ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ભાણવડમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુંઃ દસ સામે નોંધાયો ગુન્હો

જામનગર તા. ૧૧ઃ ભાણવડમાં ગઈકાલે સાંજે પોલીસે એક મકાનમાં દરોડો પાડી મહિલા દ્વારા સંચાલિત જુગારધામ પકડી પાડ્યું છે ત્યાં ગંજીપાના કૂટતા છ મહિલા સહિતના દસ વ્યક્તિઓ મળી આવ્યા છે ઉપરાંત ખંભાળીયાના સામોરમાં તીનપત્તી રમતા છ પકડાયા છે જ્યારે એક નાસી ગયો છે.

ભાણવડના હુસેનીચોકમાં આવેલા એક મકાનમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી ભાણવડના પીએસઆઈ વાય.જી. મકવાણા તથા સ્ટાફે મુમતાઝબેન ઓસમાણભાઈ બ્લોચના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનમાં મુમતાઝબેનને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા જુબેદાબેન કાદરભાઈ મેમણ, મંજુબેન હમીરભાઈ મેર, રૃકસારબેન ઈસ્માઈલ સમા, રસીદાબેન અબ્દુલભાઈ બ્લોચ, કુલસુમબેન મામદભાઈ રૃંઝા, જેનાબેન હનીફભાઈ પીંજારા, હારૃલ મેમણ, અસલમ અબુભાઈ બ્લોચ તથા ઈબ્રાહીમ ઈશાભાઈ સમા નામના નવ વ્યક્તિઓ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૫,૫૦૦ રોકડા કબજે કરી દસેય વ્યક્તિઓ સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળીયા તાલુકાના સામોર ગામમાં પબુભાઈ સાજણભાઈ ચાવડા, કારાભાઈ વાલાભાઈ સોંદરવા, માલદે નારણભાઈ કરંગીયા, પરબત વેજાભાઈ ચાવડા, નાથાભાઈ રામશીભાઈ વારોતરીયા તથા વિક્રમ પરબતભાઈ ચાવડા નામના છ શખ્સોને પોલીસે જાહેરમાં તીનપત્તી રમતા પકડી રૃા. ૧૧૦૨૦ રોકડા તથા ૪ મોબાઈલ ઝબ્બે લીધા છે જ્યારે એક શખ્સ પોલીસને હાથતાળી આપી નાસી ગયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription