મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બી. કોમ સેમ-૩ નું ૨૮ ટકા જેટલું કંગાળ પરિણામ

જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં બી.કોમ, સેમેસ્ટર-૩ નું ૨૮ ટકા જેટલું કંગાળ પરિણામ આવ્યું હતું. આથી વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ છે. તેમને પાસીંગ માર્ક સુધી લઈ જવા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ માંગણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિ. નું બી.કોમ સેમ-૩ નું ૨૮ ટકા જેટલું કંગાળ પરિણામ જાહેર થયું છે. આટલું ઓછું પરિણામ વિદ્યાર્થીઓમાં નિરાશા જગાવે છે. કેટલાક વિદ્યાર્થીઓને થર્ડ યર કમ્પ્લીટ થઈ ગયું હોય અને સેમ. ૩ ની કેટી બાકી હોય તેવા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોય તેમના ઓછા પરિણામના કારણે વર્ષ બગડવાની દહેશત છે.

મહત્તમ વિદ્યાર્થીઓને અમૂક વિષયમાં એક સરખા માર્કસ મળ્યા છે. તેવી ફરિયાદો ઉઠવા પામી છે. આ મુદ્દે જામનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા અને જામનગર જિલ્લા એનએસયુઆઈ ના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને સાથે રાખીને રાજકોટમાં સૌ.યુનિ.ના કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું હતું અને રજુઆત કરી હતી કે, વિદ્યાર્થી હિતને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને ગ્રેસીંગ માર્કસ આપીને પાસીંગ માર્કસ સુધી પહોંચાડી આપવા જોઈએ, શક્ય હોય તો એકથી વધુ પેપરમાં રી-એસેસમેન્ટ આપવામાં આવે છે. તથા રેન્ડમલી સીટ નંબર પસંદ કરીને પેપરની ફરીથી ચકાસણી કરવી જોઈએ. આ રજુઆત સમયે સીન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજા સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ચૌહાણ, વિજયસિંહ ઝાલા  વિગેરે જોડાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription