ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જિલ્લાના ૧૯ ગામ અને ૫૩ પરાઓને ટેન્કર દ્વારા પાણીઃ ઘાસના પુરવઠાની સમીક્ષા

જામનગર તા. ૧૨ઃ જામનગર જિલ્લા પાણી સમિતિની બેઠકમાં જિલ્લામાં ટેન્કર દ્વારા અપાતા પાણી પુરવઠાની વિગતો અપાઈ હતી અને ઘાસની જરૃરિયાત, જથ્થો અને ગોડાઉન વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઈ હતી.

જામનગર તા. ૧૦ જુન, જામનગર જિલ્લાની પાણી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની ૫ીવાના પાણીની પરિસ્થતિ અંગે અને ઘાસની જરૃરિયાત અને તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૮૫, સ્વતંત્ર સોર્સ દ્વારા ૯, ટેન્કર દ્વારા ૪ ગામ/૨૧ પરા તેમ કુલ ૯૮ ગામ/પરાઓને, લાલપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૫૮, સ્વતંત્ર સોર્સ દ્વારા ૦૯ ટેન્કર દ્વારા ૬ ગામ/૧૫ પરા એમ કુલ ૭૩ ગામ/ પરાઓને, ધ્રોલ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૧૫, જુથ યોજના દ્વારા ૨૫, સ્વતંત્ર સોર્સ દ્વારા ૧, ટેન્કર દ્વારા ૨ પરા એમ કુલ ૪૧ ગામ/પરાઓને, જોડીયા તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૪૯, સ્વતંત્ર સોર્સ દ્વારા ૨, ટેન્કર દ્વારા ૧ ગામ/૪ પરા એમ કુલ ૫૨ ગામ/પરાઓને, કાલાવડ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૬૯, સ્વતંત્ર સોર્સ દ્વારા ૨૫, ટેન્કર દ્વારા ૪ ગામ/૭ પરા એમ કુલ ૯૮ ગામ/પરાઓને, જામજોધપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૫૪, સ્વતંત્ર સોર્સ દ્વારા ૧૧, ટેન્કર દ્વારા કુલ ૩૩૦, જુથ યોજના દ્વારા કુલ ૨૫, સ્વતંત્ર સ્ત્રોત દ્વારા કુલ ૫૭, ટેન્કર દ્વારા ૧૯ ગામ/૫૩ પરા એમ કુલ ૪૩૧ ગામ અને પરાઓને પાણી પહોંચાડવામાં આવે છે.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૃરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી ૬૦.૫૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૫.૫૦ એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર/કૂવામાંથી ૨.૫૦ એમ.એલ.ડી. આમ કુલ ૬૮.૫૦ એમ.એલ.ડી. પાણી પૂરૃં પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૃરિયાત ૧૧૮.૨૦ એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી ૬૪.૧૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૬૧ એમ.એલ.ડી. આમ કુલ ૧૨૫.૧૦ એમ.એલ.ડી. પાણી પૂરૃં પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ ૧૯ ગામ અને ૫૩ પરા વિસ્તારમાં ૧૦,૦૦૦ લીટરના કુલ ૧૭૭ ટેન્કરના ફેરા દ્વારા પાણી પૂરૃં પાડવામાં આવે છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, મદદનિશ કલેક્ટર યોગેશ ચૌધરી, ડી.વાય.એસ.પી. સૈયદ, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર કોટા, વિવિધ વિસ્તારના પ્રાંત અધિકારીઓ અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription