વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

'સામના' દ્વારા પ્રહારો કરનાર શિવસેનાના નેતા સાથે રાત્રિના 'ગુપ્ત' બેઠક કોણે કરી?ઃ ચર્ચા

મુંબઈ તા. ૧૨ઃ મોદી સરકાર પર 'સામના'ના માધ્યમથી દરરોજ તીખા પ્રહારો કરતી શિવસેનાના નેતાએ રાત્રિના સમયે ભાજપના મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સાથે કથિત રાત્રિના 'ગુપ્ત' બેઠક યોજી હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે.

ભાજપની જુની દોસ્તીને નેવે મૂકીને શિવસેના દિવસ-રાત મોદી સરકારને રાજકીય ગાળો ભાંડતી રહે છે અને કોંગ્રેસ કરતા પણ આકરા શબ્દ પ્રહારો કરતી રહે છે. 'સામના' ના માધ્યમથી મોદી સરકારની આબરૃના ધજાગરા ઉડાવાઈ રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરેના ઉદ્દગારોમાં પણ ઉષ્માના બદલે આક્રોશ જોવા મળી રહ્યા છે. શિવસેના લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે અને ગુજરાતમાં પણ શિવસેનાના ઉમેદવારો તમામ બેઠકો પર ઉભા રખાશે, તેવા અહેવાલો અવારનવાર આવતા રહે છે.

ભાજપ-શિવસેનાનું વર્ષો જુનું ગઠબંધન ભંગાણના આરે છે અને અમિત શાહે સાથીદાર પક્ષો પણ આડા ચાલશે તો તેને હરાવી દેશે, તેવા નિવેદન પછી શિવસેનામાં ભાજપ પ્રત્યે આક્રોશ વધ્યો છે, અવગણનાને અપમાન ગણાવીને ભાજપના નેતાઓને ઘમંડી ગણાવાઈ રહ્યા છે. તેવા સમયે જ એક એવા અહેવાલો વહેતા થયા છે, જેથી કોઈક ઉંડી ચાલ ચાલવામાં આવી રહી હોવાની આશંકાઓ જાગી રહી છે.

એવા અહેવાલો છે કે શિવસેના મોદી સરકાર અને ભાજપની વચ્ચે હવે ખાઈ ખૂબ મોટી થઈ ગઈ છે અને તેથી કોંગ્રેસ એનસીપીના ગઠબંધનને મહારાષ્ટ્રમાં ખૂબ મોટો ફાયદો થવાનો છે, અને જો ભાજપ-શિવસેના અલગ અલગ ચૂંટણી લડે, તો કોંગ્રેસ એનસીપી ગઠબંધનને લોકસભમાં મહત્તમ બેઠકો મળી શકે છે. જો એનસીપીને નોંધપાત્ર બેઠકો મળે, અને ભાજપ-શિવસેનાનો સફાયો થઈ જાય, તો દિગ્ગજ અને અનુભવી વરિષ્ઠ નેતા શરદ પવાર વડાપ્રધાન પદના મજબૂત ઉમેદવાર બની શકે છે. જો મહાગઠબંધન રચાય, તો એનસીપીને વધુ બેઠકો મળે તો શરદ પવાર પીએમ પદનો દાવો વધુ મજબૂતાઈ થી કરી શકે છે.

શિવસેના પણ બેવડા વલણો ધરાવતી હોવાની આશંકાઓ ઉઠતી રહે છે. મોદી સરકાર અને ભાજપની દિવસ-રાત ટીકા કરી રહેલી શિવસેના રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સામેલ છે, અને મોદી સરકાર તથા ફડણવીસના સરકારનો હિસ્સો છે. તે ઉપરાંત ભાજપના ટેકાથી શિવસેના બીએમસીમાં સત્તાસુખ ભોગવી રહી છે. મોદી સરકારની નીતિઓ ખરાબ અને લોક વિરોધી હોય અને ભાજપ ઘમંડી હોય તો શિવસેના રાજ્ય-કેન્દ્ર સરકારો બિહારના કુશવાહાની જેમ મહા-ગઠબંધનમાં કેમ જોડાઈ જતી નથી? રાહુલ ગાંધીની ક્યારેક ક્યારેક તરફેણ કરવા અથવા રાહુલ ગાંધી જે નિવેદનો કરી રહ્યા હોય, લગભગ તેવા જ નિવેદનો કરીને મોદી સરકારની ઝાટકણી કાઢતી શિવસેના વિપક્ષી ગઠબંધન અથવા મહા ગઠબંધનમાં જોડાઈને રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી કેમ લેતી નથી? તેવા સવાલો ઉઠી રહ્યા છે

આ પ્રકારની આશંકાઓને સાચી ઠેરવે, તેવી એક ઘટના બની છે, અને જો તેવી વાતોમાં તથ્ય હોય, તો કાંઈક ઉડી ચાલબાજી રમાઈ રહી હોવાની ગંધ આવે છે. જો આ વાયરલ થયેલા અહેવાલો સાચા હોય, તો એમ માની શકાય કે ભાજપ-શિવસેના વચ્ચેની તકરાર અકે નાટક જ છે અને કોઈ ઉંડી રાજકીય રમત રમાઈ રહી છે.

એવું કહેવાય છે કે બે-ત્રણ દિવસ પહેલા મુંબઈની કોઈ હોટલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની 'ગુપ્ત' મુલાકાત થઈ હતી. આ મુલાકાત પર એનસીપીએ આશંકા પણ ઉઠાવી છે, અને કઈ ખીચડી પકવાઈ રહી છે? તેવો સવાલ ઉઠાવાઈ રહ્યા હોવાની ચર્ચાએ મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે, અને મહારાષ્ટ્રમાં આ કથિત મુલાકાત ભારે ચર્ચાસ્પદ બની છે.

મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ દિવસે દુશ્મન જેવો વ્યવહાર કરી રહેલા ભાજપ-શિવસેનાના ઉચ્ચ નેતાઓ રાત્રે દોસ્ત કેમ બની જાય છે? તેવો વ્યંગ્ય થઈ રહ્યો છે. જો બાલાસાહેબ ઠાકરે હયાત હોત તો અમિત શાહ શિવસેના વિષે ઘસાતુ બોલી શક્યા ન હોત. દરરોજ રાજકીય તકરાર કરતા આ નેતાઓ રાત્રિના અંધારામાં ગુપ્ત મુલાકાતો શા માટે કરી રહ્યા છે?

એક બીજાને પટકાવવા અને દફનાવવાની વાતો કરતા ભાજપ-શિવસેનાના નેતાઓ શું વર્ષ-૨૦૧૯ ની ચૂંટણીને લઈને કોઈ એવી વ્યૂહ રચના કરી રહ્યા છે કે જેથી ભાજપ-શિવસેના ગઠબંધનને લાભ થાય? શું શિવસેના-ભાજપ વચ્ચેની તકરાર બનાવટી છે? મોદીથી અસંતુષ્ટ મતોને એનસીપી કોંગ્રેસના ગઠબંધન તરફ જતા અટકાવવા માટે શું સમજી વિચારીને જાહેરમાં ઝઘડો અને ખાનગીમાં દોસ્તી નિભાવાઈ રહી છે? તેવા સવાલો અસ્થાને નથી.

આથી સવાલ એવો ઉઠે કે શિવસેના ભાજપથી અલગ પાડીને પોતાનો ઉદય કરાવવા માંગ છે કે પછી તેની સાથે રહીને રાજકીય અસ્ત તરફ જઈ રહી છે? તેવો સવાલ પણ ઉઠી રહ્યા છે. જો કે, થોડા દિવસમાં જ આ બધી જ બાબતોની સ્પષ્ટતા થઈ જવાની છે. દિલ્હીમાં ભાજપના સંમેલનમાં અમિત શાહના નિવેદનો ઘણા સૂચક છે, અને તેથી રાજકીય હલચલ પણ વધી ગઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription