| | |

જામનગર જિલ્લાના ૧૧,૮૬૦ ખેડૂતોની મગફળી ખરીદાઈઃ ૯૩ કરોડ ચૂકવાયા

જામનગર તા. ૧૧ઃ સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં ૪૬ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૭ ટકા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે અને ખરીદી પેટે જામનગર જિલ્લામાં ૯૩ કરોડ પ૯ લાખ અને દવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૪ કરોડ ર૯ લાખની રકમની ચૂકવણી કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કર્યા પછી જામનગર જિલ્લામાં રપ,ર૭૬ ખેડૂતોએ મગફળી વેંચાણ માટે નોંધણી કરાવી હતી. તેમાંથી ગઈકાલ સુધીમાં ૧૧,૮૬૦ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી. જેમને ૧ર૦ કરોડ ૬૧ લાખની રકમ ચૂકવવાની થાય છે. તેમાંથી ૯૩ કરોડ ૪૯ લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મગફળી વેંચાણ માત્ર ૧૮,પ૩૩ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જેમાંથી ૬૮૦૯ ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવી છે.

આ ખેડૂતોને ૭૬ કરોડ ૧૦ લાખની રકમ ચૂકવવાની થાય છે. તેમાંથી રૃપિયા પ૪ કરોડ ર૯ લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે. જો કે હજુ અડધાથી વધુ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની બાકી રહેતી હોય, આ કામગીરી આવતા માસ સુધી ચાલશે તેમ જણાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit