જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

જામનગર જિલ્લામાં હથિયારબંધી

જામનગર તા. ૧૪ઃ આગામી દિવસોમાં ધૂળેટી અને ચેટીચાંદ જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૭(૧) હેઠળ તેમને મળેલ સત્તાની રૃએ તા. ૯.પ.ર૦૧૯ ના ર૪ કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે.

આ સમય દરમિયાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ સાધન લઈ જવા નહીં. કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૃગોળા વિગેરે પદાર્થો લઈ જવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહિં, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે બાળવા નહીં. અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં. પરવાનેદાર હથિયારધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં પ્રવેશવું નહીં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00