દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહેલી ઓગસ્ટથી ઉજવાશે મહિલા સશક્તિકરણ પખવાડિયું

ખંભાળીયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહેલી ઓગસ્ટથી મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાશે, જે દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૧ ઓગસ્ટથી તા. ૧૪ ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થનાર છે. જે અન્વયે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સભાખંડમાં બેઠક મળી હતી.

આ તકે કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું કે, તા. ૧ ઓગસ્ટ થી તા. ૧૪ ઓગસ્ટ સુધી યોજાનાર મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી થશે. જેમાં મહિલા સુરક્ષા દિન, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા આરોગ્ય દિવસ, મહિલા કૃષિ દિવસ, મહિલા શિક્ષણ દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા અને કાનૂની જાગૃતિ દિવસ, શ્રમજીવી મહિલા દિવસ અને મહિલા શારીરિક શૌષ્ઠવ દિવસની ઉજવણી થશે. મહિલા સશક્તિકરણ પખવાડિયા દરમિયાન મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ચૂંટાયેલા સભ્યો, મહિલા અને બાળક વિકાસ વિભાગ, અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર, સ્થાનિક સરકારી તંત્ર વગેરે જોડાશે.

વિવિધ દિન પર અલગ અલગ સ્થળ મુલાકાત, શિબિર, મહિલાઓને લગતા કાયદા, જોબ ફેર, સેમિનાર, રેલી, ગુજરાત સરકારની યોજનાઓ જેવી કે મહિલા કલ્યાણ, આરોગ્યને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપતા સેમિનાર યોજાશે. તા. ૧ ઓગસ્ટ થી તા. ૧૪ ઓગસ્ટ સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમો માટે વિવિધ વિભાગના નોડલ ઓફિસરની નિમણૂક કરવા સૂચના પણ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.મનિષ કુમાર બંશલ, નિવાસી અધિક કલેક્ટર એ.બી.પટેલ, ડી.વાય.એસ.પી. ખટાણા, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન તેમજ વિવિધ વિભાગોના લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription