મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ચીન ભલે મસુદને બચાવે, સુરક્ષા પરિષદ નહીં છોડેઃ અમેરિકા

વોશિંગ્ટન તા. ૧૪ઃ ચીને મસુદ અઝહરને ગ્લોબલ આતંકવાદી ઠરાવવાના પ્રસ્તાવમાં વીટો વાપરતા અમેરિકાએ યુએનએસસીમાં કડક નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે ચીન મસુદને બચાવતું રહેશે, તો સુરક્ષા પરિષદના સભ્ય દેશો કોઈ અન્ય પગલાં ઊઠાવશે.

પાડોશી દેશ ચીને એકવાર ફરીથી આતંકી મૌલના મસુદ અઝહરની સાથે થઈ ગયું છે. યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલની બેઠકમાં ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ભારતના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે, ત્યારપછી ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતની સાથે અમેરિકા પણ આવી ગયું છે.

અમેરિકા તરફથી યુએનએસસીમાં કડક નિવેદન આપ્યુું કે, જો ચીન સતત આ પ્રકારની અડચણ બનતું રહ્યું તો જવાબદાર દેશોને કોઈ અન્ય પગલાં ઊઠાવવા પડશે. અમેરિકા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ચીનની મદદથી અનેકવાર જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી બચાવતું રહ્યું છે. આવું ચોથીવાર થયું છે. જ્યારે ચીને આ પ્રકારે મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવ્યો છે.

કડક ભાષાનો ઉપયોગ કરતા અમેરિકાએ કહ્યું કે, જો કોઈપણ પ્રકારે ચીન મસુદ અઝહરને ગ્લોબ આતંકી જાહેર થવાથી બચાવતું રહે છે તો સુરક્ષા પરિષદના અન્ય સભ્યોએ કડક વલણ અપનાવવું પડશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પુલવામા આતંકી હુમલાના ગુનેગાર મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે ભારતના પ્રયાસોને વિશ્વના તમા મોટા દેશોનો સાથ મળ્યો છે. યુએનના જ સભ્ય અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ એકવાર ફરીથી ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને રોડા નાખ્યા છે.

ચીનની આ હરકત પછી ભારતના વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીનના આ પગલાંથી અમે અત્યંત નિરાશ છીએ, પરંતુ જે સભ્ય દેશોએ ભારતના સમર્થનમાં પ્રસ્તાવ આપ્યો અને અમારો સાથ આપ્યો તેઓનો આભાર માનીએ છીએ. ચીન દ્વારા મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી અટકાવવા પર સોશિયલ મીડિયામાં ઘણો ગુસ્સો છે. ભારતમાં લોકો ઈંમ્ર્અર્ષ્ઠાાઝ્રરૈહટ્ઠ ટ્રેન્ડ કરી રહ્યા છે અને ચીનના સામાનોનો વિરોધ કરી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription