ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ટ્રસ્ટની જગ્યા ખરીદવા માટે પૂરી રકમ ભર્યા વગર તોડફોડ

જામનગર તા. ૧૨ઃ જામનગરની પોટરીવાળી ગલીમાં પટેલ હાઉસથી ઓળખાતી પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટની જગ્યા ટેન્ડરથી ખરીદવા માટે નગરના મહેતા ડેવલપર્સે મંજુરી મેળવ્યા પછી ડિપોઝીટ અને પ્રથમ હપ્તો ભર્યા પછી બાકીની રકમ ભરપાઈ કર્યા વગર તે જગ્યામાં તોડફોડ કરી પોતાની ઓફિસ બનાવી લેતા ટ્રસ્ટના કર્મચારીએ તેઓની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ત્રણ દરવાજા વિસ્તાર સામે આવેલી પોટરીવાળી ગલીમાં પટેલ હાઉસના નામથી ઓળખાતી જગ્યાનું સંચાલન પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જગ્યા વેચવા માટે ટ્રસ્ટ દ્વારા તજવીજ કરાતા નગરના પી.એન. માર્ગ પર આવેલા મોટર હાઉસ સામેના અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા હરેન્દ્ર ચમનલાલ મહેતા નામના આસામીએ તે જગ્યા મહેતા ડેવલપર્સના નામથી વેચાણથી લેવા માટે કાર્યવાહી કરી હતી. આ જગ્યાના વેચાણ માટે ટ્રસ્ટ દ્વારા ટેન્ડર મંગાવવામાં આવતા હરેન્દ્ર મહેતાએ રૃા. ૪,૦૧,૧૧,૧૧૧ની રકમનું ટેન્ડર ભર્યું હતું તે ટેન્ડર મંજુર થતા ટ્રસ્ટ દ્વારા હરેન્દ્ર મહેતાને ડિપોઝીટ તથા પ્રથમ હપ્તો ભરી આપવા તાકીદ કરાતા આ આસામીએ રૃા. ૭૧,૧૬,૬૬૮ની રકમ ભરી હતી અને બાકીની રકમ ભરવા માટે મુદ્દત માંગી હતી. ત્યારપછી બાકીની રકમ ભરપાઈ કરવા માટે ચેરીટી કમિશ્નર સમક્ષ હરેન્દ્ર મહેતાએ વારંવાર મુદ્દતો માંગતા તેઓને ચેરીટી કમિશ્નરની કચેરીએ તા. ૦૬-૦૫-૧૯ સુધીની ૬ મહિનાની મુદ્દત આપી આ તારીખ પહેલા તમામ રકમ ભરપાઈ કરી દસ્તાવેજ કરાવી લેવા જણાવ્યું હતું તેમ છતાં આ તારીખ સુધીમાં હરેન્દ્ર મહેતાએ શરત મુજબની રકમ ન ચૂકવી ટ્રસ્ટની જગ્યા પચાવી પાડવા માટે તેમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને પૂરી રકમ ચૂકવી ન હોવા છતાં ટ્રસ્ટની ઈમારતનું જુનુ બાંધકામ તોડી ત્યાં ઓફિસ ઊભી કરી નુકસાની કરી હતી તેથી ટ્રસ્ટના કર્મચારી શાંતિલાલ રણછોડભાઈ મુંગરાએ ગઈકાલે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હરેન્દ્ર ચમનલાલ મહેતા સામે આઈપીસી ૪૦૬, ૪૨૭, ૪૪૭ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ બી.એસ. વાળાએ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription