આપણે મૂર્ખાઓના સ્વર્ગમાં રાચીએ છીએ-આપણી પડખે કોઈ નથીઃ શાહ મહેબુબ કુરેશી

નવી દિલ્હી તા. ૧૩ઃ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેબુબ કુરેશીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમની પડખે કોઈ ઊભું રહી શકે તેમ નથી. તેમણે યુનોમાં પણ સમર્થન નહીં મળે, તેમ જણાવી તેમણે સ્વીકારી લીધું કે ભારતની બરોબરી થઈ શકે તેમ નથી.

પાકિસ્તાન કાશ્મીરની રેકર્ડ વર્ષો સુધી વગાડતું રહ્યું, પરંતુ કાશ્મીરને સીધું કેન્દ્ર સરકારના નિયંત્રણમાં ભારત સરકારે લઈ લેતા હવે પાકિસ્તાન ધમપછાડા કરી રહ્યું છે, અને કાશ્મીરના પ્રશ્ને વિશ્વસમુદાયની સમક્ષ રોદણાં રોઈ રહ્યું છે, પરંતુ કોઈ તેમનું સાંભળવા પણ તૈયાર નથી. પાકિસ્તાન એકલું પડી ગયું છે.

આ હકીકત બીજુ કોઈ નહીં, પણ પાકિસ્તાનના જ વિદેશમંત્રી સ્વીકારી રહ્યા છે. શાહ મહેબુબ કુરેશીએ ચોખ્ખાચટ શબ્દોમાં કહ્યું છે કે, યુનોમાં પાકિસ્તાન માટે કોઈ ફૂલહાર લઈને ઊભું નથી, મતલબ કે ત્યાંથી તેમને સમર્થન મળવું મુશ્કેલ છે. તેમણે ઈમરાનખાન તરફ સંકેત કર્યો હોય તેમ કહ્યું કે, આપણે મૂર્ખાઓના સ્વર્ગમાં  રાચીએ છીએ. પાકિસ્તાનીઓએ જાણી લેવું જોઈએ કે દુનિયામાં કોઈ તેમની પડખે ઊભું રહે તેમ નથી.

તેમણે ભારતની કુટનીતિ સફળ થઈ રહી હોવાનો સંકેત આપતા કહ્યું કે, ભારતના અબજોના માર્કેટના કારણે અન્ય મોટા મોટા દેશો પોતાના હિતોના ભોગે પાકિસ્તાનને સહયોગ આપે તેમ નથી, તેથી કોઈની આશા રાખવાના બદલે આપણી લડાઈ આપણે જ લડવી પડશે.

પાકિસ્તાનના વિદેશમંત્રીને આ બુદ્ધિજ્ઞાન અત્યારે જ આવ્યું છે, પરંતુ હકીકતે તેમનું આ જ્ઞાન અડધું પણ છે. માત્ર ભારતના માર્કેટના કારણે જ સમગ્ર વિશ્વ ભારતની પડખે ઊભું હોય, તેવું નથી. પાકિસ્તાનમાં ઉછરેલા આતંકવાદી સર્પોએ વિશ્વના અનેક દેશોને ડંખ  દીધો છે.  ઓસામાન બીન લાદેનને વર્ષો સુધી છૂપાવી રાખ્યા પછી આ દેશ દુનિયાભરના આતંકવાદીઓનો રક્ષક પણ હોવાનું ફલિત થયું છે. અમેરિકાએ એકથી વધુ વખત પાકિસ્તાનને આતંકીઓનું સ્વર્ગ ગણાવ્યું છે, છતાં પાકિસ્તાનની પૂંછડી વાંકી જ રહી છે.

હાલમાં ભારતના વિદેશમંત્રી ચીનના પ્રવાસે છે.  ભારત-ચીન વચ્ચે થયેલા કરારો અને ચીનના રાષ્ટ્રપતિના સૂચિત ભારત પ્રવાસની જાહેરાત પછી પાકિસ્તાનને એ સમજાઈ ગયું છે કે ચીન માટે ભારત પાકિસ્તાન કરતા વધુ મહત્ત્વનું છે, કારણ કે કલમ ૩૭૦ હટાવ્યા પછી પાકિસ્તાનના મંત્રી ચીનનું ખુલ્લુ સમર્થન મેળવવા ગયા હતાં, પરંતુ તેમને ખુલ્લો ટેકો તો મળ્યો નહીં, પરંતુ ભારતના વિદેશમંત્રી  જેટલું માન-સન્માન પણ તેમણે મળ્યું નહોતું. આ કારણે ચીન તરફથી એક રીતે પાકિસ્તાનને આ મુદ્દે 'ઠેંગો' જ મળ્યો છે.

એ પહેલા અમેરિકાએ પણ કલમ ૩૭૦ નાબૂદ થયા પછી પાકિસ્તાનને ભારત સાથે વિવાદ ખતમ કરવા માટે ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવાના બદલે તેને  નેસ્તનાબૂદ કરવાની સલાહ આપી હતી. યુ.એ.ઈ.એ પણ કાશ્મીરનો મુદ્દો ભારત અને પાક.ની દ્વિપક્ષિય બાબત ગણાવીને પાકિસ્તાનને ઠેંગો બતાવી દીધો હતો.

પાકિસ્તાનમાં આતંકી કેમ્પો ધમધમી રહ્યા છે અને ત્યાંથી ઉછરેલા આતંકવાદીઓ માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ આતંકી હુમલાઓને અંજામ આપતા રહે છે. પાક. પ્રેરીત આતંકી હુમલાઓમાં ભારત અને અફઘાનિસ્તાનમાં કેટલાક વિદેશીઓ માર્યા ગયા હતાં,તેમાં અમેરિકાના નાગરિકો વધુ હતાં, તેથી હવે એકપણ દેશ પાકિસ્તાનની પડખે ઊભે તેમ નથી. પાકિસ્તાન હવે યુદ્ધ જેવી તૈયારી કરી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં, યુદ્ધ થાય તો ભારતને થોડું ઘણું નુક્સાન થાય, પણ પાકિસ્તાન તો નામશેષ જ થઈ જાય તેમ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription