સોનભદ્ર હત્યાકાંડ મુદ્દે પ્રિયંકાને અટકાવીને યોગી સરકાર મૂકાઈ ફિક્સમાંઃ સાથે છછુંદર ગળી

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદમાં દસ લોકોની સરાજાહેર હત્યા થઈ, અને યોગી સરકાર પર માછલા ધોવાયા. અખિલેશ સરકારની શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવીને સત્તા પર આવેલી યોગી સરકારના શાસનમાં સ્થિતિ સુધરવાના બદલે બગડતી જાય છે. દરરોજ કોઈને કોઈ વિવાદાસ્પદ ઘટના બનતી રહે છે. ચાર-છ મહિના વિત્યા હોય, ત્યાં કોઈ મોટો વિવાદ જાગે છે.

સોનભદ્રમાં થયેલા નરસંહાર પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના આપવા જઈ રહ્યા હતા, તે દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા હતા, અને પછી ગંગાકિનારે આવેલી ચુનાર ગેસ્ટ હાઉસમાં મૂકી ગંગાકિનારે આવેલા ચુનાર ગેસ્ટ હાઉસમાં મૂકી આવ્યા હતા. પ્રિયંકાની ધરપકડના સમાચારે ગઈકાલે બપોરે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે ઉત્તરપ્રદેશની પોલીસે પ્રિયંકાની ધરપકડ નથી થઈ, પરંતુ કાયદો-વ્યવસ્થા તથા સલામતી-સુરક્ષાને લઈને સોનભદ્ર જતા અટકાવાયા હોવાનો દાવો કર્યો હતો.

તે પછી પ્રિયંકા ગાંધીએ ચુનાર ગેસ્ટ હાઉસમાં જ પણ ધરણા શરૃ કરી દીધા હતા. તે પહેલાં સોનભદ્ર જતા અટકાવાયા, ત્યારે પણ રોડ પર જ ધરણા કરવા બેસી ગયા હતા. ચુનાર ગેસ્ટ હાઉસમાં સમર્થકો સાથે રાતભર ધરણા કરી રહેલા પ્રિયંકા ગાંધીએ હઠ પકડી તેઓ સોનભદ્ર કાંડના મૃતકોના પરિવારજનોને મળ્યા વિના પાછા ફરવાના નથી.

આ દરમિયાન રાત પાડી ગઈ. પ્રિયંકા ગાંધીએ એક પછી એક ટ્વીટ કરીને કહ્યું કે, 'પીડિતોને મળવા જવામાં કોઈ અપરાધ થતો હોય તો યોગી સરકાર મને જેલમા મોકલી શકે છે. ઉત્તરપ્રદેશમાં આદિવાસીઓ પર થતા અત્યાચારની હકીકત જાણવા અને સોનભદ્ર હત્યાકાંડના મૃતકોના પરિવાજનોને સાંત્વના આપવા જતા પ્રશાસને અટકાવીને ધરપકડ કર્યા પછી કલાકો સુધી મને ચુનાર કિલ્લામાં રાખવામાં આવી છે. પ્રશાસને કહ્યું છે કે રૃા. ૫૦ હજારના જામીન આપવી પડશે, અન્યથા ૧૪ દિવસની જેલ થશે. મેં કોઈ અપરાધ કર્યો નથી કે કાનૂન તોડ્યો નથી. સરકારને યોગ્ય લાગે તે પગલા ભરે, પરંતુ પીડિત પરિવારોને મળવા જવાની મારી વાત અડગ છે.'

ચુનાર ગેસ્ટ હાઉસમાં યોગીના પ્રશાસને વીજળીની કોઈ વ્યવસ્થા નહીં કરતા કોંગ્રેસીઓ જનરેટર લઈ આવ્યા હતા. આ કારણે પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા અટકાવાયા હોવાના અહેવાલો ગઈકાલે મોડી રાત્રિ સુધી મીડિયામાં છવાયેલા રહ્યા.

બીજી તરફ પ્રશાસને જાહેરાત કરી કે સરપંચ સહિત ૨૯ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. સોનભદ્રમાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આ સંવેદનશીલ ઘટના પછી જો કોઈ રાજનેતા ત્યાં જાય તો સુરક્ષા, સલામતી અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થાય તેમ છે. આ હત્યાકાંડ જેને લઈને થયો તે જમીન વનવાસીઓ પાસેથી લઈને સોસાયટીના નામે કરી દેવામાં આવી, તે સમયે કોંગ્રેસનું શાસન હતું, તેવો આક્ષેપ ખુદ મુખ્યમંત્રી યોગ આદિત્યનાથે લગાવ્યો, તેથી રાજકારણ વધુ ગરમાયું.

આ સમગ્ર ઘટનાક્રમથી એવું તારણ નીકળે છે કે પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણીમાં પરાજય પછી કોંગ્રેસમાં સંચાર લાવીને પાર્ટીને ઉભી કરવાની તાકાત ધરાવે છે. આ ઘટનાક્રમે એ પણ પુરવાર કર્યું છે કે પ્રિયંકા ગાંધીમાં નેતૃત્વના ગુણો કુદરતી રીતે જ વિકસેલા છે, અને જો તેને કોંગ્રેસનું સુકાન સોંપી દેવામાં આવે તો તે સમગ્ર દેશમાં કોંગ્રેસને દોડતી કરી શકે, તેવી ક્ષમતા ધરાવે છે.

યોગી સરકાર માટે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવાનું કદમ ગઈકાલે ગળાની ફાંસ બની ગયું હતું. જો પ્રશાસને પ્રિયંકા ગાંધીને સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા દીધા હોત તો કદાચ આટલી પબ્લિસિટી ન મળી હોત, જેટલી પ્રસિદ્ધિ અટકાયતમાં લીધા પછી પ્રિયંકા ગાંધીને મળી હતી. આ કારણે જ વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોએ હોબાળો કરતા યોગી બોલી જ શક્યા નહીં, તેથી તેમણે પ્રેસકોન્ફરન્સ કરીને પોતાની વાત મીડિયાના  માધ્યમથી કરવી પડી.

ગઈકાલે ઉત્તરપ્રદેશની આ ઘટનાના પડઘા રાજધાની દિલ્હીમાં પણ પડ્યા. પ્રિયંકા ગાંધીના સમર્થનમાં દેશના અનેક સ્થળોએ પ્રદર્શનો પણ થયા. વિદેશ ગયેલા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પ્રિયંકાને સમર્થન આપ્યું અને યોગી સરકારની ઝાટકણી કાઢી. આમ પ્રિયંકા ગાંધીને અટકાવવા જતા ભાજપ સરકાર જ ભેરવાઈ ગઈ. ચુનારના કિલ્લેથી પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને ચુનૌતી દેતા કોંગ્રેસમાં ચેતનાનો સંચાર થયો છે, તે પાર્ટી માટે સારા સંકેતો છે.

કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ ઘટનાક્રમ પછી પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પ્રમુખ બનાવવાની લાગણી વ્યક્ત કરી છે, કેટલાક રાજકીય પંડિતોના મતે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનું સુકાન સોંપીને પાર્ટીના નવસર્જનની આ ઉત્તમ તક છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription