મુંબઈના જ્વેલરી ઉદ્યોગમાં એક રાજકારણીના મેલે હીરાનો મોટો જથ્થો ઠલવાતાં ભાવ તૂટ્યાઃ હોંગકોંગ શો માં મોટા પથ્થરની માંગ ધીમી રહી

દેશના અર્થતંત્રમાં ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગનું મહત્ત્વનું સ્થાન છે. હોંગકોંગમાં યોજાયેલ શો માં કામકાજ સારા થયા હતાં. મોટા પથ્થરોની માંગ ધીમી હતી. પોલીશ્ડ હીરાના કામકાજમાં સુધારો છે. વિદેશી બાયર્સ ટોપ મેઈકના વીએસ-આઈવન માંગ કરી રહ્યાં છે. નીચી ક્વોલિટીના પોલીશ્ડ હીરાનો સ્ટોક ઈન્વેન્ટર બહુ ઊંચા હોવાથી ઓછું ઉત્પાદન થાય છે. પસંદગીની કેટેગરીમાં ભારે ખેંચ છે. નાણાકીય કૌભાંડો પછી બેંકોએ ધિરાણમાં કડકાઈ રાખી હોવાથી હીરાના વેપારીઓ નાણાકીય ખેંચ અનુભવી રહ્યાં છે. નફાના માર્જીન સાંકડા થઈ ગયા છે. વળી વિદેશી કંપનીઓના પેમેન્ટ મોટા આવતા મુંબઈના હીરા બજારમાં ચિંતાનું વાતાવરણ છે.

વિદેશી બજારોમાં પણ હોંગકોંગ શો વિષે મોટી આશા હતી. ચીનમાં ર૦૧૮ માં મંદી રહ્યાં બાદ હવે હોંગકોંગ શો માં ચીની ગ્રાહકો સારી ખરીદી કરી હતી. ડીલરો ભાવ જાળવી રાખે છે. જ્યારે સપ્લાયર્સ આ શો માં માલનો ભરાવો ઢગલો કરી દીધો છે. ડી-બિયર્સની સાઈટ પહેલા રફની બજાર સાવચેત છે, અને ઉત્પાદકો રફના ઊંચા ભાવ અને પોલીશ્ડના વધતા સ્ટોકને કારણે ઉત્પાદન ઘટાડી રહ્યાં છે..

ફેન્સી હીરાની બજાર સ્થિર હતી અને ફેન્સી જ્વેલરી માટે યુરોપ અને અમેરિકાની માંગને કારણે બજાર ટકેલી હતી. પિયર શેપમાં માલ ખેંચના કારણે ભાવ મજબૂત હતાં. રેડીયન્ટમાં સુધારો હતો અને માર્કીસ તથા પ્રિન્સેસ નબળા હતાં. એક્સેલ કન્ટના ઓવલ, પીયર અને એમરલ્ડના સારા કામકાજ થયા હતાં. અને ૩ થી ૧૦ કેરેટના સારી ક્વોલિટીના ફેન્સી હીરામાં સારી માંગ હતી. અલબત્ત ખેંચના કારણે ૩ થી પ કેરેટના હીરાના ભાવ ઘણા ઊંચા હતાં. ચીની ગ્રાહકો વાજબી ભાવે ફેન્સી માલની માંગ કરી રહ્યાં છે. કોમર્શિયલ ક્વોલિટીના એક કેરેટથી નીચા મધ્યમ ભાવના ફેન્સી હીરાની બજારને અમેરિકાન માંગ ટકાવી રાખવી છે. મળેલા સમાચારો મુજબ હોંગકોંગમાં યોજાયેલ શો માં મળેલા સમાચારો મુજબ હોંગકોંગમાં યોજાયેલ શો માં સારો આવકાર મળ્યો છે. જો કે, પોલીશ્ડ હીરાની નરમ માંગ હતી.

અમેરિકામાં હીરા બજારમાં નરમ કામકાજઃ ડીલર્સ  માટે મુશ્કેલીનો સમય

અમેરિકામાં હીરા બજારમાં કામકાજ નરમ હતાં. ડીલર્સ માટે મુશ્કેલ સમય છે. ટૂંકા ગાળામાં જાંગડ માલ જલદી વેંચાઈ જાય છે. બજારમાં ૧ કેરેટના જીજે, વીએસ-એસઆઈ હીરાની માંગ  છે. હોંગકોંગ શો માં વેપારીઓ પરત આવી ગયા છે. સારી ક્વોલિટીના વીએસ એસઆઈ માલની અછત છે. નીમી ક્વોલિટીના માલની સપ્લાય વધારે છે. ૧ કેરેટ જીજે, વીએસએસઆઈમાં રસ જોવા મળે છે. રિટેલનું બજાર ઠંડુ છે. જ્વેલર્સ લેબ-ગ્રોઅન હીરાની માંગ વધતી જાય છે.

બેલ્ઝિયમમાં પોલીશ્ડની બજાર સુધરી રહી છે. હોંગકોંગ શો માં મોટા સ્ટોનની માંગની આશા ફળી નથી. ૧ કેરેટ જી-જે, વીએસ એસઆઈ સારા વેંચાય છે. પણ ગ્રાહકો ટોપ-મેઈકનો આગ્રહ રાખે છે. રફન સેકન્ડરી માર્કેટમાં પ્રિમિયમ ઊંચા ગયા છે.

ઈઝરાયલમાં સ્થાનિક વેપાર શાંત છે. હોંગકોંગ શો માં મોટા પાયે વેપારીઓ અને સપ્લાયર્સ ગયા હતાં. ૭૦ સેન્ટથી ૧.૪૯ કેરેટના જીજે, વીએસ-એસઆઈના હીરાના ભાવ સપ્લાયરો મક્કમ માલ પકડીને બેઠા છે. મોટી રફના લિલામમાં સારી માંગ જોવા મળી હતી.

હોંગકોંગ શો પછી મુંબઈમાં વેપારઓમાં ટોન સારો જોવા મળે છે. વિદેશ ડીલર્સ સાથે સારા કામકાજ થયાં ૩૦ સેન્ટથી ૧ કેરેટના ડી-જે, વીએસએસઆઈ હીરાની માંગ છે. ફેન્સી કલર હીરા સારા વેંચાય છે.

મુંબઈની હીરા બજારમાં એક લાખ કેરેટથી વધુ મેલે ડાયમન્ડ જથ્થો ઉપલબ્ધ બનતાં આ સાઈઝના હીરાના ભાવમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. એક અહેવાલ મુજબ દક્ષિણ ભારતના રાજય તામીલનાડુના એક સ્વર્ગસ્થ માજી મુખ્યપ્રધાનના હતાં અને તેના નજીકના વર્તુળોએ આ માલ હીરા બજારમાં ઠાલવ્યો છે. ર૦૧૬ માં કેન્દ્ર સરકારે ડમોનિટાઈઝેશન કર્યુ તેના પગલે-પગલે આ રાજકારણએ પ્લસ ઈલેવનની સાઈઝના બે લાખ કેરેટ હીરા ખરીદ્યા હતાં. તાજેતરના સમયગાળામાં એક કેરેટથી નીચા હીરા આમેય બજારમાં મોટા સ્ટોક છે, ત્યારે સ્વર્ગસ્થ રાજકારણના હીરા બજારમાં ઠલવાતા ભાવ પર મોટી અસર થઈ છે. આની અસર તમામ ગ્રેડ અને વજનના હીરા ઉપર થઈ છે.



close
Ank Bandh