તો આરોપી પલાયન થઈ ગયો હતો.

આ બાબતની રેલવે પોલીસમાં ફરિયાદ થયા પછી રેલવે પોલીસે આઈપીસી રરપ હેઠળ બન્ને પોલીસકર્મી સામે ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા અદાલતે બન્ને પોલીસકર્મીને તકસીરવાન ઠરાવી બે મહિનાની કેદ તથા રૃપિયા બે હજારનો દંડ ફટકાર્યો હતો. આ હુકમ સામે પોલીસકર્મીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. જેની સુનાવણીમાં દલીલ કરવામાં આવી હતી કે, કસ્ટડીમાં રહેલા આરોપીના માનવ અધિકારનો ભંગ ન થાય તે જોવાની જવાબદારી પોલીસની છે ત્યારે આ આરોપીએ ગુરૃશંકા કરવા જવાનું કહેતા જો તેને ગુરૃશંકા માટે ન લઈ જવાય તો તેના માનવ અધિકારનો ભંગ થાય તેમ હતો, જ્યારે આરોપી જીવના જોખમે ચાલતી ટ્રેને કુદી પડે તો તેને કોન્સ્ટેબલની ગુન્હાહીત બેદરકારી ન કહી શકાય. આ ઉપરાંત આવા કેસમાં આઈપીસી ૧૯૭ અનુસાર સરકારની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે તેમ છતાં આ કેસમાં આવી મંજૂરી લેવામાં આવી નથી. કોન્સ્ટેબલે આપેલી ફરિયાદના અનુસંધાને કોન્સ્ટેલબને જ આરોપી બનાવવામાં આવે ત્યારે પોલીસ રૃબરૃ આપેલી તેની ફરિયાદ પુરાવાના કાયદા અનુસાર ગ્રાહ્ય રાખી શકાય નહીં. અદાલતે ઉપરોક્ત દલીલો ગ્રાહ્ય રાખી નીચેની અદાલતનો સજાનો હુકમ રદ્દ કરી બન્ને કોન્સ્ટેબલને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે વકીલ વી.એચ. કનારા, એસ.આર. દેવાણી, ધીરેન કનારા, શ્રધ્ધા કનારા, શૈલેષ વોરીયા, ધીરેન ભેડા રોકાયાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription