| | |

૫રવાનાવાળા હથિયાર અંગે જાહેરનામું

જામનગર તા. ૧૪ઃ ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા. ૧૦-માર્ચ-ર૦૧૯ ના લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને જામનગર જિલ્લાના આત્મરક્ષણ તથા પાક રક્ષણના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના) એ તેમના પરવાનાવાળા હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા પર જામનગર જિલ્લાના અધિક મેજી. રાજેન્દ્ર સરવૈયાએ ફોજદાર કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ન કલમ-૧૪૪ (એ) તળે તેમને મળેલ સત્તાની રૃએ જાહેરનામું બહાર પાડ્યું છે. જામનગર જિલ્લાના ફરજની રૃએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા તથા સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજૂર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ, તમામ મેજી., કર્મચારીઓ અને ફરજની રૃએ હથિયાર ફાળવવામાં આવેલ છે તેવા હોમગાર્ડના જવાનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit