સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

વેવલેન્થઃ સંબંધોનું સનાતન સત્ય

હલ્લો, હલ્લો, મનુભાઈ... હલ્લો... હા કેકે બોલું... આવ્યો અવાજ...? સાલ્લું નેટવર્ક નહોતું મળતું... આ કંપનીઓ...

*

અભી ન જાઓ છોડકર... પ્રધાનમંત્રી ને કહા હૈ...ગુડ મોર્નિંગ એવરીવન નાઈન્ટી એઈટ પોઈન્ટ થ્રી એફએમ પર હું છું...

હા આ બરાબર છે... આ જામશે ચાલવા દઉં. આપણને રેડ એફએમ જ ફાવે.

તમારે ક્યારેય એવું થયું છે કે ફ્રિકવન્સી મેચ ના થાય એના કારણે મજા બગડી જાય. તમે ટ્યુનીંગ, ફાઈન ટ્યુનીંગ બધા જ ઓપ્શન અજમાવી લો, પણ અંતે તમારે ચલાવી જ લેવું પડે.

હવે વિચારો તમને ક્યારેય માણસો વિશે એવું ફિલ થયું? ના સમજાયું? સમજાવું...

તમને કેટલાક માણસો સાથે વગર પ્રયત્ને ફાવી જાય અને કેટલાક સાથે જાત ઘસી નાંખો તો પણ ન ફાવે એવા અનુભવો થયા છે? થયા જ હશે. પણ આપણે એ વાતનો સ્વીકાર કરવાને બદલે કે આપણી ફ્રિકવન્સી મેચ નથી થતી, એટલે કે લોચા ફ્રિકવન્સીમાં છે માણસમાં નહિ; આપણે માણસને જ જુદા-જુદા વિશેષણથી નવાજીએ છીએ.

કોઇપણ મા જે રસોઈ બનાવે એ સંતાન તરીકે જોવામાં આવે તો અલગ વાત છે, પણ અન્ય કોઈ સ્વાદ પારખુ જીભ તેને નાપાસ કરી શકે. વાત આટલી જ સરળ છે. તમને ન ગમતી સ્ત્રી કે ન ગમતા પુરૂષ સાથે અન્ય વ્યક્તિ પ્રેમલગ્ન પણ કરે અને રાજી પણ હોય, તેને એ વ્યક્તિ દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ લાગતી હોય.

હવે તમારી આસપાસ નજર કરો, તમને આજે અને અત્યારે કહેવામાં આવે કે તમારે ઘરની બહાર નીકળવાનું છે અને કોઈને મળવા જવાનું છે, તો તમને કોનું નામ યાદ આવે છે? ઊદાહરણ તરીકે તમને તમારા કાકાના દીકરાને મળવાનું મન સૌથી પહેલા થાય. કેમ? બીજા કાકા પણ એ જ દિશામાં રહે છે, એમનો દીકરો પણ તમારી જ ઉંમરનો છે, તો કેમ એને નહીં અને પેલાને જ મળવાનું મન થયું?

તમે કહેશો  ત્યાં મજા ન આવે યાર. આ મજા છે એ વેવલેન્થ મેચ થવાની મજા છે. સંબંધ કોઇપણ હોય કાકા, મામા, માસી, મિત્રો પણ વેવલેન્થ જ મુખ્ય ભાગ ભજવે છે. મિત્રોનું ગૃપ બાળપણથી ભલે સાત માથાનું બનેલું હોય, મલાઈવાળા અને પાણીવાળા માથા પોતપોતાના પ્રકારવાળા સાથે વધુ કમ્ફર્ટેબલ હશે. એટલે કે રસરૂચિ, શોખ, દૃષ્ટિકોણ, વગેરે બાબતોમાં સામ્ય ધીમે-ધીમે પોતાની જિંદગીનો વધુ સમય કોને આપવો એ નક્કી કરી આપશે.

આજના સંદર્ભમાં વિચારીએ તો વ્હોટ્સએપમાં તમારું સ્કૂલનું ગૃપ, કૉલેજનું ગૃપ, તમારા શહેરના તમારા પ્રોફેશનલ્સનું ગૃપ વગેરેમાં પણ તમે કેટલીક ચોક્કસ વ્યક્તિ સાથે જ ચેટ કરવામાં આનંદ અનુભવશો. સીધી ફેસબુકમાં જ ઓળખાણ થઇ હોય તો પણ ઓનલાઈન ફ્રેન્ડશીપ વિચારો અને વિચારવાની દિશા મુજબ આપોઆપ ગોઠવાઈ જશે.

જિંદગી ખૂબ ટૂંકી છે એટલે મહત્ત્વની વાત એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિ સાથે તમને એકસરખી જ મજા આવે એ જરૂરી નથી. અને મજાથી જિંદગી જીવવી ખૂબ જરૂરી છે. માટે એ વાતનો સ્વીકાર કરવો એ જ ઉત્તમ ઉપાય છે કે એમની સાથે આપણે નહિ બને. કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે આપણા હર્ટઝ (માપવાનો એકમ) મેચ ન થાય તો હર્ટ થવા કરતા હાર્ટને સમજાવી દેવું.

આપણે વ્યક્તિને સ્વાર્થી, લુચ્ચો વગેરે વિશેષણથી સમ્માનિત કરીએ અથવા તેના વિશે એવો અભિપ્રાય બનાવીએ એના કરતા વેવલેન્થને જ દોષ આપીને આપણા મગજની શાંતિને પ્રાધાન્ય આપીએ તો કેવું? ઘણીવાર આનાથી ઊલટું પણ બનતું હોય છે, તેને મારી સાથે નથી બનતું એટલે દોષ મારામાં જ છે. આવું વિચારનારા એવું વિચારીને પીડાય છે. એમાં પણ વેવલેન્થને જ દોષ આપવો યોગ્ય પણ છે અને વ્યવહારુ પણ છે. કારણ કે જો દોષ સામેની વ્યક્તિમાં છે તો બીજાને કેમ તેની સાથે સારું બને છે? અને જો દોષ તમારામાં છે, તો બીજા સાથે કેમ તમારે સારું બને છે?

વ્યક્તિ લોભી, આળસુ, ક્રોધી, વગેરે જેવા ગુણદોષ લઇને જન્મે છે, જેને આપણે પ્રકૃતિ તરીકે ઓળખીએ છીએ. હવે જો તેનામાં લુચ્ચાઈ છે, તો તમારામાં ધીરજનો અભાવ છે. તે વધુ પડતું બુદ્ધિથી કામ લે છે, તો તમે બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતા એટલે પ્રકૃતિ તો પ્રાણ સાથે જ જવાની તેની સરખામણી કે આરોપ-પ્રત્યારોપથી કશું હાથ લાગવાનું નથી.

હવે પ્રશ્ન એ આવે કે પહેલા બધું બહુ જ મીઠું હોય પણ પછી કડવું થયું હોય તો એનું શું? તો ત્યાં આ વેવલેન્થ સિવાયના ફેકટર્સની અસરો સમજવી રહી. સંબંધની શરૂઆતમાં એ પછી મિત્રતા હોય કે મેરેજ, સાસુ-વહુ હોય કે સસરા-જમાઈ, બોસ-એમ્પ્લોય હોય કે... સૌ એકબીજાને જાણવા અને અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક મજબૂરીમાં તો ક્યારેક ઇચ્છાથી. સમય જતાં જ્યારે પરિસ્થિતિ બદલાય, અનુભવોનો નિચોડ નજર સામે આવે, મજબૂરી ના રહે, ઉંમરનો એક પડાવ જતો રહે, જવાબદારીઓ વધે અથવા ઘટે એવી દરેક બાબતો ચોખાને ચોખા સાથે અને ચણાને ચણા સાથે ગોઠવી આપે.

એટલે કે વેવલેન્થ ઉપરાંત સંબંધને ટકાવતા ઘણાં પરિબળો હોય છે. પણ મજા તો વેવલેન્થ જ આપી શકે. જેમ કે બાળક માટે સાથે જીવી જતા યુગલ એકબીજાને પસંદ કરતા હોય એ જરૂરી નથી અને એવું પણ બને કે પોતાના એકથી વધુ બાળકોમાં પણ એકમેકની પસંદગી અલગ-અલગ હોય. કારણકે મા-બાપનો સંતાન પ્રત્યેનો પ્રેમ ભેદભાવ વગરનો હોય, પણ મજા- આનંદ માટે તો તેમાં પણ ચોઈસ હોય જ. બાળકો માટે સાથે રહેતા યુગલની વાત કરી એ જ રીતે ડિવોર્સ લઇ લેતા યુગલો વિશે વિચારીએ તો તેમણે સ્વીકારી લીધું હોય કે અમને એકબીજાના મોઢે ગમતાં ગીતો સાંભળવા મળવાના નથી. બુદ્ધિમતાનો એ ઉત્તમ તબક્કો છે જ્યારે પરાણે જીવાતી જિંદગીને બદલે મજાથી જીવાતી જિંદગીનો વિકલ્પ પસંદ કરવામા ં આવે, થોડો સમય તેની સાથે જોડાયેલ તકલીફો ઊભી થાય પણ પછી ઘણું સરળ પણ થતું હોય છે. હા એ વાત ચોક્કસ છે કે લગ્ન પ્રકારના સંબંધોમાં ઘણાં લોકોનું હિત-અહિત એક સંબંધ સાથે જોડાયેલ હોય છે માટે પૂરતા પ્રયત્નો પછી જ આવો ગંભીર નિર્ણય લેવાવો જોઈએ. જોકે માણસનું મગજ લાંબો સમય પ્રતિકૂળ વાતાવરણમાં રહેવા ટેવાયેલું નથી હોતું, માટે સાથે રહીને કે અલગ થઇને એ પોતાની મજા શોધી જ કાઢે છે.

નેચરલ વેવલેન્થ અને સમય સાથે બદલાતા સમીકરણો પછી એક મહત્ત્વની વાત આવે કે સામાન્ય રીતે સમાજમાં જોવા મળતાં યુગલો દરેક બાબતની પસંદગીમાં એકબીજાથી અલગ હોય તેવું વધુ જોવા મળે છે, તો એમાં આ વેવલેન્થ ક્યાં અપ્લાય થાય? થાય જ... સાથે હોવું અને સાથે રહેવું એમાં ફર્ક છે. બીજી મહત્ત્વની વાત શું કરવામાં આવે છે એ નહીં શા માટે કરવામાં આવે છે એ મહત્ત્વનું છે. પતિને પંખા વગર ઊંઘ ન આવે અને પત્નીને પંખાથી ઠંડી લાગે ત્યારે બંને એકબીજા માટે અનુકૂલન સાધીને પંખો પાંચની બદલે ત્રણ પર રાખવાનું નક્કી કરે એ વિચારવાની દિશા સૂચવે છે. પસંદ-નાપસંદ અને શોખ, અનુકૂળતા-પ્રતિકૂળતા એ બધું એક એવી વેવલેન્થ સામે પાણી ભરે છે, જેનું નામ છ ે પ્રેમ. અલબત્ત એરેન્જડ મેરેજમાં પ્રેમ કરવા માટે વ્યક્તિ નક્કી કરી દેવામાં આવતું હોવાથી પ્રેમ કરતા સ્વીકાર અને સમર્પણ નામની વેવલેન્થનો રોલ મેજર રહે છે, અને પ્રેમલગ્નમાં પ્રેમ નામની વેવલેન્થને ટેકો આપવા સ્વીકાર અને સમર્પણની જરૂર પડે છે.

આપણે વાત દરેક સંબંધની લઇને બેઠાં હતાં, એટલે માત્ર સ્ત્રી-પુરૂષ સાથે જોડાયેલી વાતોને બદલે ફરી વિશાળ અર્થમાં જોઈએ તો મિત્રતાને એટલે જ કદાચ શ્રેષ્ઠ સંબંધ કહેવાય છે. કારણકે એ માત્ર આ વેવલેન્થને કારણે બને છે અને ટકે છે. તેમાં અન્ય કોઈ સામાજિક માળખાનું ફરજિયાતપણું નથી એટલે એનો આધાર જન્મ, મૃત્યુ કે લગ્નનું પ્રમાણપત્ર નથી, એ તો સ્વિચ ઓન કરો એટલે એક જ સ્ટેશન પર મેચ થાય એવું નહીં, રેડિયો જ આખો મેચ થાય, જે તમને મજા કરાવવા કટિબદ્ધ હોય.

ખેર, વાત માત્ર એટલી કે દુઃખી થવાને બદલે સુખી થવું હોય તો દોષ વ્યક્તિને નહીં વેવલેન્થને આપો. અને એને પણ દોષ શું કામ આપવો, વેવલેન્થના અસ્તિત્વને જ સનાતન માનીને સ્વીકાર કરો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00