પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી સત્તા મળ્યા પછી કેમ ભૂલાણી?

નવી દિલ્હી/અમદાવાદ તા. ૭ઃ કર્ણાટકના પરિણામો પછી મહાગઠબંધન માટેના પ્રયાસો તેજ થઈ ગયા છે, તો ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામકરણ બદલીને અયોધ્યા કર્યું, તેવી રીતે ગુજરાતમાં અમદાવાદનું નામ કર્ણાવતી ક્યારે કરાશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

સંવત-ર૦૭૪ નો આજે આખરી દિવસ છે. પૂરા થયેલા વર્ષના લેખાંજોખાં જોઈએ તો એકંદરે વર્ષ નિરાશાજનક રહ્યું અને ચોમાસુ નબળું જતાં હાલાર સહિત ગુજરાતમાં અછતની સ્થિત ઉભ થઈ. અનેક વિવાદો અને વિટંબણાઓ છતાં પાતળી બહુમતીથી ચાલુ વર્ષના પ્રારંભે પુનઃ સત્તા પર આવેલી રૃપાણી સરકાર અને વર્ષ-ર૦૧૪માં વાયદાઓના વંટોળમાં કેન્દ્રમાં સ્થાપિત થયેલી અને સાડાચાર વર્ષ પૂરા કરી ચૂકેલી મોદી સરકાર માટે આ દિવાળી નવા પડકારો લઈને આવી છે.

મીડિયાના અહેવાલો મુજબ દિવાળીના પર્વે જ વિપક્ષો માટે મહાગઠબંધન રચીને મોદી સરકારને ઘરભેગી કરવાનો માર્ગ કર્ણાટકે ચિંધ્યો છે. કર્ણાટકમાં બે વિધાનસભા અને બે લોકસભાની બેઠકો કોંગ્રેસ - જે.ડી.એસ.ની જુગલબંધીના કારણે વિપક્ષોના ફાળે આવી છે અને માત્ર એક લોકસભા બેઠક પર જ ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ - જે.ડી.એસ.ના ઉમેદવારો જે જંગી માર્જીનથી જીત્યા છે, તે વર્ષ-ર૦૧૯ ની ચૂંટણી માટે મતદારોનું રૃખ બતાવે છે અને આ આવો જ ટ્રેન્ડ દેશભરમાં રહેશે, તો વર્ષ-ર૦૧૯ માં ભાજપ પણ "૪૪" બેઠકો પર આવી શકે છે, કારણ કે વિફરેલા મતદારો કાંઈ પણ કરી શકું છું.

ગઈકાલે જેવી રીતે ભારતે વિન્ડીઝ સામે ટી-ર૦ ની બીજી ક્રિકેટ મેચ ૭૧ રને જીતીને ત્રણ મેચોની શ્રેણી જીતી લીધ, તો રોહિત શર્માએ નવા વિક્રમો સ્થાપિત કર્યા. કોંગ્રેસ-જે.ડી.એસ.ની જુગલબંધી પણ ભારતીય ક્રિકેટ ટીમ જેવી જ રહી ગણાય. જેમાં પ્રતિસ્પર્ધીઓને ધૂળ ચાટતા કરી દેવાયા હોય. ક્રિકેટપ્રેમીઓ માટે વિન્ડીઝની સામે ભારતીય ટીમનો વિજય એ દિવાળીનું બોનસ ગણાય, તો કર્ણાટકમાં કોંગ્રેસ - જે.ડી.એસ.નો વિજય વિપક્ષો માટે બોનસ ગણાય. તો ભાજપ ભાટે લપડાક ગણાય.

બીજી તરફ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે રામરાજયના બદલે 'નામ' રાજય શરૃ કર્યુ હોય તેમ હૈદ્રાબાદ જિલ્લાનું નામ બદલીને "અયોધ્યા" કરી દીધું છે. આ પહેલા અલ્લાહાબાદનું નામ "પ્રયાગરાજ" કર્યુ હતું. એ ઉપરાંત ભગવાન શ્રી રામ અને રાજા દશરથના નામો સાથે એરપોર્ટ અને હોસ્પિટલને પણ જોડી દીધી છે. આ ઉપરાંત યોગી આદિત્યનાથે કોરિયન વીવીઆઈપી અતિથિની ઉપસ્થિતિમાં દિવાળી પણ અયોધ્યામાં ઉજવી છે. અને હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માહોલ ઊભો થઈ રહ્યો છે. અથવા ઊભો કરવામાં ચાલી રહ્યો છે ત્યારે વિપક્ષો એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, રામમંદિર સિવાય મોદી સરકાર પાસે અન્ય કોઈ મુદ્દો જ રહ્યો નથી...!

ગુજરાતમાંથી એવી ચર્ચા ઉઠી છે કે, ગુજરાતમાં રર વર્ષ પછી પણ ભાજપની સરકાર (ભલે માંડ માંડ છતાં બહુમતિથી) સત્તામાં આવી છે, ત્યારે યોગી આદિત્યનાથ જેવી હિંમત રૃપાણીમાં નથી. આવી ટીકા હિન્દુ સંગઠનોમાં થવા લાગી છે તો વિપક્ષો પણ રૃપાણી સરકાર પર કટાક્ષ કરવા લાગ્યા છે. આ કટાક્ષ એટલા માટે થઈ રહ્યો છે કે ગુજરાતમાં કેશુબાપાની પ્રથમ સરકાર રચાઈ તે પહેલાની ચૂંટણીઓમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માગણી ભાજપ દ્વારા જ જોરશોરથી થતી હતી પરંતુ સત્તા પર આવ્યા પછી બે દાયકા સુધી આ માગણી જ ભાજપ ભૂલી ગયું અને યાદ કરાવતા કટાક્ષો થયા પછી ગઈકાલે નીતિનભાઈ પટેલ બોલ્યા. યોગ્ય સમય આવવા દો!

ભાવનાત્મક મુદ્દા ઉછાળીને સત્તામાં આવ્યા પછી ભૂલી જવાથી પ્રજા એક વખત મૂર્ખ બને, કાયમ માટે નહી. નામો બદલવાથી કે નહીં બદલવાથી કાંઈ ફેર પડી જતો નથી, પરંતુ નામો બદલ્યા પછી જે તે સ્થળોની સ્થિતિ બદલાય અને બદતર નહી પણ બહેતર થાય તો આ કદમ કાંઈક ઉપયોગી બને. મીડિયામાં પૂર્વ આરબીભાઈ ગવર્નર રઘુરામ રાજને કહેલું તાજું નિવેદન પણ ચર્ચામાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00