મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

મહિલા એથલિટ હિમાદાસે પખવાડિયામાં જીત્યા ચાર મેડલઃ અડધી આવક પૂરપીડિતોને અર્પણ

નવી દિલ્હી તા. ૨૦ઃ મહિલા એથલિટ હિમાદાસે ૧૫ દિવસમાં ચાર મેડલ મેળવીને દેશનું ગૌરવ તો વધાર્યુ જ છે, સાથે-સાથે ઈન્ડિયન ઓઈલ ફેડરેશનમાંથી મળનાર પગારના ૫૦ ટકા રકમ પૂર પીડિતો માટે રાહત ફંડમાં આપવાની જાહેરાત કરીને અનોખું દૃષ્ટાંત બેસાડ્યું છે.

સ્ટાર મહિલા એથલિટ હિમા દાસે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા છેલ્લા ૧૫ દિવસમાં ચોથો ગોલ્ડમેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. રિપિબ્લકમાં ચાલી રહેલ ટબોર એથલેટિક્સ મીટમાં હિમા દાસે મહિલા કેટેગરીમાં ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. હિમા દાસે શાનદાર પ્રદર્શનને ચાલુ રાખતા ૧૫ દિવસની અંદર ચાર ગોલ્ડ ભારતને અપાવ્યા છે.

સોશિયલ મીડિયામાં તેના નામની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હિમાએ પૂરની ઝપટમાં આવેલા પોતાના રાજ્ય આસમને બચાવા માટે લોકોને મુખ્યમંત્રી રાહત ફંડમાં યોગદાન આપવાની અપીલ કરી છે. હિમાએ ઈન્ડિયન ઓઈલ ફાઉન્ડેશનમાંથી મળનાર પોતાનો અડધો પગાર રાહત ફંડમાં આપી દીધો છે.  હિમાએ શુક્રવારના એક ટ્વીટ કરી જે ખૂબ વાયરલ થઈ રહી છે. હિમાએ પોતાની એક પોસ્ટમાં લખ્યું કે જો આપણી અંદરના હીરો પર વિશ્વાસ કરીને પોતાના સપનાઓને પૂરા કરવામાં લાગી જઈએ તો કોઈપણ લક્ષ્ય મુશ્કેલ નથી અને કોઈપણ ચેલેન્જર અઘરી નથી. હિમાના ખાતામાં ૧૫ દિવસમાં ચેક ગણરાજ્યમાં યોજાયેલ ટાબોર એથલેટિક્સ ટુનાર્મેન્ટમાં આ ચોથો ગોલ્ડ છે. આ હિમાએ બુધવારના રોજ યોજાયેલ રેસને ૨૩.૨૫ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription