close

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લો કોરોનાની નાગચુડમાં સપડાયો છે. દરરોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આજે બપોર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧ર કેસ નોંધાયા છે. જેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોના સંક્રમણ સતત અને તેજ ગતિએ વધી રહ્યું છે. તંત્રની વ્યાપક કોશિશ છતાં આ રોગચાળો અંકુશમાં આવતો નથી. આ માટે કેટલાક અંશે લોકો પણ જવાબદાર છે. લોકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. ... વધુ વાંચો »

Jul 10, 2020
પોલીસની ગાડી પલટી ગઈ અને હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસઃ પોલીસનો દાવોઃ કાનપુર તા. ૧૦ઃ ઉત્તરપ્રદેશમાં આઠ પોલીસ મેનોના સામૂહિક હત્યાકાંડનો આરોપી ગેન્ગસ્ટર વિકાસ દુબે કાનપુર પાસે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે. પોલીસની ગાડી વરસાદમાં પલટી ખાઈ જતા તકનો લાભ લઈને પોલીસનું હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કર્યો અને સામ સામા ગોળીબારમાં તે મરાયો હોવાનો દાવો પોલીસે કર્યો છે. ઉત્તરપ્રદેશમાં આઠ પોલીસકર્મીઓની સામૂહિક હત્યાનો માસ્ટરમાઈન્ડ આરોપી વિકાસ દુબે ... વધુ વાંચો »

Jul 10, 2020
દેશમાં કેટલાક સ્થળોએ કર્મચારીઓ પર હુમલા થયા હતાંઃ નવી દિલ્હી તા. ૧૦ઃ દેશમાં કેટલાક સ્થળોએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ સંદર્ભે કેન્દ્રિય નાણામંત્રાલયે રાજ્ય સરકારોને બેંકના કર્મચારીઓની સુરક્ષા-સલામતિના સઘન પ્રબંધો કરવા અપીલ કરી છે. દેશના કેટલાક ભાગમાં બેંકરો પર હુમલાની ઘટનાને પગલે બેંક અધિકારીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા નાણામંત્રાલયે રાજ્યને અપીલ કરી છે. નાણાકીય સેવાના વિભાગે રાજ્યના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ... વધુ વાંચો »

Jul 10, 2020
મન મોર બની થનગનાટ કરે... મોર નયનોમાં વસવાટ કરે... સમગ્ર સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીકાર વર્ષાથી સમગ્ર જનજીવનમાં નવો સંચાર થયો છે. ચોતરફ હરિયાળી અને ખળખળ પાણી વહી રહ્યા છે અને વરસાદની ખુશનુમા મૌસમમાં મોરનો થનગનાટ અને કોયલનો ટહૂકો ન સંભળાય તેવું બને ખરા? ગામના સિમાડા હોય કે ખેતરોના સેઢા કે પછી ગામે ગામના મંદિરોના પટાંગણ મયુર નૃત્ય અને પંખીઓના ટહૂકાથી વાતાવરણ ગ્ુંજતું રહેતું હોય છે, ત્યારે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર પણ પોતાની સંગીની ... વધુ વાંચો »

Jul 10, 2020
કોંગી નેતાએ વિસ્ફોટક આક્ષેપો કરતા ખળભળાટઃ સરકાર પર તડાપીટઃ રાજકોટ તા. ૧૦ઃ કોંગી નેતા લલિત કગથરાએ સરકારના આરોગ્ય વિભાગ અને તંત્રો પર આંકડા છૂપાવવા અને ખોટા બતાવવાના વિસ્ફોટક આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. કોરોના મહામારીના ખપ્પરમાં ગુજરાત દિવસે ને દિવસે ઉતરી રહ્યું છે. અમદાવાદ પછી હવે રાજકોટ અને સુરતમાં કોરોના વાઈરસ પોતાનો જોરદાર પરચો બતાવી રહ્યું છે. બીજી બાજુ તંત્ર પણ કોરોનામાં આંકડા છૂપાવતા હોવાના આરોપ સાથે કોંગ્રેસ ... વધુ વાંચો »

Jul 10, 2020
ર૪ કલાકમાં ર૬ હજારથી વધુ કેસ નોંધાયા નવી દિલ્હી તા. ૧૦ઃ દેશમાં કોરોનાના કેસનો આંકડો આઠ લાખ તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ર૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭ લાખ ૯૪ હજાર ૬૬૩ થઈ ગઈ છે, અને આઠ લાખ તરફ આંકડો જઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ૪૩ ટકા મોત એવા દર્દીઓના થયા છે, જેમની ઉંમર ૩૦ થી પ૯ વર્ષની વચ્ચે હતી. ... વધુ વાંચો »

Jul 10, 2020
બીપીનો હિસ્સો ૪૯ ટકા, આરઆઈએમનો હિસ્સો પ૧ ટકાઃ મુંબઈ તા. ૧૦ઃ દેશના મહાકાય ઉદ્યોગ ગ્રુપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએન) તથા યુકે બેઈઝ્ડ ઓઈલ અને ગેસ કંપની 'બીપી' વચ્ચે ફ્યુઅલ અને મોબીલીટી જોઈન્ટ વેન્ચરની ઘોષણા કરવામાં આવી છે જેનું નામ રિલાયન્સ બીપી મોબીલીટી લિમિટેડ (આરબીએમએલ) રહેશે. આ સંયુક્ત સાહસમાં બીપીએ આરઆઈએલને એક બિલિયન ડોલર ચૂકવ્યા છે અને તેનો કિસ્સો ૪૯ ટકા રહેશે, જ્યારે આરઆઈએલ પાસે જોઈન્ટ વેન્ચરનો પ૧ ટકા હિસ્સો રહેશે. 'જિયો-બીપી' બ્રાન્ડ ... વધુ વાંચો »

Jul 10, 2020
પાર્કિંગનો અભાવ અને દંડાય છે માત્ર ને માત્ર ટુ-વ્હીલરવાળા જ જામનગર તા. ૯ઃ જામનગર શહેરમાં વાહનોને પાર્કિંગ કરવાની સૌથી મોટી સમસ્યા છે. માર્ગો પર દુકાનો આગળ ટુ-વ્હીલર વાહનો ઊભા રાખ્યા પછી વધારે વાહનો આવે તો ક્યાં રાખવા? કોમર્શિયલ કોમ્પલેક્ષોના પાર્કિંગ તો મનપાની મીઠી નજર હેઠળ હંમેશાં તદ્ન નામપૂરતા અને ક્યારેય ઉપયોગમાં ન આવે તેવા જ છે. વરસાદના કારણે પણ ટુ-વ્હીલર વાહનોને પાર્ક કરવાની સમસ્યા વધુ જટિલ બની છે. વધુ વાંચો »

Jul 10, 2020
આવું તો દર વરસે થાય, થાયને થાય જ જામનગર શહેરની મધ્યમાં જયશ્રી ટોકિઝવાળો માર્ગ વરસાદની સિઝનમાં હંમેશાં સમસ્યાનું કારણ બની રહ્યો છે. આ માર્ગ પર દર વરસે માત્ર અડધો-એક ઈંચ જેવો વરસાદ પડે ત્યાં તો ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે. તેમાંય આ વરસે તો છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડતા આખો માર્ગ જ બબ્બે-ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણીમાં ગરક થઈ ગયો હતો, અને આ માર્ગની ભૌગોલિક સ્થિતિ કે લેવલની સ્થિતિ એવી છે કે, ... વધુ વાંચો »

Jul 10, 2020
શાસકોના નાકની નીચે આવી દુર્દશા છતાં મરામતના એંધાણ નથી જામનગર મહાનગર પાલિકાના ભીડભંજન મહાદેવની સામે આવેલા ગેઈટની બરાબર સામે રોડ પર જ મોટો ખાડો જોવા મળી રહ્યો છે. અહીંથી તળાવની પાળ તરફ  જતા માર્ગે પડેલો ખાડો કોઈ વૃક્ષ ઉખડી જતા પડ્યો હોય તેમ જણાય છે આ જ માર્ગે આગળની સડકમાં પણ ખાડા-ખડબા દેખાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને વટેમાર્ગુઓને ભારે પરેશાની થઈ રહી છે. જામનગર મહાનગર પાલિકાની મુખ્ય કચેરી પાસે જ ... વધુ વાંચો »

Jul 10, 2020
રણજીતસાગર ડેમ અને રણમલ તળાવમાં નવા પાણીની આવક આવતા અને ડેમ ઓવરફલો થતા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા પાણીના વધામણાં કરવામાં આવ્યા હતાં. આ સમયે મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઈ કરમુર, સ્ટે. કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા, ભાજપ શહેર મહામંત્રી વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટર પ્રવિણભાઈ માડમ, કેશુભાઈ માડમ, અતુલભાઈ ભંડેરી, જયેન્દ્રસિંહ ઝાલા હાજર રહ્યાં હતાં.  (તસ્વીરઃ નિર્મલ કારિયા) વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં મેઘરાજાનું જોર ઘટ્યા પછી ગઈકાલે ચારેક તાલુકા મથકમાં હળવા ઝાપટાં વરસ્યા હતાં. જામનગરમાં ગત્ શનિવારથી પ્રારંભ થયેલા ધોધમાર વરસાદ વરસ્યા પછી મેઘરાજાએ વિરામ લેતા વરાપ નીકળ્યો છે, જો કે હજુ ક્યાંક-ક્યાંક છવાયા ઝાપટાં વરસી રહ્યા છે. આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામનગરમાં ૧૩ મી.મી., ધ્રોળમાં ૮ મી.મી., લાલપુરમાં ૪ મી.મી. અને જામજોધપુરમાં છાંટા પડ્યા હતાં. તો તાલુકાના ગ્રામ્ય પંથકમાં વસઈમાં ૮ મી.મી., દરેડમાં ૧૦ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકામાં સાડાત્રણસો જેટલા વીજથાંભલા પડી ગયા છે, સાત જેટલા ટ્રાન્સફોર્મર બળી ગયા છે તેમજ અનેક સ્થળે વીજવાયરો તૂટી પડ્યા છે. આ સંજોગોમાં જિલ્લાના ગ્રામ્ય પંથકના ખેડૂતો, ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખંભાળિયા, ભાણવડ મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે કાર્યપાલક ઈજનેરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ અંગેની તમામ કામગીરી યુદ્ધના ધોરણે કરવા રજૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના અંદાજે ૩પ૦ જેટલા વીજપોલ તૂટી જવાના કે ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દસ્તાવેજ નોંધણી કરાવવા ઈચ્છતા તમામ અરજદારો-પક્ષકારો તથા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલ વકીલો, બોન્ડ રાઈટરો અને ઈ-સ્ટેમ્પિંગ સેન્ટર ધારકોને જાણ કરવામાં આવે છે કે પક્ષકારો/ અરજદારો માટે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાનું ફરજીયાત છે. એપોઈન્ટમેન્ટ શિડ્યુલ્ડમાં ઉપલબ્ધ 'ષ્ઠરટ્ઠહખ્તી ર્છૅૅૈહંદ્બીહં જીર્ઙ્મં' નો દુરઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા 'ઝ્રરટ્ઠહખ્તી ર્છૅૅૈહંદ્બીહં જીર્ઙ્મં'નું ઓપ્શન બંધ કરવામાં આવેલ છે. અરદારએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લીધેલ એપોઈન્ટમેન્ટ મુજબ આકસ્મિક કારણોસર જે તે સમયે હાજર ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયામાં પોલીસ તંત્ર દ્વારા નવા પી.આઈ. જી.આર. ગઢવીએ આવતાની સાથે બે દિવસ સુધી માસ્કનો સપાટો બોલાવતા દંડની વસુલાત કરતા અને તંત્ર કડક થતાં લોકો માસ્ક પહેરવા લાગ્યા હતાં. પણ ફરી તંત્ર ઢીલું થઈ જતાં તથા જિલ્લામાં હજુ કોરોના પોઝિટિવના માત્ર ૩૦ કેસ જ હોય, લોકો ગંભીરતા ભૂલી જતાં ગઈકાલે સાંજે મુખ્ય બજારમાં અસંખ્ય લોકો માસ્ક વગર રખડતા નજરે ચડતા હતાં. ખંભાળીયામાં નાસ્તાની રેંકડી-લારીઓમાં એક ફૂટથી પણ ઓછા અંતરે નાસ્તો કરતા લોકોની સ્થિતિ ભારે ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગર તાલુકાના ફલ્લા અને અલીયા ગામમાં નવા પશુખાનાના બિલ્ડીંગના કામ સરકારે મંજુર કરતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડની રજુઆતને સફળતા મળી છે. ફલ્લા ગામમાં રૃા. ૪૯,૪૫,૦૦૦ના ખર્ચે તથા અલીયા ગામમાં રૃા. ૩૯,૫૪,૦૦૦ના ખર્ચે નવા બિલ્ડીંગોનું નિર્માણ થશે. જેમાંથી ફલ્લામાં કામ પૂર્ણતાના આરે છે જ્યારે અલીયામાં કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત જામવણથંલીના પશુ દવાખાનાના બિલ્ડીંગનું રીપેરીંગનું કામ રૃા. ૧૫,૫૮,૪૪૦ના ખર્ચે મંજુર કરવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નવા કેસ નોંધાતા કલેક્ટર રવિશંકરે જામનગર શહેર-જિલ્લામાં ૬ નવા કોન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કર્યા છે. લોકોએ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની સાવચેતી રાખવી જરૃરી છે. કોરોનાના કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ કોન્ટેઈનમેન્ટ એરિયામાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક કબીર આશ્રમ કૃપા નં. ૧૯ થી રર તથા અન્ય ૧ રહેણાંક મકાન સહિત કુલ પ રહેણાંક મકાનોનો વિસ્તાર, ખોજાવાડ લાલખાણ ગરીબે ... વધુ વાંચો »

Jul 10, 2020
અબોટી બ્રાહ્મણોએ કર્યું નૂતન ધ્વજારોહણ દ્વારકા યાત્રાધામમાં એક સપ્તાહ પહેલાં ભારે તોફાની પવન અને અતિવૃષ્ટિને કારણે મંદિર શીખર ઉપર થતા ધ્વજાજીનો દંડ તૂટી ગયો હતો પરંતુ વરસાદી વાતાવરણના કારણે એક સપ્તાહ ધ્વજાજીનું સોપારી દંડ ઉપર અહોરણ થયું હતું. આજે સવારથી ઉઘાડ નીકળતા ગુગળી જ્ઞાતિ દેવસ્થાન સમિતિ અને ભારતીય પુરાતત્ત્વ વિભાગની સંયુક્ત કામગીરી થતા વર્ષોથી ધ્વજાજીનું આહોરણ કરતા અબોટી જ્ઞાતિના ભરતભાઈ ત્રિવેદી અને અશોકભાઈ વિગેરેએ ધ્વજાજી દંડનું પુનઃ નિર્માણ કરી ધ્વજાજી આજે સવારથી ... વધુ વાંચો »

Jul 10, 2020
વરસાદ થંભી ગયા પછી હવે હાલારમાં હાલારમાં આ વખતે મેઘાએ હેત વરસાવ્યું કે હરખમાં આવીને અતિરેક કર્યો, તે સમજાય નહીં તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભારે વરસાદ થતાં એક ઝાટકે મોટા ભાગના મોટા-મોટા જળાશયો-ડેમોથી માંડીને ચેકડેમો, તળાવો, નદી-નાળા છલકાવી દીધા તેથી આપણે નિશ્ચિત બન્યા અને પીવાના પાણીની દોઢ-બે વર્ષની વ્યવસ્થા થઈ ગઈ. તદુપરાંત પાછોતરો વરસાદ ખેંચાય, તો પણ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ ગઈ. જળાશયો ભરેલા હોવા ઉપરાંત ભૂગર્ભની જળસપાટી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં ૩.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ પહોંચી જતા ગરમીમાં આંશિક વધારો થયો હતો. જામનગરમાં મેઘરાજાએ વિરામ લેતા તાપમાનમાં હવે ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ૩.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં નજીવા ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન રપ.૮ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીમાં આંશિક વધારો થયો હતો. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહ્યું હતું. ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ કલ્યાણપુરના ગાંધવીમાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં બાંધકામ ચાલી રહ્યું છે, તેમાં સહયોગ આપો તે પ્રકારના લખાણ સાથે સોશ્યલ મિડીયામાં ફરતાં થયેલા અહેવાલને મૂળ મંદિરના સંચાલક ટ્રસ્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. સોલ ટ્રસ્ટી જામસાહેબે ભાવીકો સાથે છેતરપીંડીનો પ્રયાસ થતો હોવાની વિગત આપી છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં આવેલા જામનગરના જામ ધર્માદા સંસ્થા સંચાલીત હરસિદ્ધિ માતાજી મંદિરના ફોટા મુકી કોઈ વ્યક્તિઓ દ્વારા સોશ્યલ મિડીયામાં તે મંદિરના ચાલી રહેલા બાંધકામમાં દાન આપવા ... વધુ વાંચો »

Jul 10, 2020
દ્વારકા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરના પ્રમુખ પ્રવેશદ્વારોને સાંકળતા રસ્તાઓ અને મહત્ત્વના વિસ્તારોમાં ત્રણ દિવસથી વરસાદી પાણીના ભરાવા તેમજ વીજળી ગુલ થવા જેવી બાબતોને સાંકળતા મુદ્દાઓ સાથે દ્વારકા નગરપાલિકા વિરૃદ્ધ દ્વારકાના એડવોકેટ સુનિલ અનંતરાય જોષી દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને સી.આર.પી.સી. કલમ-૧૩૩ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ સુનિલ એ. જોષી દ્વારા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓ સામે દ્વારકા પ્રાંત અધિકારીને કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત્ તા. ૪ થી ૮ સહિતનાઓ સામે દ્વારકા ... વધુ વાંચો »

Jul 10, 2020
નવી દિલ્હી તા. ૧૦ઃ યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવા કોંગી નેતા રાહુલ ગાંધીએ માંગણી કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અરવિન્દરસિંહે પણ આ અંગે વિરોધ દર્શાવી કેન્દ્રને પત્ર લખવાની વાત કરી છે. યુ.જી.સી.ની નવી ગાઈડલાઈન પછી આ પ્રકારના પ્રત્યાઘાતો સામે આવ્યા છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં ઓગસ્ટના બીજા સપ્તાહમાં કોલેજના અભ્યાસક્રમોના છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે તેવા અહેવાલો આવી રહ્યા છે. ઓનલાઈન કે એનસીક્યૂનો વિકલ્પ નહીં મળે અને પેપર બે કલાકનું હશે, તેમ જાણવા મળે છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ લાંબા સમયગાળા પછી આજથી જામનગર મુંબઈ વચ્ચે વિમાન સેવા શરૃ કરવામાં આવી રહી છે. સપ્તાહમાં બે વખત આ સેવાના મુસાફરોને લાભ મળશે. કોરોનાની બિમારી અને લોકડાઉનના કારણે હવાઈ મુસાફરી સેવા બંધ કરી દેવામાં આવી હતી. લાંબા સમયગાળાના અંતે આજથી તેનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે. દર બુધવારે અને શુક્રવારે જામનગર-મુંબઈ વચ્ચે વિમાન સેવા મળશે. આજે પ્રથમ વિમાન મુંબઈથી જામનગર આવી રહ્યું છે જો કે, ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળિયા તા. ૧૦ઃ કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે જુલાઈ માસમાં તા. ૧૦ થી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનએફેએસએનું વિતરણ શરૃ કરવામાં આવનાર છે, જો કે આ વિતરણ વિનામૂલ્યે નથી તેમ જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાએ એક યાદી મારફત જણાવ્યું છે. જેમના રાશન કાર્ડનો છેલ્લો આંક ૧ હશે તેમને તા. ૧૭ ના ર નંબરના છેલ્લા અંકવાળા રાશનકાર્ડ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજી ટર્મના એક વર્ષના શાસન દરમિયાન વિકાસના કાર્યોની ઝળહળતી સિદ્ધિઓનો પત્ર ઘર ઘર સુધી પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરપાલિકા દ્વારા જે અભિયાન શરૃ કરાયું છે તેના ભાગરૃપે વોર્ડ નં. ૩ વિકાસગૃહ વિસ્તાર અને વોર્ડ નં. ૪ ગાયત્રી ચોક, નવાગામ (ઘેડ) વિસ્તારમાં રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) ની આગેવાનીમાં શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા તેમજ મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે લોકોને તેમજ ખેડૂતો અને માલધારીઓને નુક્સાન થયું છે. આ તમામ બાબતોમાં તાત્કાલિક સર્વે કરાવી નુક્સાન અંગે સહાય આપવા ખંભાળિયા-ભાણવડ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાથી ખેડૂતોને, માલધારીઓ તેમજ અન્ય ગરીબ ઝુંપડામાં રહેતા લોકોને ભારે નુક્સાન થવાથી નુક્સાનનું સર્વે કરાવવા તેમજ વળતર ચૂકવી આપવા આ વિસ્તારના લોકો દ્વારા માંગણીઓ કરવામાં આવી ... વધુ વાંચો »

Jul 10, 2020
દ્વારકા તા. ૧૦ઃ દ્વારકા શહેરમાં આવેલાં ભદ્રકાલી રોડ, પોસ્ટ ઓફિસ રોડ, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ હાઈવે સહિતના રસ્તાઓ પર ત્રણ દિવસના અવિરત વરસાદને લીધે તેમજ રાવળા તળાવ છલકાયા બાદ પાણીનો નિકાલ ન થતાં ત્રણ દિવસથી આ વિસ્તારોના રહેવાસીઓ તેમજ ધંધાર્થીઓ ગોઠણડુબથી કમરડુબ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના ધંધાર્થીઓને પાણીના ભરાવાને લીધે લાખો રૃપિયાની નુકસાની પણ વેઠવી પડી હોય, આ અંગે પાણીના ભરાવાનો તાત્કાલિક નિકાલ થાય તે હેતુ સ્થાનીય વેપારીઓ તેમજ રહેવાસીઓ દ્વારા પૂર્વ ... વધુ વાંચો »

Jul 10, 2020
ફાયર અને એનડીઆરએફની ટુકડીને ત્રણ દિવસની શોધખોળ પછી મળ્યો મૃતદેહ જામનગર તા. ૧૦ઃ જામનગરમાં મંગળવારે ભારે વરસાદ વચ્ચે રંગમતી-નાગમતી નદીના ઉભરાયેલા પાણીમાં ગાંધીનગર નજીકના પુનીત નગર પાસેથી એક બાળકી તણાઈ ગઈ હતી. તેણીની ત્રણ દિવસની શોધખોળ પછી આજે મૃતદેહ ગારા-કીચડમાં ખુંપેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. કરાવ્યું છે. જામનગર શહેરમાં ગયા મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો તેમજ ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ વરસતાં રણજીત સાગર ડેમ ... વધુ વાંચો »

Jul 10, 2020
નગરમાંથી અડધી બોટલ સાથે કારખાનેદાર ઝબ્બેઃ જામનગર તા. ૧૦ઃ જામજોધપુરમાંથી પોલીસે ઘેલડા ગામના નિવૃત્ત આર્મીમેનને અંગ્રેજી શરાબની દસ બોટલ સાથે પકડી પાડ્યો છે જ્યારે નગરના હિરજી મીસ્ત્રી રોડ પરથી ગઈરાત્રે પોલીસે કારખાનેદારને શરાબની અડધી બોટલ સાથે ઝડપી લીધા છે. જામજોધપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતા જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના એકસ આર્મીમેન રણછોડભાઈ કારાભાઈ કદાવલાને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સના કબજામાં રહેલી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના દરબારગઢ પાસે ગઈકાલે સાંજે ચાર શખ્સે અગાઉની માથાકુટનો ખાર રાખી એક યુવાન પર હુમલો કરી છરાથી ઈજા પહોંચાડી હતી જ્યારે રેસ્ટોરન્ટમાં ખુરશીની બાબતે બોલાચાલી થયા પછી એક યુવાન પર બે શખ્સે છરીથી હુમલો કર્યો હતો અને પાવર પ્લાન્ટની ઓફિસમાં ઘુસી એક શખ્સે તોડફોડ સર્જી હતી. જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ભોયવાડા પાછળ આવેલા વાઘેર વાડાની મચ્છી પીઠમાં રહેતો અસગર હાસમ ગંઢાર ગઈકાલે સાંજે દરબારગઢ પાસે આવેલા મેડિકલ નજીકથી જતો ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે એક એપાર્ટમેન્ટમાંથી ટુ વ્હીલર ચોરાઈ ગયું છે જ્યારે ખંભાળીયા નાકા બહાર એક કોમ્પ્લેક્ષ નજીકથી ગઈકાલે એક મોટરસાયકલ ઉપડી ગયું છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરના ગોકુલનગર જકાત નાકા ૫ાસે આવેલા પેટ્રોલપંપ પાછળના પ્રકાશ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ અરજણભાઈ વરૃ નામના આસામીએ પોતાનું જીજે-૩૭-ડી-૪૩૨૧ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા. ૨૪જુનની બપોરે દોઢેક વાગ્યે પોતાના એપાર્ટમેન્ટના પાર્કીંગમાં મુક્યું હતું. ત્યાંથી રાત્રીના નવ વાગ્યા સુધીમાં રૃા. ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરની મથુરા સોસાયટીમાં ગઈરાત્રે જાહેરમાં તીનપત્તી રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતાં જ્યારે ગુલાબનગર તેમજ ધ્રોલમાં જાહેરમાં વર્લીના આંકડા લેતા ચાર શખ્સ પોલીસની ગીરફતમાં આવ્યા હતાં. કુલ રૃા. પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મથુરા સોસાયટીની શેરી નં. ૬ પાસે ગઈરાત્રે કેટલાક શખ્સો જાહેરમાં એકત્રીત થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી ઉદ્યોગનગર પોલીસ ચોકીના સ્ટાફને મળતા રાત્રે પોણા વાગ્યે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરના એક મહિલાએ ભાયાવદરમાં રહેતા સસરા, દીયર અને બે નણંદે અત્યંત અંધશ્રદધાથી પીડાઈ પહેરેલા કપડે ત્રણ સંતાન સાથે ઘરમાંથી કાઢી મૂકતા આ પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે. તેણીના પતિના નિધન પછી પુત્રને આ મહિલા ભરખી ગયાની મનમાં ઘર કરેલી આશંકાએ માતા-સંતાનોને પરેશાન કરી નાખ્યા હતાં. જામજોધ૫ુર શહેરમાં શાંતિનગર નજીક આવેલા રબારી પાળામાં રહેતા પુંજાભાઈ ભીખાભાઈ સોલંકીના પુત્રી પાર્વતીબેન (ઉ.વ. ૩૭) ના લગ્ન થોડા વર્ષો પહેલાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરના ડોકામરડાનેસમાં રહેતા એક રબારી યુવાન ગયા મંગળવારે વરસતા વરસાદ વચ્ચે મોટરસાયકલમાં દરણું દળાવવા ગયા હતાં. તેઓ વાસજાળીયાની નદી પરના પુલ પરથી વહેતા પાણીમાંથી મોટરસાયકલ કાઢવા જતા તણાઈ ગયા હતાં. તેઓનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો છે. જામજોધપુર તાલુકાના ડોકામરડાનેસમાં વસવાટ કરતા કાનાભાઈ લખમણભાઈ કોડીયાતર (ઉ.વ. ૨૬) નામના રબારી યુવાન ગયા મંગળવારે સમગ્ર જામનગર જિલ્લામાં ધોધમાર વરસી રહેલા વરસાદમાં પોતાના ઘરે હતા ત્યારે સાંજે તેઓએ લોટ દળાવવા જવાની જરૃરિયાત જણાતા તેઓ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ગયા રવિવારે એક બાઈકને મોટરે ઠોકર મારતા બાઈકચાલક મોટા થાવરીયા ગામના યુવાનનો પગ ભાંગી ગયો હતો. જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના અશોકભાઈ અમુભાઈ મકવાણા (ઉ.વ. ૪૦) ગઈ તા. ૫ની સવારે જીજે-૧૦-એએ-૨૬૮૪ નંબરના મોટરસાયકલમાં જામનગર આવ્યા હતાં. ત્યાંથી પરત જવા માટે અશોકભાઈ રવાના થયા ત્યારે ઠેબા ચોકડીથી આગળ મોટા થાવરીયા ગામ તરફ જીજે-૩૬-એફ-૬૬૧૭ નંબરની દોડી આવેલી મોટરે સામેથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં અશોકભાઈ મોટરસાયકલ ... વધુ વાંચો »

Jul 10, 2020
દેવભૂમિ દ્વારકા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૃએ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે જીજ્ઞેશ સવદાસભાઈ નકુમનું ઘર કુલ વસ્તી-૭ ને કન્ટેન્મેન્ટ ઝોન તથા ખીરસરા ગામના કુલ ૧૪૫૬ની વસ્તી ધરાવતા ૩૪૦ ઘરને બફરઝોન જાહરે કરેલ છે. આ ઉપરાંત ભાણવડ તાલુકાના આંબરડી ગામે પણ કોરોના પોઝિટિવ કેસ આવતા આંબરડી ગામે કાંતિલાલ શામજીભાઈ સોનગરાના ઘર સહિત કુલ-૮ ઘર વસ્તી ૪૪ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જોડીયા તાલુકાના તારાણા ગામમાં આવેલા એક શખ્સના મકાનમાં એલસીબીએ આજે દરોડો પાડી અંગ્રેજી શરાબનો જથ્થો પકડ્યો છે. તેની સાથે મકાન માલિક સહિત બેની અટકાયત કરાઈ છે. તેઓએ સપ્લાયરનું નામ આપ્યું છે. શરાબ તેમજ તેના વેચાણમાંથી આવેલી રકમ મળી રૃા. અડધા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફ દ્વારા આજે કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં સ્ટાફના ફીરોઝ દલ, નિર્મળસિંહ બી. જાડેજા, વનરાજ મકવાણાને બાતમી મળી હતી કે જોડીયા ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ ભાણવડના મોડપરમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી ચાર શખ્સને ગૌશાળા પાસે જાહેરમાં જુગાર રમતા પકડ્યા છે. પટ્ટમાંથી રોકડ તથા ત્રણ મોબાઈલ મળી રૃા. પંદર હજારનો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જુગારની મહેફીલ જમાવીને બેઠા હોવાની બાતમી પરથી ભાણવડ પોલીસે મોડપરમાં ગૌશાળા પાસે દરોડો પાડ્યો હતોે. આ દરોડામાં ગંજીપાના વડે તીનપત્તી રમી રહેલા રાજુ ભીખાભાઈ ચાવડા ઉર્ફે માઈકલ ... વધુ વાંચો »

Jul 10, 2020
ભાટીયા તા. ૧૦ઃ ભાટીયાની જય મુરલીધર ગૌસેવા સમિતિ દ્વારા નિરાધાર, બીમાર, ઈજાગ્રસ્ત અને અશક્ત ગાય માતાની સેવા કરવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ છે. હાલ છેલ્લા થોડા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ગૌમાતા સહિત મુંગા પશુઓની હાલત કફોડી થઈ છે. ત્યારે જો કોઈ અશક્ત, બીમાર, નિરાધાર કે ઈજાગ્રસ્ત ગાય નજરે પડે તો મો.નં. ૯૦૯૯૯ ૭૭૪૫૭, ૯૯૧૩૪ ૧૧૯૩૪, ૯૨૭૪૪ ૭૩૧૮૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયામાં બે દિવસમાં ૩૩ ઈંચ વરસાદના પગલે એક તો પહેલેથી જ ખાડા પડેલ, તેમાં વરસાદના પૂરથી ખાડા વધુ મોટા થયા હતાં. ખંભાળીયામાં નગરગેઈટ, જોધપુર ગેઈટ, પોરબંદર રોડ, દા.સું. ગર્લ્સ હાઇસ્કૂલ પાસે, પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મોટા ખાડા પડતા તથા ગટરો અને વરસાદના પાણીથી ઝરણા જેવી સ્થિતિ થવાના અખબારી અહેવાલોથી તંત્ર દોડ્યું હતું. આ ખાડામાં મોરમ, કાંકરી નાખીને પુરવાનો પ્રયાસ કર્યો હતો. તથા ખંભાળીયામાં પાલિકા સંચાલિકા દા.સું. કન્યા શાળા પાસે ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયામાં ૩૩ ઈંચ વરસાદ બે દિંવસમાં પડ્યા પછી પણ નદીઓમાં પૂરને કારણે ખંભાળીયાના સલાયાથી ગોઈંજ બારા વિગેરે ગામોના રસ્તા પર જતા કોઝવે પર આઠ-દસ ફૂટ પાણી ફરી વળ્યા હતાં. હાલ બે દિવસથી વરસાદ બંધની સ્થિતિમાં પણ આ કોઝવે પરથી ૩થી ૪ ફૂટ પાણી વહી રહ્યાં છે. ચાર દિવસથી આ રસ્તો બંધ છે. નજીકના વિસ્તારોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતાં. ખંભાળીયાના સલાયાથી ગોંઈજ - બારા સહિતના આઠેક ગામને જોડતા આ ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયા શહેરમાં આધુનિક સુવિધાના નામે રાજય સરકાર દ્વારા ૪૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના શરૃ કરાયેલી તથા તેનું કામ અધૂરૃં રાખીને બળતું ઘર કૃષ્ણાર્પણની જેમ ખંભાળીયા પાલિકાને તેનું ટેસ્ટીંગ કરીને ચાલુ કર્યા વિના સોંપી દેવાનું નક્કી થયું હતું. પાલિકાએ ઠરાવ કરીને સંભાળવાનું પણ નક્કી કરેલું છે. ત્યારે બે દિવસ ભારે વરસાદને કારણે આ ભૂગર્ભ ગટરના મેઈન હોલ જે ઢાંકણાથી ઢાંકી દેવાયેલા છે, તેમાં ઢાંકણા ઉપાડીને પાણી સાથે ગંદુ પાણી તેમાંથી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત અને સંગીતનો શોખ ધરાવતા પ્રકાશભાઈ મહેતાએ સ્ટારમેકર એપના માધ્યમથી બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કુમાર શાનુ સાથે ઓનલાઈન જુગલબંધી કરી પોતાની પ્રતિભાની સુવાસ ફિલ્મી સંગીતની ક્ષિતિજ સુધી ફેલાવી છે. પ્રકાશભાઈ અને કુમાર શાનુએ વિનોદ ખન્ના અભિનીત ફિલ્મ 'જુર્મ'નું પ્રસિદ્ધ ગીત 'જબ કોઈ બાત બિગડ જાએ' ડ્યુએટ રૃપે ગાઈને અનોખી જુગલબંધી કરી હતી. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ સૈનિક સ્કૂલ બાલાચડીના પ૯મા સ્થાપના દિવસની તા. ૮-જુલાઈ-ર૦ર૦ ના ઓનલાઈન ઉજવણી કરવામાં આવી. આ સ્કૂલની સ્થાપના ૮-જુલાઈ-૧૯૬૧ મા જામનગરમાં કરવામાં આવી હતી અને ૭-માર્ચ-૧૯૬પ થી હાલના સ્થાન (બાલાચડી) માં કાર્યરત છે. સ્કૂલ સ્થાપના દિવસ નિમિત્તે શૈક્ષણિક વર્ષ-ર૦ર૦-ર૧ માટેના પદગ્રહણ સમારોહ ઓનલાઈન મોડ દ્વારા યોજાયો હતો. આ તકે મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીના કમાન્ડન્ટ લેફટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી, એ.વી.એસ.એમ., એસ.એમ., વી.એસ.એમ., એ આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના સહકારી ક્ષેત્રના અગ્રણી, નવાનગર કો.ઓ.બેંકના મેનેજિંગ ડાયરેક્ટર તથા જાણીતા ઉદ્યોગપતિ રમણીકભાઈ કેશવજીભાઈ શાહ (આર.કે.શાહ)ના ધર્મપત્ની લીલાવંતીબેનનું ૭૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. જામનગરમાં આર.કે.શાહ.ની સાથે તેઓ વર્ષોથી અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહ્યા હતા. લાખાબાવળમાં લોકોને નેચરોપેથી-યોગ વિદ્યાથી શરીર સ્વસ્થ રાખવાની સુવિધા મળે તેવા દીર્ઘદૃષ્ટિ સાથેના વિચારક લીલાવંતીબેને જામનગરને લીલાવંતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટરની અમૂલ્ય ભેટ ધરી છે. લીલાવંતીબેન જામનગરની ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ ર૦ર૦-વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના કારણે સમગ્ર વિશ્વના હજયાત્રીઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે, અને સાઉદીમાં રહેતા તમામ દેશોના ૧૩૦૦ જેટલા હજયાત્રીઓ જ આ વર્ષ હજ્જ કરી શકશે જેને લઈ વર્ષ-ર૦ર૦ માં હજ કમિટી દ્વારા યોજાયેલા ડ્રોમાં પસંદગી પામેલા હજયાત્રીઓ હજ પઢવા જઈ શકશે નહીં. જામનગર મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબે માંગ કરી છે કે, હજયાત્રીઓને નાણા પરત કરવા બદલે તેઓને વર્ષ-ર૦ર૧ માં ડ્રો વગર સીધેસીધા પસંદગી કરવામાં આવે તે માટે હજ કમિટીને ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાઠ્ય પુસ્તકોનો પૂરો જથ્થો નહીં આવતાં જિ.શિ. ભરવસિંહ વાઢેર, એજ્યુ. ઈન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા, આચાર્ય સંઘના હિતેન્દ્રભાઈ આચાર્ય, જગમાલભાઈ ભેટારીયા, કે.ડી. ગોકાણી વિગેરેએ રાજયના આચાર્ય સંઘમાં રજૂઆતો કરતા ગાંધીનગર તંત્રએ તરત જ કાર્યવાહી શરૃ કરી છે. જેના પગલે બાકી રહેલા ઘટતા પાઠય પુસ્તકોનો જથ્થો ગાડીઓ મારફત ભાણવડ, ખંભાળીયા, દ્વારકા, ભાટિયા વિસ્તારમાં મોકલવામાં આવ્યો છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના રણજીતસાગર તથા સસોઈ ડેમ પર રજાના દિવસોમાં જનમેદની ઉમટે ત્યારે તકેદારી રાખવા 'નોબતે' પ્રસિદ્ધ કરેલા અહેવાલના પગલે બન્ને ડેમ પર પોલીસ ગોઠવાઈ છે. જામનગરના જીવાદોરી સમાન રણજીતસાગર અને સસોઈ ડેમમાં હાલમાં પાણીની ભરપુર આવક થતાં બન્ને છલકાઈ ગયા છે. દર વર્ષની માફક શનિ-રવીની રજાના દિવસોમાં બન્ને ડેમ પર ડેમનો નજારો જોવા માનવ મહેરામણ ઉમટી પડશે અને તે વેળાએ કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી આશંકા સાથે 'નોબતે' અહેવાલ પ્રસિદ્ધ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જોડીયાના સામપર ગામની એક સગીરાને ધમકી આપી ત્રણ વર્ષ સુધી દુષકૃત્ય ગુજારનાર શખ્સને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. જોડીયા તાલુકાના સામપર ગામમાં રહેતાં પુંજા હીરા બાંભવા નામના શખ્સે તે જ ગામની એક સગીરાને પજવવાનું શરૃ કર્યા પછી તેણીપર દુષકૃત્ય ગુજાર્યું હતું. ત્રણેક વર્ષ સુધી પુંજા હીરાએ તે સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષકર્મ કરતાં આ સગીરા પરેશાન થઈ ગઈ હતી. તે પછી પુંજા હીરાના ત્રાસમાંથી છુટવા આ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આજે બપોરે ર મહિલા તથા એક પુરૃષ પોલીસ કર્મચારીએ ધોકા સાથે ધસી આવી પાંચ રીક્ષાના ધોકા ફટકારી કાચ ફોડી નાખતાં ચકચાર જાગી છે. ત્યાં નગરસેવીકા દોડી ગયા હતાં. પોલીસની આ પ્રકારની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. જામનગરના સતત ધમધમતા એવા ચાંદીબજાર વિસ્તારમાં આજે બ૫ોરે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના બે મહિલા પોલીસ કર્મચારી અને એક પુરૃષ પોલીસ કર્મી દંડા સાથે રાઉન્ડમાં નીકળ્યા હતાં. તેઓએ ચાંદી ... વધુ વાંચો »

Jul 10, 2020
લાલપુર તા. ૧૦ઃ લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ડબાસંગ) દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ તેમજ પાણીજન્ય રોગચાળા સામે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. કર્મચારીઓની ૭૮ ટીમ બનાવી ઘરે ઘરે જઈને કામગીરી થઈ છે. જેમાં પાણીનું નિયમિત ક્લોરીનેશન થાય અને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટેની સૂચના ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે. ફીવર સર્વેલન્સ કરી સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવે છે. આશા બહેનો ઘરે ઘરે જઈને ક્લોરીન ગોળી તથા ઓઆરએસ પાવડરનું વિતરણ કરી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરમાં નિયમ વિરૃદ્ધ મોડે સુધી દુકાનો ખુલ્લી રહેતી હોવાથી લોકોના ટોળા વધે છે. પરિણામે કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. આ અંગે જરૃરી પગલા લેવા માંગણી કરવામાં આવી છે. જામજોધપુરના ગઢવી મુળુભાઈ રાયદેભાઈએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા રજુઆત પત્રમાં જણાવ્યું કે, હાલ કોરોના મહામારી વચ્ચે દુકાનો રાત્રે ૮ અને રેસ્ટોરન્ટ રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિયમ બનાવાયો છે. આમ છતાં બાલવા ફાટક, મીની બસ સ્ટેન્ડ, જી.ઈ.બી. રોડ, ગીંગણી રોડ ઉપરની દુકાનો, ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ કોવિડ-૧૯ અન્વયે લોકડાઉનમાં સરકાર દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમિકોને રૃા. ૧૦૦૦ની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જે નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓના ડેટા ઈનવેલિડ/અધૂરા હોવાથી નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબપોર્ટલ પર નોંધાયેલ બાંધકામ શ્રમિક લાભાર્થી પોતાની રેડ બુક (ઓળખપત્ર નંબર) આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમીટ કરી શકશે. જેથી સત્વરે ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ૭પ મા સ્થાપના દિન અર્થાત હિરક જ્યંતી વર્ષમાં પ્રવેશ નિમિત્તે "આયુર વિઝન" નામક ત્રિ-દિવસીય ઓનલાઈન કાર્યક્રમ સંપૂટ યોજાયા હતાં. જેનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના વી.સી. વૈશ્વ અનુપ ઠાકરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે પૂર્વ વી.સી. વૈદ્ય સંજીવ ઓઝા, અતિથિ વિશેષપદે કાર્યવાહક કુલ સચિવ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. કુલપતિના હસ્તે "સ્મરણગાથા" સોવેનિયરનું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં વિશ્વભરના અંદાજે ત્રણ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ આડેધડ રીતે થયેલી સ્ત્રીભૃણની હત્યા વચ્ચે સિદ્ધપુર - પાટણના એક યુવાને પોતાના ઘરે પ્રથમ ખોળે પુત્રી અવતરે તો પાટણથી દ્વારકા ચાલીને આવી દર્શનની માનતા રાખી હતી. તેઓની ઈચ્છા ભગવાને પરિપૂર્ણ કરતાં આ યુવાન ચાલીને દ્વારકા તરફ આગળ ધપી રહ્યા છે. સરકાર દ્વારા ભ્રૂણ હત્યા સામે થોડા સમયથી જાગૃતિ લાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. સ્ત્રીભ્રૃણની માતાના ગર્ભમાં જ હત્યા ન થઈ જાય તે માટે લોકોને બાળકીઓ પ્રત્યે ધૃણા ન રાખવા અને ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ પીજીવીસીએલ દ્વારા દર વર્ષે કરોડો રૃપિયાના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે. જેથી વર્ષાઋતુમાં વીજ સપ્લાયની સમસ્યા ન સર્જાય, પરંતુ છેલ્લા ૧પ દિવસથી નવાગામ (ઘેડ) વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થઈ જતા જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવારના વીજ વિક્ષેપના કારણે પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ રહી છે, તેવું સ્પષ્ટ થાય છે. નવાગામ (ઘેડ)ના વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર આનંદ ગોહિલે જામનગર પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લો કોરોનાની નાગચુડમાં સપડાયો છે. દરરોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આજે બપોર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧ર કેસ નોંધાયા છે. જેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોના સંક્રમણ સતત અને તેજ ગતિએ વધી રહ્યું છે. તંત્રની વ્યાપક કોશિશ છતાં આ રોગચાળો અંકુશમાં આવતો નથી. આ માટે કેટલાક અંશે લોકો પણ જવાબદાર છે. લોકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. પરિણામે લોકલ સંક્રમણ વધી રહ્યું છે. આજના વધુ ૧ર દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. જેમાં નિશાબેન ધારવિયા (ઉ.વ. રપ) આમરા, તા. ... વધુ વાંચો »

Jul 10, 2020
નિફ્ટી ફ્યુચર તેજી તરફી ૧૦૮૦૮ પોઇન્ટ મહત્ત્વની સપાટી...!!! સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૬૭૩૭.૬૯ સામે  ૩૬૫૫૫.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૫૨૬.૨૨ પોઈન્ટના નીચા મથાળે થી  નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા  મળ્યો...સરેરાશ ૨૨૨.૬૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  ૧૦૧.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૩૬૬૩૬.૪૪ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું  ..!!! નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૨૩.૫૫  સામે ૧૦૭૭૨.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૭૫૩.૦૫ પોઈન્ટના નીચા મથાળે  થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ  જોવા મળ્યો...સરેરાશ ૫૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ... વધુ વાંચો »

Jul 10, 2020
રણજીતસાગર ડેમ અને રણમલ તળાવમાં નવા પાણીની આવક આવતા અને ડેમ ઓવરફલો થતા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા પાણીના વધામણાં કરવામાં આવ્યા હતાં. આ સમયે મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઈ કરમુર, સ્ટે. કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા, ભાજપ શહેર મહામંત્રી વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટર પ્રવિણભાઈ માડમ, કેશુભાઈ માડમ, અતુલભાઈ ભંડેરી, જયેન્દ્રસિંહ ઝાલા હાજર રહ્યાં હતાં.  (તસ્વીરઃ નિર્મલ કારિયા) વધુ વાંચો »

Jul 10, 2020
ફાયર અને એનડીઆરએફની ટુકડીને ત્રણ દિવસની શોધખોળ પછી મળ્યો મૃતદેહ જામનગર તા. ૧૦ઃ જામનગરમાં મંગળવારે ભારે વરસાદ વચ્ચે રંગમતી-નાગમતી નદીના ઉભરાયેલા પાણીમાં ગાંધીનગર નજીકના પુનીત નગર પાસેથી એક બાળકી તણાઈ ગઈ હતી. તેણીની ત્રણ દિવસની શોધખોળ પછી આજે મૃતદેહ ગારા-કીચડમાં ખુંપેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. કરાવ્યું છે. જામનગર શહેરમાં ગયા મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો તેમજ ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ વરસતાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો, જેના પગલે તેમાંથી છોડવામાં આવેલું પાણી રગમતી-નાગમતી નદીમાં જોશભેર વહેતું હતું અને તે નદીનું વહેણ કે જે ... વધુ વાંચો »

Jul 10, 2020
બીપીનો હિસ્સો ૪૯ ટકા, આરઆઈએમનો હિસ્સો પ૧ ટકાઃ મુંબઈ તા. ૧૦ઃ દેશના મહાકાય ઉદ્યોગ ગ્રુપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએન) તથા યુકે બેઈઝ્ડ ઓઈલ અને ગેસ કંપની 'બીપી' વચ્ચે ફ્યુઅલ અને મોબીલીટી જોઈન્ટ વેન્ચરની ઘોષણા કરવામાં આવી છે જેનું નામ રિલાયન્સ બીપી મોબીલીટી લિમિટેડ (આરબીએમએલ) રહેશે. આ સંયુક્ત સાહસમાં બીપીએ આરઆઈએલને એક બિલિયન ડોલર ચૂકવ્યા છે અને તેનો કિસ્સો ૪૯ ટકા રહેશે, જ્યારે આરઆઈએલ પાસે જોઈન્ટ વેન્ચરનો પ૧ ટકા હિસ્સો રહેશે. 'જિયો-બીપી' બ્રાન્ડ સાથે ભારતમાં ફ્યુઅલ અને મોબીલીટી માર્કેટમાં આ સંયુક્ત સાહસની કંપની અગ્રેસર બની રહેશે તેમ જણાવાયું છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ લાંબા સમયગાળા પછી આજથી જામનગર મુંબઈ વચ્ચે વિમાન સેવા શરૃ કરવામાં આવી રહી છે. સપ્તાહમાં બે વખત આ સેવાના મુસાફરોને લાભ મળશે. કોરોનાની બિમારી અને લોકડાઉનના કારણે હવાઈ મુસાફરી સેવા બંધ કરી દેવામાં આવી હતી. લાંબા સમયગાળાના અંતે આજથી તેનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે. દર બુધવારે અને શુક્રવારે જામનગર-મુંબઈ વચ્ચે વિમાન સેવા મળશે. આજે પ્રથમ વિમાન મુંબઈથી જામનગર આવી રહ્યું છે જો કે, તેમાં બે ડઝનથી પણ ઓછા મુસાફરો નોંધાયા છે. હવે આગામી બુધવારે જામનગરથી મુંબઈ માટે વિમાન સેવાનો લાભ મળશે. મુસાફરોની સંખ્યા ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જોડીયાના સામપર ગામની એક સગીરાને ધમકી આપી ત્રણ વર્ષ સુધી દુષકૃત્ય ગુજારનાર શખ્સને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. જોડીયા તાલુકાના સામપર ગામમાં રહેતાં પુંજા હીરા બાંભવા નામના શખ્સે તે જ ગામની એક સગીરાને પજવવાનું શરૃ કર્યા પછી તેણીપર દુષકૃત્ય ગુજાર્યું હતું. ત્રણેક વર્ષ સુધી પુંજા હીરાએ તે સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષકર્મ કરતાં આ સગીરા પરેશાન થઈ ગઈ હતી. તે પછી પુંજા હીરાના ત્રાસમાંથી છુટવા આ સગીરા પોતાની સાથે છેરી દવા લઈ પુંજાના ઘેર પહોંચી હતી. જ્યાં તેણીએ પોતાના પરિવારને બોલાવી હકીકત જણાવતાં આખો મામલો પ્રકાશમાં ... વધુ વાંચો »

Jul 10, 2020
પોલીસની ગાડી પલટી ગઈ અને હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસઃ પોલીસનો દાવોઃ કાનપુર તા. ૧૦ઃ ઉત્તરપ્રદેશમાં આઠ પોલીસ મેનોના સામૂહિક હત્યાકાંડનો આરોપી ગેન્ગસ્ટર વિકાસ દુબે કાનપુર પાસે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે. પોલીસની ગાડી વરસાદમાં પલટી ખાઈ જતા તકનો લાભ લઈને પોલીસનું હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કર્યો અને સામ સામા ગોળીબારમાં તે મરાયો હોવાનો દાવો પોલીસે કર્યો છે. ઉત્તરપ્રદેશમાં આઠ પોલીસકર્મીઓની સામૂહિક હત્યાનો માસ્ટરમાઈન્ડ આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર હાઈ-વે પર પલટી ગઈ હતી. ... વધુ વાંચો »

Jul 10, 2020
મન મોર બની થનગનાટ કરે... મોર નયનોમાં વસવાટ કરે... સમગ્ર સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીકાર વર્ષાથી સમગ્ર જનજીવનમાં નવો સંચાર થયો છે. ચોતરફ હરિયાળી અને ખળખળ પાણી વહી રહ્યા છે અને વરસાદની ખુશનુમા મૌસમમાં મોરનો થનગનાટ અને કોયલનો ટહૂકો ન સંભળાય તેવું બને ખરા? ગામના સિમાડા હોય કે ખેતરોના સેઢા કે પછી ગામે ગામના મંદિરોના પટાંગણ મયુર નૃત્ય અને પંખીઓના ટહૂકાથી વાતાવરણ ગ્ુંજતું રહેતું હોય છે, ત્યારે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર પણ પોતાની સંગીની મેળવવા મેઘધનુષી મોરપીછની કળા ચડાવી મેહ આવ... મેહ આવ...ના ટહૂકા કરી મયુર નૃત્ય કરતો સમગ્ર વાતાવરણને વધુ રોમાંચક બનાવી કવિ ... વધુ વાંચો »

Jul 10, 2020
કોંગી નેતાએ વિસ્ફોટક આક્ષેપો કરતા ખળભળાટઃ સરકાર પર તડાપીટઃ રાજકોટ તા. ૧૦ઃ કોંગી નેતા લલિત કગથરાએ સરકારના આરોગ્ય વિભાગ અને તંત્રો પર આંકડા છૂપાવવા અને ખોટા બતાવવાના વિસ્ફોટક આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. કોરોના મહામારીના ખપ્પરમાં ગુજરાત દિવસે ને દિવસે ઉતરી રહ્યું છે. અમદાવાદ પછી હવે રાજકોટ અને સુરતમાં કોરોના વાઈરસ પોતાનો જોરદાર પરચો બતાવી રહ્યું છે. બીજી બાજુ તંત્ર પણ કોરોનામાં આંકડા છૂપાવતા હોવાના આરોપ સાથે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ આજે મોટો બોમ્બ ફોડીતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લલિત કગથરાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તંત્રને ... વધુ વાંચો »

Jul 10, 2020
નગરમાંથી અડધી બોટલ સાથે કારખાનેદાર ઝબ્બેઃ જામનગર તા. ૧૦ઃ જામજોધપુરમાંથી પોલીસે ઘેલડા ગામના નિવૃત્ત આર્મીમેનને અંગ્રેજી શરાબની દસ બોટલ સાથે પકડી પાડ્યો છે જ્યારે નગરના હિરજી મીસ્ત્રી રોડ પરથી ગઈરાત્રે પોલીસે કારખાનેદારને શરાબની અડધી બોટલ સાથે ઝડપી લીધા છે. જામજોધપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતા જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના એકસ આર્મીમેન રણછોડભાઈ કારાભાઈ કદાવલાને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સના કબજામાં રહેલી થેલીમાંથી શરાબની દસ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા. ૫૦૦૦ની કિંમતનો શરાબનો જથ્થો કબજે લઈ રણછોડભાઈની ધરપકડ કરી છે. વધુ વાંચો »

Jul 10, 2020
ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર ગઈકાલે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી પકડાયો અથવા તરકીબ કરીને સામેથી નાટકીય ઢબે શરણે થયો, અને મધ્યપ્રદેશ પોલીસે ઉત્તરપ્રદેશ પોલીસને સોંપ્યો, તે પછી આજે સવારે તેને કાનપૂર લઈ જતી વખતે પોલીસની ગાડીનું એકસીડન્ટ થયું અને કાર પલટી ગઈ તે પછી પોલીસનું હથિયાર લઈને ભાગી રહેલા વિકાસનું એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હોવાના અહેવાલો આજે આવ્યા, ત્યારે 'વિકાસ' ગઈકાલે જે નાટકીય અંદાજમાં પોલીસના તાબામાં આવ્યો, તેવા જ નાટકીય ઢબે તેનું એન્કાઉન્ટર થઈ ગયું. હવે આ એન્કાઉન્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, અને સવાલો ઉઠી રહ્યાં છે. ગઈકાલે વિકાસે સરેન્ડર કર્યુ કે, પકડાયો, તેની ચર્ચા હતી, તેના બદલે આજે એન્કાઉન્ટર અંગે ચર્ચા થઈ રહી છે. આ ... વધુ વાંચો »

Jul 10, 2020
પાર્કિંગનો અભાવ અને દંડાય છે માત્ર ને માત્ર ટુ-વ્હીલરવાળા જ જામનગર તા. ૯ઃ જામનગર શહેરમાં વાહનોને પાર્કિંગ કરવાની સૌથી મોટી સમસ્યા છે. માર્ગો પર દુકાનો આગળ ટુ-વ્હીલર વાહનો ઊભા રાખ્યા પછી વધારે વાહનો આવે તો ક્યાં રાખવા? કોમર્શિયલ કોમ્પલેક્ષોના પાર્કિંગ તો મનપાની મીઠી નજર હેઠળ હંમેશાં તદ્ન નામપૂરતા અને ક્યારેય ઉપયોગમાં ન આવે તેવા જ છે. વરસાદના કારણે પણ ટુ-વ્હીલર વાહનોને પાર્ક કરવાની સમસ્યા વધુ જટિલ બની છે. આ સંજોગોમાં પાર્કિંગ સિવાય બહાર ઊભા રાખેલા વાહનો ડીટેઈન કરવા ખાસ વાહન એક ટ્રાફિક જમાદાર સાથે નીકળી પડે ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના દરબારગઢ પાસે ગઈકાલે સાંજે ચાર શખ્સે અગાઉની માથાકુટનો ખાર રાખી એક યુવાન પર હુમલો કરી છરાથી ઈજા પહોંચાડી હતી જ્યારે રેસ્ટોરન્ટમાં ખુરશીની બાબતે બોલાચાલી થયા પછી એક યુવાન પર બે શખ્સે છરીથી હુમલો કર્યો હતો અને પાવર પ્લાન્ટની ઓફિસમાં ઘુસી એક શખ્સે તોડફોડ સર્જી હતી. જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ભોયવાડા પાછળ આવેલા વાઘેર વાડાની મચ્છી પીઠમાં રહેતો અસગર હાસમ ગંઢાર ગઈકાલે સાંજે દરબારગઢ પાસે આવેલા મેડિકલ નજીકથી જતો હતો ત્યારે તેને નવાગામ ઘેડમાં રહેતો સલીમખાન કરીમખાન ઉર્ફે મીથુન, સરફરાઝ ઉર્ફે સફલા તથા કાલાવડ નાકા બહાર રહેતા જાકીર સોલંકી ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયામાં ૩૩ ઈંચ વરસાદ બે દિંવસમાં પડ્યા પછી પણ નદીઓમાં પૂરને કારણે ખંભાળીયાના સલાયાથી ગોઈંજ બારા વિગેરે ગામોના રસ્તા પર જતા કોઝવે પર આઠ-દસ ફૂટ પાણી ફરી વળ્યા હતાં. હાલ બે દિવસથી વરસાદ બંધની સ્થિતિમાં પણ આ કોઝવે પરથી ૩થી ૪ ફૂટ પાણી વહી રહ્યાં છે. ચાર દિવસથી આ રસ્તો બંધ છે. નજીકના વિસ્તારોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતાં. ખંભાળીયાના સલાયાથી ગોંઈજ - બારા સહિતના આઠેક ગામને જોડતા આ રસ્તા પર કુલ પાંચ કોઝવે આવેલા છે. આ તમામ કોઝવે પર આજે પાંચમા દિવસે પણ હજુ ૩થી ૪ ફૂટ પાણી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આજે બપોરે ર મહિલા તથા એક પુરૃષ પોલીસ કર્મચારીએ ધોકા સાથે ધસી આવી પાંચ રીક્ષાના ધોકા ફટકારી કાચ ફોડી નાખતાં ચકચાર જાગી છે. ત્યાં નગરસેવીકા દોડી ગયા હતાં. પોલીસની આ પ્રકારની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. જામનગરના સતત ધમધમતા એવા ચાંદીબજાર વિસ્તારમાં આજે બ૫ોરે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના બે મહિલા પોલીસ કર્મચારી અને એક પુરૃષ પોલીસ કર્મી દંડા સાથે રાઉન્ડમાં નીકળ્યા હતાં. તેઓએ ચાંદી બજાર વિસ્તારમાં પડેલી જીજે-૧૦-ટીડબલ્યુ ૬પપ તેમજ જીજે-૧૦-ટીડબલ્યુ-પ૦૩૧, જીજે-૧૦-ટીડબલ્યુ-૧૫૫૫ નંબરની રીક્ષા સહીત પાંચ રીક્ષાઓના કાચમાં ધોકા ફટકારી કેમ આડેધડ પાર્કીંગ કરો ... વધુ વાંચો »

Jul 10, 2020
પાસ્વાન-સિંધિયા ખેલ નાંખશે? નવી દિલ્હી તા. ૧૦ઃ મધ્યપ્રદેશમાં કોરોનાના કહેરની વચ્ચે કોંગ્રેસની ચૂંટાયેલી કમલનાથ સરકારને ગબડાવીને મુખ્યમંત્રી બનેલા શિવરાજસિંહ ચૌહાણે ઘણા દિવસો સુધી એકલપંડે સરકાર ચલાવી, અને તેનું નાનું વિસ્તરણ કરવામાં પણ દિવસો સુધી ગડમથલ ચાલી હતી. તાજેતરમાં મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે, તેમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા જ્યોતિરાદિત્યા સિંધિયાનો જ દબદબો રહ્યો છે અને પૂર્ણકક્ષાના વિસ્તરણ દરમિયાન પણ મૂળ ભાજપના નેતાઓ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આવેલા નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલતી રહી હતી. અંતે શિવરાજસિંહ અને પ્રદેશ ભાજપે સિંધિયા સામે નમતું જોખવું પડ્યું અને મંત્રીમંડળમાં સિંધિયાની ઈચ્છા મુજબના તેમના ગ્રુપના ધારાસભ્યો મંત્રી બની ગયા. આ કારણે ભાજપમાં દાયકાઓથી ... વધુ વાંચો »

Jul 10, 2020
દ્વારકા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરના પ્રમુખ પ્રવેશદ્વારોને સાંકળતા રસ્તાઓ અને મહત્ત્વના વિસ્તારોમાં ત્રણ દિવસથી વરસાદી પાણીના ભરાવા તેમજ વીજળી ગુલ થવા જેવી બાબતોને સાંકળતા મુદ્દાઓ સાથે દ્વારકા નગરપાલિકા વિરૃદ્ધ દ્વારકાના એડવોકેટ સુનિલ અનંતરાય જોષી દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને સી.આર.પી.સી. કલમ-૧૩૩ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ સુનિલ એ. જોષી દ્વારા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓ સામે દ્વારકા પ્રાંત અધિકારીને કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત્ તા. ૪ થી ૮ સહિતનાઓ સામે દ્વારકા પ્રાંત અધિકાારીને કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત્ તા. ૪ થી ૮ જુલાઈ-ર૦ર૦ દરમિયાન દ્વારકામાં ભારે વરસાદને લીધે ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, ... વધુ વાંચો »

Jul 10, 2020
અબોટી બ્રાહ્મણોએ કર્યું નૂતન ધ્વજારોહણ દ્વારકા યાત્રાધામમાં એક સપ્તાહ પહેલાં ભારે તોફાની પવન અને અતિવૃષ્ટિને કારણે મંદિર શીખર ઉપર થતા ધ્વજાજીનો દંડ તૂટી ગયો હતો પરંતુ વરસાદી વાતાવરણના કારણે એક સપ્તાહ ધ્વજાજીનું સોપારી દંડ ઉપર અહોરણ થયું હતું. આજે સવારથી ઉઘાડ નીકળતા ગુગળી જ્ઞાતિ દેવસ્થાન સમિતિ અને ભારતીય પુરાતત્ત્વ વિભાગની સંયુક્ત કામગીરી થતા વર્ષોથી ધ્વજાજીનું આહોરણ કરતા અબોટી જ્ઞાતિના ભરતભાઈ ત્રિવેદી અને અશોકભાઈ વિગેરેએ ધ્વજાજી દંડનું પુનઃ નિર્માણ કરી ધ્વજાજી આજે સવારથી નવા દંડ ઉપર ચઢાવાઈ હતી. (તસ્વીરઃ રવિ બારાઈ) વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નવા કેસ નોંધાતા કલેક્ટર રવિશંકરે જામનગર શહેર-જિલ્લામાં ૬ નવા કોન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કર્યા છે. લોકોએ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની સાવચેતી રાખવી જરૃરી છે. કોરોનાના કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ કોન્ટેઈનમેન્ટ એરિયામાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક કબીર આશ્રમ કૃપા નં. ૧૯ થી રર તથા અન્ય ૧ રહેણાંક મકાન સહિત કુલ પ રહેણાંક મકાનોનો વિસ્તાર, ખોજાવાડ લાલખાણ ગરીબે નવાઝવાળી શેરીના ૧૪ રહેણાંક મકાનોનો વિસ્તાર, લાલવાડી જી.ડી. શાહ સ્કૂલની સામે શાંતિવન સોસાયટી મેઈન રોડ પર પ્લોટ નં. ૮૮/એ, ૮૮/બી ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયા શહેરમાં આધુનિક સુવિધાના નામે રાજય સરકાર દ્વારા ૪૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના શરૃ કરાયેલી તથા તેનું કામ અધૂરૃં રાખીને બળતું ઘર કૃષ્ણાર્પણની જેમ ખંભાળીયા પાલિકાને તેનું ટેસ્ટીંગ કરીને ચાલુ કર્યા વિના સોંપી દેવાનું નક્કી થયું હતું. પાલિકાએ ઠરાવ કરીને સંભાળવાનું પણ નક્કી કરેલું છે. ત્યારે બે દિવસ ભારે વરસાદને કારણે આ ભૂગર્ભ ગટરના મેઈન હોલ જે ઢાંકણાથી ઢાંકી દેવાયેલા છે, તેમાં ઢાંકણા ઉપાડીને પાણી સાથે ગંદુ પાણી તેમાંથી નીકળીને શેરીઓમાં, માર્ગો પર વહેવા માંડતા વગર વરસાદે ગલીઓમાં ગંદા પાણી ભરાતા ભારે ગંભીર સ્થિતિ અનેક વિસ્તારોમાં થવા પામી હતી. ... વધુ વાંચો »

Jul 10, 2020
આવું તો દર વરસે થાય, થાયને થાય જ જામનગર શહેરની મધ્યમાં જયશ્રી ટોકિઝવાળો માર્ગ વરસાદની સિઝનમાં હંમેશાં સમસ્યાનું કારણ બની રહ્યો છે. આ માર્ગ પર દર વરસે માત્ર અડધો-એક ઈંચ જેવો વરસાદ પડે ત્યાં તો ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે. તેમાંય આ વરસે તો છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડતા આખો માર્ગ જ બબ્બે-ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણીમાં ગરક થઈ ગયો હતો, અને આ માર્ગની ભૌગોલિક સ્થિતિ કે લેવલની સ્થિતિ એવી છે કે, આ માર્ગ પર ભરાયેલા પાણીના નિકાલની કોઈ જગ્યા જ નથી. પરિણામે વરસાદના વિરામ પછી પણ કલાકો સુધી પાણી ભરાયેલા રહે ... વધુ વાંચો »

Jul 10, 2020
દેશમાં કેટલાક સ્થળોએ કર્મચારીઓ પર હુમલા થયા હતાંઃ નવી દિલ્હી તા. ૧૦ઃ દેશમાં કેટલાક સ્થળોએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ સંદર્ભે કેન્દ્રિય નાણામંત્રાલયે રાજ્ય સરકારોને બેંકના કર્મચારીઓની સુરક્ષા-સલામતિના સઘન પ્રબંધો કરવા અપીલ કરી છે. દેશના કેટલાક ભાગમાં બેંકરો પર હુમલાની ઘટનાને પગલે બેંક અધિકારીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા નાણામંત્રાલયે રાજ્યને અપીલ કરી છે. નાણાકીય સેવાના વિભાગે રાજ્યના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બેંકરો સામે અસામાજિક તત્ત્વોના બેકાબૂ વર્તન જેવી ઘટનાઓમાં આવા લોકો સામે કડક પગલાં ભરવામાં આવે. ગયા મહિને ... વધુ વાંચો »

Jul 10, 2020
ર૪ કલાકમાં ર૬ હજારથી વધુ કેસ નોંધાયા નવી દિલ્હી તા. ૧૦ઃ દેશમાં કોરોનાના કેસનો આંકડો આઠ લાખ તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ર૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭ લાખ ૯૪ હજાર ૬૬૩ થઈ ગઈ છે, અને આઠ લાખ તરફ આંકડો જઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ૪૩ ટકા મોત એવા દર્દીઓના થયા છે, જેમની ઉંમર ૩૦ થી પ૯ વર્ષની વચ્ચે હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૩૦ થી ૪૪ વર્ષની ઉંમરના ૧૧ ટકા દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ બીમારીએ સૌથી વધુ ... વધુ વાંચો »

Jul 10, 2020
નવી દિલ્હી તા. ૧૦ઃ યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવા કોંગી નેતા રાહુલ ગાંધીએ માંગણી કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અરવિન્દરસિંહે પણ આ અંગે વિરોધ દર્શાવી કેન્દ્રને પત્ર લખવાની વાત કરી છે. યુ.જી.સી.ની નવી ગાઈડલાઈન પછી આ પ્રકારના પ્રત્યાઘાતો સામે આવ્યા છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં ઓગસ્ટના બીજા સપ્તાહમાં કોલેજના અભ્યાસક્રમોના છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે તેવા અહેવાલો આવી રહ્યા છે. ઓનલાઈન કે એનસીક્યૂનો વિકલ્પ નહીં મળે અને પેપર બે કલાકનું હશે, તેમ જાણવા મળે છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના સહકારી ક્ષેત્રના અગ્રણી, નવાનગર કો.ઓ.બેંકના મેનેજિંગ ડાયરેક્ટર તથા જાણીતા ઉદ્યોગપતિ રમણીકભાઈ કેશવજીભાઈ શાહ (આર.કે.શાહ)ના ધર્મપત્ની લીલાવંતીબેનનું ૭૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. જામનગરમાં આર.કે.શાહ.ની સાથે તેઓ વર્ષોથી અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહ્યા હતા. લાખાબાવળમાં લોકોને નેચરોપેથી-યોગ વિદ્યાથી શરીર સ્વસ્થ રાખવાની સુવિધા મળે તેવા દીર્ઘદૃષ્ટિ સાથેના વિચારક લીલાવંતીબેને જામનગરને લીલાવંતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટરની અમૂલ્ય ભેટ ધરી છે. લીલાવંતીબેન જામનગરની સપ્તક્લબ, ડીલાઈટ ક્લબ, મહિલા મંડળ, ઓશવાળ સમાજની બહેનોની સંસ્થા વગેરેમાં પણ સતત સક્રીય રહી યોગદાન આપતા રહ્યા હતા. તેમની વિદાયથી ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળિયા તા. ૧૦ઃ કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે જુલાઈ માસમાં તા. ૧૦ થી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનએફેએસએનું વિતરણ શરૃ કરવામાં આવનાર છે, જો કે આ વિતરણ વિનામૂલ્યે નથી તેમ જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાએ એક યાદી મારફત જણાવ્યું છે. જેમના રાશન કાર્ડનો છેલ્લો આંક ૧ હશે તેમને તા. ૧૭ ના ર નંબરના છેલ્લા અંકવાળા રાશનકાર્ડ ધારકને તા. ૧૧ જુલાઈના, ૩ વાળાને તા. ૧ર ના, ૪ વાળાને તા. ૧૩ ના, પ વાળાને તા. ૧૪ ના, છ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ કલ્યાણપુરના ગાંધવીમાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં બાંધકામ ચાલી રહ્યું છે, તેમાં સહયોગ આપો તે પ્રકારના લખાણ સાથે સોશ્યલ મિડીયામાં ફરતાં થયેલા અહેવાલને મૂળ મંદિરના સંચાલક ટ્રસ્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. સોલ ટ્રસ્ટી જામસાહેબે ભાવીકો સાથે છેતરપીંડીનો પ્રયાસ થતો હોવાની વિગત આપી છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં આવેલા જામનગરના જામ ધર્માદા સંસ્થા સંચાલીત હરસિદ્ધિ માતાજી મંદિરના ફોટા મુકી કોઈ વ્યક્તિઓ દ્વારા સોશ્યલ મિડીયામાં તે મંદિરના ચાલી રહેલા બાંધકામમાં દાન આપવા ટહેલ નાખવામાં આવી રહી છે. તે ટહેલ સામે સંસ્થાના સોલ ટ્રસ્ટી અને પૂર્વ રાજવી જામસાહેબે ખુલાસો કર્યાે છે. તેઓના જણાવ્યા ... વધુ વાંચો »

Jul 10, 2020
વરસાદ થંભી ગયા પછી હવે હાલારમાં હાલારમાં આ વખતે મેઘાએ હેત વરસાવ્યું કે હરખમાં આવીને અતિરેક કર્યો, તે સમજાય નહીં તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભારે વરસાદ થતાં એક ઝાટકે મોટા ભાગના મોટા-મોટા જળાશયો-ડેમોથી માંડીને ચેકડેમો, તળાવો, નદી-નાળા છલકાવી દીધા તેથી આપણે નિશ્ચિત બન્યા અને પીવાના પાણીની દોઢ-બે વર્ષની વ્યવસ્થા થઈ ગઈ. તદુપરાંત પાછોતરો વરસાદ ખેંચાય, તો પણ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ ગઈ. જળાશયો ભરેલા હોવા ઉપરાંત ભૂગર્ભની જળસપાટી વધી જતાં કૂવા-બોર-ડંકીઓમાંથી પણ પાણી પુરવઠો મેળવવો સુલભ બન્યો. તળ સાજા થતાં નાની-મોટી સિંચાઈ સરળતાથી થઈ શકશે. ગરમીમાં શેકાતા હતાં, ... વધુ વાંચો »

Jul 10, 2020
શાસકોના નાકની નીચે આવી દુર્દશા છતાં મરામતના એંધાણ નથી જામનગર મહાનગર પાલિકાના ભીડભંજન મહાદેવની સામે આવેલા ગેઈટની બરાબર સામે રોડ પર જ મોટો ખાડો જોવા મળી રહ્યો છે. અહીંથી તળાવની પાળ તરફ  જતા માર્ગે પડેલો ખાડો કોઈ વૃક્ષ ઉખડી જતા પડ્યો હોય તેમ જણાય છે આ જ માર્ગે આગળની સડકમાં પણ ખાડા-ખડબા દેખાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને વટેમાર્ગુઓને ભારે પરેશાની થઈ રહી છે. જામનગર મહાનગર પાલિકાની મુખ્ય કચેરી પાસે જ આવી સ્થિતિ છે, તો નગરમાં અન્ય માર્ગોની કેવી દુર્દશા થઈ હશે, તેની કલ્પના થઈ રહે છે. હજુ સુધી આ ખાડાઓ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના રણજીતસાગર તથા સસોઈ ડેમ પર રજાના દિવસોમાં જનમેદની ઉમટે ત્યારે તકેદારી રાખવા 'નોબતે' પ્રસિદ્ધ કરેલા અહેવાલના પગલે બન્ને ડેમ પર પોલીસ ગોઠવાઈ છે. જામનગરના જીવાદોરી સમાન રણજીતસાગર અને સસોઈ ડેમમાં હાલમાં પાણીની ભરપુર આવક થતાં બન્ને છલકાઈ ગયા છે. દર વર્ષની માફક શનિ-રવીની રજાના દિવસોમાં બન્ને ડેમ પર ડેમનો નજારો જોવા માનવ મહેરામણ ઉમટી પડશે અને તે વેળાએ કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી આશંકા સાથે 'નોબતે' અહેવાલ પ્રસિદ્ધ કર્યાે હતો જેના પગલે તંત્ર દ્વારા બન્ને ડેમ સાઈટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. બન્ને ડેમમાં કોઈ વ્યક્તિઓ ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયામાં પોલીસ તંત્ર દ્વારા નવા પી.આઈ. જી.આર. ગઢવીએ આવતાની સાથે બે દિવસ સુધી માસ્કનો સપાટો બોલાવતા દંડની વસુલાત કરતા અને તંત્ર કડક થતાં લોકો માસ્ક પહેરવા લાગ્યા હતાં. પણ ફરી તંત્ર ઢીલું થઈ જતાં તથા જિલ્લામાં હજુ કોરોના પોઝિટિવના માત્ર ૩૦ કેસ જ હોય, લોકો ગંભીરતા ભૂલી જતાં ગઈકાલે સાંજે મુખ્ય બજારમાં અસંખ્ય લોકો માસ્ક વગર રખડતા નજરે ચડતા હતાં. ખંભાળીયામાં નાસ્તાની રેંકડી-લારીઓમાં એક ફૂટથી પણ ઓછા અંતરે નાસ્તો કરતા લોકોની સ્થિતિ ભારે ભય જગાડનાર છે. તાજેતરમાં ખંભાળીયા નાગરિક સમિતિના ડો. પડીયાની આગેવાનીમાં ડો. તુષાર ગોસ્વામી તથા ધીરેનભાઈ બદિયાણી, દાસભાઈ સવજીયાણી વિગેરેએ જિલ્લા ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરની મથુરા સોસાયટીમાં ગઈરાત્રે જાહેરમાં તીનપત્તી રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતાં જ્યારે ગુલાબનગર તેમજ ધ્રોલમાં જાહેરમાં વર્લીના આંકડા લેતા ચાર શખ્સ પોલીસની ગીરફતમાં આવ્યા હતાં. કુલ રૃા. પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મથુરા સોસાયટીની શેરી નં. ૬ પાસે ગઈરાત્રે કેટલાક શખ્સો જાહેરમાં એકત્રીત થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી ઉદ્યોગનગર પોલીસ ચોકીના સ્ટાફને મળતા રાત્રે પોણા વાગ્યે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી મિલન કાન્તિભાઈ પ્રજાપતિ, મહેન્દ્ર વિનોદભાઈ મકવાણા, વિજય નથુભાઈ મેસવાણીયા તથા કિશન ધીરુભાઈ અસ્વાર નામના ચાર શખ્સ ગંજીપાના કુટતા મળી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ આડેધડ રીતે થયેલી સ્ત્રીભૃણની હત્યા વચ્ચે સિદ્ધપુર - પાટણના એક યુવાને પોતાના ઘરે પ્રથમ ખોળે પુત્રી અવતરે તો પાટણથી દ્વારકા ચાલીને આવી દર્શનની માનતા રાખી હતી. તેઓની ઈચ્છા ભગવાને પરિપૂર્ણ કરતાં આ યુવાન ચાલીને દ્વારકા તરફ આગળ ધપી રહ્યા છે. સરકાર દ્વારા ભ્રૂણ હત્યા સામે થોડા સમયથી જાગૃતિ લાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. સ્ત્રીભ્રૃણની માતાના ગર્ભમાં જ હત્યા ન થઈ જાય તે માટે લોકોને બાળકીઓ પ્રત્યે ધૃણા ન રાખવા અને પુત્રીને પુત્ર સમાન જ ગણવા સેંકડો પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર પણ વહેતું મૂકવામાં આવ્યંુ ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજી ટર્મના એક વર્ષના શાસન દરમિયાન વિકાસના કાર્યોની ઝળહળતી સિદ્ધિઓનો પત્ર ઘર ઘર સુધી પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરપાલિકા દ્વારા જે અભિયાન શરૃ કરાયું છે તેના ભાગરૃપે વોર્ડ નં. ૩ વિકાસગૃહ વિસ્તાર અને વોર્ડ નં. ૪ ગાયત્રી ચોક, નવાગામ (ઘેડ) વિસ્તારમાં રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) ની આગેવાનીમાં શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા તેમજ મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિ સાથે લોકસંપર્કનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. પ્રધાનમંત્રીના પત્ર લોકોને આપતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજાએ જણાવ્યું ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ગયા રવિવારે એક બાઈકને મોટરે ઠોકર મારતા બાઈકચાલક મોટા થાવરીયા ગામના યુવાનનો પગ ભાંગી ગયો હતો. જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના અશોકભાઈ અમુભાઈ મકવાણા (ઉ.વ. ૪૦) ગઈ તા. ૫ની સવારે જીજે-૧૦-એએ-૨૬૮૪ નંબરના મોટરસાયકલમાં જામનગર આવ્યા હતાં. ત્યાંથી પરત જવા માટે અશોકભાઈ રવાના થયા ત્યારે ઠેબા ચોકડીથી આગળ મોટા થાવરીયા ગામ તરફ જીજે-૩૬-એફ-૬૬૧૭ નંબરની દોડી આવેલી મોટરે સામેથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં અશોકભાઈ મોટરસાયકલ પરથી ફંગોળાઈ જતા તેઓનો પગ ભાંગી ગયો હતો અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે દવાખાને ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત અને સંગીતનો શોખ ધરાવતા પ્રકાશભાઈ મહેતાએ સ્ટારમેકર એપના માધ્યમથી બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કુમાર શાનુ સાથે ઓનલાઈન જુગલબંધી કરી પોતાની પ્રતિભાની સુવાસ ફિલ્મી સંગીતની ક્ષિતિજ સુધી ફેલાવી છે. પ્રકાશભાઈ અને કુમાર શાનુએ વિનોદ ખન્ના અભિનીત ફિલ્મ 'જુર્મ'નું પ્રસિદ્ધ ગીત 'જબ કોઈ બાત બિગડ જાએ' ડ્યુએટ રૃપે ગાઈને અનોખી જુગલબંધી કરી હતી. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે એક એપાર્ટમેન્ટમાંથી ટુ વ્હીલર ચોરાઈ ગયું છે જ્યારે ખંભાળીયા નાકા બહાર એક કોમ્પ્લેક્ષ નજીકથી ગઈકાલે એક મોટરસાયકલ ઉપડી ગયું છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરના ગોકુલનગર જકાત નાકા ૫ાસે આવેલા પેટ્રોલપંપ પાછળના પ્રકાશ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ અરજણભાઈ વરૃ નામના આસામીએ પોતાનું જીજે-૩૭-ડી-૪૩૨૧ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા. ૨૪જુનની બપોરે દોઢેક વાગ્યે પોતાના એપાર્ટમેન્ટના પાર્કીંગમાં મુક્યું હતું. ત્યાંથી રાત્રીના નવ વાગ્યા સુધીમાં રૃા. ૧૫,૦૦૦નું આ વાહન કોઈ શખ્સ ઉઠાવી જતા તેઓએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરના એક મહિલાએ ભાયાવદરમાં રહેતા સસરા, દીયર અને બે નણંદે અત્યંત અંધશ્રદધાથી પીડાઈ પહેરેલા કપડે ત્રણ સંતાન સાથે ઘરમાંથી કાઢી મૂકતા આ પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે. તેણીના પતિના નિધન પછી પુત્રને આ મહિલા ભરખી ગયાની મનમાં ઘર કરેલી આશંકાએ માતા-સંતાનોને પરેશાન કરી નાખ્યા હતાં. જામજોધ૫ુર શહેરમાં શાંતિનગર નજીક આવેલા રબારી પાળામાં રહેતા પુંજાભાઈ ભીખાભાઈ સોલંકીના પુત્રી પાર્વતીબેન (ઉ.વ. ૩૭) ના લગ્ન થોડા વર્ષો પહેલાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના કાન્તિલાલ પીઠાભાઈ ચુડાસમા સાથે કરવામાં આવ્યા પછી આ દંપતીને બે પુત્રી અને એક પુત્રની સંતાનમાં પ્રાપ્તિ થઈ હતી. લગ્ન ... વધુ વાંચો »

Jul 10, 2020
દ્વારકા તા. ૧૦ઃ દ્વારકા શહેરમાં આવેલાં ભદ્રકાલી રોડ, પોસ્ટ ઓફિસ રોડ, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ હાઈવે સહિતના રસ્તાઓ પર ત્રણ દિવસના અવિરત વરસાદને લીધે તેમજ રાવળા તળાવ છલકાયા બાદ પાણીનો નિકાલ ન થતાં ત્રણ દિવસથી આ વિસ્તારોના રહેવાસીઓ તેમજ ધંધાર્થીઓ ગોઠણડુબથી કમરડુબ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના ધંધાર્થીઓને પાણીના ભરાવાને લીધે લાખો રૃપિયાની નુકસાની પણ વેઠવી પડી હોય, આ અંગે પાણીના ભરાવાનો તાત્કાલિક નિકાલ થાય તે હેતુ સ્થાનીય વેપારીઓ તેમજ રહેવાસીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તેમજ દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જીતુભા માણેક, ઉપપ્રમુખ પરેશ ઝાખરીયાની સ્થળ મુલાકાત દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી. અગ્રણીઓએ ... વધુ વાંચો »

Jul 10, 2020
દેવભૂમિ દ્વારકા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૃએ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે જીજ્ઞેશ સવદાસભાઈ નકુમનું ઘર કુલ વસ્તી-૭ ને કન્ટેન્મેન્ટ ઝોન તથા ખીરસરા ગામના કુલ ૧૪૫૬ની વસ્તી ધરાવતા ૩૪૦ ઘરને બફરઝોન જાહરે કરેલ છે. આ ઉપરાંત ભાણવડ તાલુકાના આંબરડી ગામે પણ કોરોના પોઝિટિવ કેસ આવતા આંબરડી ગામે કાંતિલાલ શામજીભાઈ સોનગરાના ઘર સહિત કુલ-૮ ઘર વસ્તી ૪૪ ને કન્ટેનમેન્ટ ઝોન તથા આંબરડી ગામના કુલ ૩૦૧ ઘર વસ્તી ૧૭૨૯ ને બફર ઝોન જાહેર કરેલ છે. કન્ટેનમેન્ટ ઝોનમાં જરૃરી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જોડીયા તાલુકાના તારાણા ગામમાં આવેલા એક શખ્સના મકાનમાં એલસીબીએ આજે દરોડો પાડી અંગ્રેજી શરાબનો જથ્થો પકડ્યો છે. તેની સાથે મકાન માલિક સહિત બેની અટકાયત કરાઈ છે. તેઓએ સપ્લાયરનું નામ આપ્યું છે. શરાબ તેમજ તેના વેચાણમાંથી આવેલી રકમ મળી રૃા. અડધા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફ દ્વારા આજે કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં સ્ટાફના ફીરોઝ દલ, નિર્મળસિંહ બી. જાડેજા, વનરાજ મકવાણાને બાતમી મળી હતી કે જોડીયા તાલુકાના તારાણા ગામમાં એક મકાનમાં બે શખ્સે અંગ્રેજી શરાબનો જથ્થો સંતાડીને રાખ્યો છે. તે બાતમીથી પીઆઈ એમ.જે. ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ પીજીવીસીએલ દ્વારા દર વર્ષે કરોડો રૃપિયાના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે. જેથી વર્ષાઋતુમાં વીજ સપ્લાયની સમસ્યા ન સર્જાય, પરંતુ છેલ્લા ૧પ દિવસથી નવાગામ (ઘેડ) વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થઈ જતા જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવારના વીજ વિક્ષેપના કારણે પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ રહી છે, તેવું સ્પષ્ટ થાય છે. નવાગામ (ઘેડ)ના વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર આનંદ ગોહિલે જામનગર પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયામાં બે દિવસમાં ૩૩ ઈંચ વરસાદના પગલે એક તો પહેલેથી જ ખાડા પડેલ, તેમાં વરસાદના પૂરથી ખાડા વધુ મોટા થયા હતાં. ખંભાળીયામાં નગરગેઈટ, જોધપુર ગેઈટ, પોરબંદર રોડ, દા.સું. ગર્લ્સ હાઇસ્કૂલ પાસે, પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મોટા ખાડા પડતા તથા ગટરો અને વરસાદના પાણીથી ઝરણા જેવી સ્થિતિ થવાના અખબારી અહેવાલોથી તંત્ર દોડ્યું હતું. આ ખાડામાં મોરમ, કાંકરી નાખીને પુરવાનો પ્રયાસ કર્યો હતો. તથા ખંભાળીયામાં પાલિકા સંચાલિકા દા.સું. કન્યા શાળા પાસે ખાડા તથા પાણી ભરાયેલું હોય, આ જગ્યાએ બાજુમાંથી ગટર તોડીને પાણીનો નિકાલ થાય તથા ખાડાઓ પુરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકામાં સાડાત્રણસો જેટલા વીજથાંભલા પડી ગયા છે, સાત જેટલા ટ્રાન્સફોર્મર બળી ગયા છે તેમજ અનેક સ્થળે વીજવાયરો તૂટી પડ્યા છે. આ સંજોગોમાં જિલ્લાના ગ્રામ્ય પંથકના ખેડૂતો, ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખંભાળિયા, ભાણવડ મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે કાર્યપાલક ઈજનેરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ અંગેની તમામ કામગીરી યુદ્ધના ધોરણે કરવા રજૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના અંદાજે ૩પ૦ જેટલા વીજપોલ તૂટી જવાના કે પડી જવાના અને સાત જેટલા ટ્રાન્સફોર્મર બળી જવાની આ વિસ્તારના લોકો દ્વારા ફરિયાદો ઊઠવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ ભાણવડના મોડપરમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી ચાર શખ્સને ગૌશાળા પાસે જાહેરમાં જુગાર રમતા પકડ્યા છે. પટ્ટમાંથી રોકડ તથા ત્રણ મોબાઈલ મળી રૃા. પંદર હજારનો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જુગારની મહેફીલ જમાવીને બેઠા હોવાની બાતમી પરથી ભાણવડ પોલીસે મોડપરમાં ગૌશાળા પાસે દરોડો પાડ્યો હતોે. આ દરોડામાં ગંજીપાના વડે તીનપત્તી રમી રહેલા રાજુ ભીખાભાઈ ચાવડા ઉર્ફે માઈકલ રબારી હસમુખભાઈ ગોધરનભાઈ જોશી, રમેશભાઈ ભીખાભાઈ ચાવડા તથા વિમલ જેઠાભાઈ રબારી નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતાં. ૫ોલીસે પટ્ટમાંથી રૃા. ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ૭પ મા સ્થાપના દિન અર્થાત હિરક જ્યંતી વર્ષમાં પ્રવેશ નિમિત્તે "આયુર વિઝન" નામક ત્રિ-દિવસીય ઓનલાઈન કાર્યક્રમ સંપૂટ યોજાયા હતાં. જેનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના વી.સી. વૈશ્વ અનુપ ઠાકરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે પૂર્વ વી.સી. વૈદ્ય સંજીવ ઓઝા, અતિથિ વિશેષપદે કાર્યવાહક કુલ સચિવ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. કુલપતિના હસ્તે "સ્મરણગાથા" સોવેનિયરનું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં વિશ્વભરના અંદાજે ત્રણ હજાર જેટલા દર્શકો ફેસબુકના માધ્યમથી જોડાયા હતાં. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ તેમજ રાજવી પરિવારના કુંવરી હર્ષદકુમારીબાએ શુભેચ્છા સંદેશા પાઠવ્યા ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દસ્તાવેજ નોંધણી કરાવવા ઈચ્છતા તમામ અરજદારો-પક્ષકારો તથા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલ વકીલો, બોન્ડ રાઈટરો અને ઈ-સ્ટેમ્પિંગ સેન્ટર ધારકોને જાણ કરવામાં આવે છે કે પક્ષકારો/ અરજદારો માટે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાનું ફરજીયાત છે. એપોઈન્ટમેન્ટ શિડ્યુલ્ડમાં ઉપલબ્ધ 'ષ્ઠરટ્ઠહખ્તી ર્છૅૅૈહંદ્બીહં જીર્ઙ્મં' નો દુરઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા 'ઝ્રરટ્ઠહખ્તી ર્છૅૅૈહંદ્બીહં જીર્ઙ્મં'નું ઓપ્શન બંધ કરવામાં આવેલ છે. અરદારએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લીધેલ એપોઈન્ટમેન્ટ મુજબ આકસ્મિક કારણોસર જે તે સમયે હાજર રહી શક્યા ન હોય અને તેમની એપોઈન્ટમેન્ટ મુજબ આકસ્મિક કારણોસર જે તે સમયે હાજર રહી શક્યા ન હોય અને તેમની ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરના ડોકામરડાનેસમાં રહેતા એક રબારી યુવાન ગયા મંગળવારે વરસતા વરસાદ વચ્ચે મોટરસાયકલમાં દરણું દળાવવા ગયા હતાં. તેઓ વાસજાળીયાની નદી પરના પુલ પરથી વહેતા પાણીમાંથી મોટરસાયકલ કાઢવા જતા તણાઈ ગયા હતાં. તેઓનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો છે. જામજોધપુર તાલુકાના ડોકામરડાનેસમાં વસવાટ કરતા કાનાભાઈ લખમણભાઈ કોડીયાતર (ઉ.વ. ૨૬) નામના રબારી યુવાન ગયા મંગળવારે સમગ્ર જામનગર જિલ્લામાં ધોધમાર વરસી રહેલા વરસાદમાં પોતાના ઘરે હતા ત્યારે સાંજે તેઓએ લોટ દળાવવા જવાની જરૃરિયાત જણાતા તેઓ દરણું લઈને નજીકમાં આવેલા વાસજાળીયા ગામ તરફ બાઈકમાં પ્રયાણ કર્યું હતું. ત્યારપછી કાનાભાઈ વાસજાળીયા નજીકની નદી પાસે ... વધુ વાંચો »

Jul 10, 2020
લાલપુર તા. ૧૦ઃ લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ડબાસંગ) દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ તેમજ પાણીજન્ય રોગચાળા સામે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. કર્મચારીઓની ૭૮ ટીમ બનાવી ઘરે ઘરે જઈને કામગીરી થઈ છે. જેમાં પાણીનું નિયમિત ક્લોરીનેશન થાય અને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટેની સૂચના ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે. ફીવર સર્વેલન્સ કરી સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવે છે. આશા બહેનો ઘરે ઘરે જઈને ક્લોરીન ગોળી તથા ઓઆરએસ પાવડરનું વિતરણ કરી રહ્યા છે. ટાયરના જથ્થાની યોગ્ય સાચવણી માટે કડક સૂચના આપવામાં આવી છે. સગર્ભા માતાઓ મચ્છરજન્ય રોગનો ભોગ ન બને તે ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે લોકોને તેમજ ખેડૂતો અને માલધારીઓને નુક્સાન થયું છે. આ તમામ બાબતોમાં તાત્કાલિક સર્વે કરાવી નુક્સાન અંગે સહાય આપવા ખંભાળિયા-ભાણવડ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાથી ખેડૂતોને, માલધારીઓ તેમજ અન્ય ગરીબ ઝુંપડામાં રહેતા લોકોને ભારે નુક્સાન થવાથી નુક્સાનનું સર્વે કરાવવા તેમજ વળતર ચૂકવી આપવા આ વિસ્તારના લોકો દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે. ખેડૂતોને ચોમાસું વાવેતર કરવાથી તેમજ વરસાદ અને પૂરથી ખેતરોમાં પાણી ભરાવવાથી મોંઘા ભાવનું બિયારણ અને ખાતરનું નુક્સાન થવાનો ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં મેઘરાજાનું જોર ઘટ્યા પછી ગઈકાલે ચારેક તાલુકા મથકમાં હળવા ઝાપટાં વરસ્યા હતાં. જામનગરમાં ગત્ શનિવારથી પ્રારંભ થયેલા ધોધમાર વરસાદ વરસ્યા પછી મેઘરાજાએ વિરામ લેતા વરાપ નીકળ્યો છે, જો કે હજુ ક્યાંક-ક્યાંક છવાયા ઝાપટાં વરસી રહ્યા છે. આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામનગરમાં ૧૩ મી.મી., ધ્રોળમાં ૮ મી.મી., લાલપુરમાં ૪ મી.મી. અને જામજોધપુરમાં છાંટા પડ્યા હતાં. તો તાલુકાના ગ્રામ્ય પંથકમાં વસઈમાં ૮ મી.મી., દરેડમાં ૧૦ મી.મી., બાલંભામાં ર૦ મી.મી., નિકાવામાં ૧૦ મી.મી., પીપરટોડામાં ૪ મી.મી. અને મોડપરમાં ૪ મી.મી.નું ઝાપટું વરસ્યું હતું. આજે વાતાવરણમાં ઉઘાડ ... વધુ વાંચો »

Jul 10, 2020
ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાઠ્ય પુસ્તકોનો પૂરો જથ્થો નહીં આવતાં જિ.શિ. ભરવસિંહ વાઢેર, એજ્યુ. ઈન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા, આચાર્ય સંઘના હિતેન્દ્રભાઈ આચાર્ય, જગમાલભાઈ ભેટારીયા, કે.ડી. ગોકાણી વિગેરેએ રાજયના આચાર્ય સંઘમાં રજૂઆતો કરતા ગાંધીનગર તંત્રએ તરત જ કાર્યવાહી શરૃ કરી છે. જેના પગલે બાકી રહેલા ઘટતા પાઠય પુસ્તકોનો જથ્થો ગાડીઓ મારફત ભાણવડ, ખંભાળીયા, દ્વારકા, ભાટિયા વિસ્તારમાં મોકલવામાં આવ્યો છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગર તાલુકાના ફલ્લા અને અલીયા ગામમાં નવા પશુખાનાના બિલ્ડીંગના કામ સરકારે મંજુર કરતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડની રજુઆતને સફળતા મળી છે. ફલ્લા ગામમાં રૃા. ૪૯,૪૫,૦૦૦ના ખર્ચે તથા અલીયા ગામમાં રૃા. ૩૯,૫૪,૦૦૦ના ખર્ચે નવા બિલ્ડીંગોનું નિર્માણ થશે. જેમાંથી ફલ્લામાં કામ પૂર્ણતાના આરે છે જ્યારે અલીયામાં કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત જામવણથંલીના પશુ દવાખાનાના બિલ્ડીંગનું રીપેરીંગનું કામ રૃા. ૧૫,૫૮,૪૪૦ના ખર્ચે મંજુર કરવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jul 10, 2020
ભાટીયા તા. ૧૦ઃ ભાટીયાની જય મુરલીધર ગૌસેવા સમિતિ દ્વારા નિરાધાર, બીમાર, ઈજાગ્રસ્ત અને અશક્ત ગાય માતાની સેવા કરવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ છે. હાલ છેલ્લા થોડા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ગૌમાતા સહિત મુંગા પશુઓની હાલત કફોડી થઈ છે. ત્યારે જો કોઈ અશક્ત, બીમાર, નિરાધાર કે ઈજાગ્રસ્ત ગાય નજરે પડે તો મો.નં. ૯૦૯૯૯ ૭૭૪૫૭, ૯૯૧૩૪ ૧૧૯૩૪, ૯૨૭૪૪ ૭૩૧૮૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ ર૦ર૦-વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના કારણે સમગ્ર વિશ્વના હજયાત્રીઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે, અને સાઉદીમાં રહેતા તમામ દેશોના ૧૩૦૦ જેટલા હજયાત્રીઓ જ આ વર્ષ હજ્જ કરી શકશે જેને લઈ વર્ષ-ર૦ર૦ માં હજ કમિટી દ્વારા યોજાયેલા ડ્રોમાં પસંદગી પામેલા હજયાત્રીઓ હજ પઢવા જઈ શકશે નહીં. જામનગર મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબે માંગ કરી છે કે, હજયાત્રીઓને નાણા પરત કરવા બદલે તેઓને વર્ષ-ર૦ર૧ માં ડ્રો વગર સીધેસીધા પસંદગી કરવામાં આવે તે માટે હજ કમિટીને પત્ર લખી માંગ કરી છે. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં ૩.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ પહોંચી જતા ગરમીમાં આંશિક વધારો થયો હતો. જામનગરમાં મેઘરાજાએ વિરામ લેતા તાપમાનમાં હવે ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ૩.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં નજીવા ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન રપ.૮ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીમાં આંશિક વધારો થયો હતો. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરમાં નિયમ વિરૃદ્ધ મોડે સુધી દુકાનો ખુલ્લી રહેતી હોવાથી લોકોના ટોળા વધે છે. પરિણામે કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. આ અંગે જરૃરી પગલા લેવા માંગણી કરવામાં આવી છે. જામજોધપુરના ગઢવી મુળુભાઈ રાયદેભાઈએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા રજુઆત પત્રમાં જણાવ્યું કે, હાલ કોરોના મહામારી વચ્ચે દુકાનો રાત્રે ૮ અને રેસ્ટોરન્ટ રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિયમ બનાવાયો છે. આમ છતાં બાલવા ફાટક, મીની બસ સ્ટેન્ડ, જી.ઈ.બી. રોડ, ગીંગણી રોડ ઉપરની દુકાનો, હોટલો મોડી રાત સુધી ખુલ્લી રહે છે. અને ત્યાં ગ્રાહકો ટોળે વળે છે. પરિણામે કોરોના રોગચાળો વધવાની શક્યતા છે. આથી ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ સૈનિક સ્કૂલ બાલાચડીના પ૯મા સ્થાપના દિવસની તા. ૮-જુલાઈ-ર૦ર૦ ના ઓનલાઈન ઉજવણી કરવામાં આવી. આ સ્કૂલની સ્થાપના ૮-જુલાઈ-૧૯૬૧ મા જામનગરમાં કરવામાં આવી હતી અને ૭-માર્ચ-૧૯૬પ થી હાલના સ્થાન (બાલાચડી) માં કાર્યરત છે. સ્કૂલ સ્થાપના દિવસ નિમિત્તે શૈક્ષણિક વર્ષ-ર૦ર૦-ર૧ માટેના પદગ્રહણ સમારોહ ઓનલાઈન મોડ દ્વારા યોજાયો હતો. આ તકે મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીના કમાન્ડન્ટ લેફટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી, એ.વી.એસ.એમ., એસ.એમ., વી.એસ.એમ., એ આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી, ખડકવાસલા, પૂણેથી ભાગ લીધો હતો. સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગ્રુપ કેપ્ટન રવીન્દર સિંહે મુખ્ય અતિથિનું શાબ્દિક સ્વાગત ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ કોવિડ-૧૯ અન્વયે લોકડાઉનમાં સરકાર દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમિકોને રૃા. ૧૦૦૦ની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જે નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓના ડેટા ઈનવેલિડ/અધૂરા હોવાથી નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબપોર્ટલ પર નોંધાયેલ બાંધકામ શ્રમિક લાભાર્થી પોતાની રેડ બુક (ઓળખપત્ર નંબર) આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમીટ કરી શકશે. જેથી સત્વરે તેઓને સહાય મેળી શકે. ડેટા સબમીટ કરવાની અંતિમ તા. ૧૭-૭-૨૦૨૦ છે, જેની નોંધ લેવા પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ આર.કે. શાહના ધર્મપત્નીનું નિધન જામનગરના સહકારી ક્ષેત્રના અગ્રણી તેમજ જાણીતા ઉદ્યોગપતિ તથા નવાનગર  કો.ઓ. બેંકના મેનેજીંગ ડાયરેક્ટર રમણિકભાઈ કેશવજીભાઈ શાહના ધર્મપત્ની શ્રીમતી  લીલાવંતીબેન (ઉ.વ. ૭પ) તે સોનિલભાઈ, હિમેશભાઈ તથા શિતલબેન કમલેશભાઈ  સાવલાના માતા, મિનાક્ષી, રૃપલ તથા કમલેશ અમૃતલાલ સાવલાના સાસુ, જાનવી,  ઉષ્મા અને મૌલિકના દાદીમા, ચિંતનના નાનીમા, સ્વ. રંભાબેન ફુલચંદ હેમરાજ શાહ  (સુમરીયા) ના દીકરી, જીનેશ ફુલચંદ શાહ (રાજહંસ ઈમ્પેક્ષ) ના બહેન, સ્વ. જયાબેન  વીરચંદ ખીમસીયાના ભાભીનું તા. ૧૦-૭-ર૦ ના અવસાન થયું છે. વર્તમાન સંજોગોના  કારણે કોઈ લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી. તા.૧૦-૭-ર૦ર૦ ના સાંજે ૬ થી ૭  સુધી ટેલિફોનિક સાંત્વના માટે (૧) રમણીકભાઈ શાહ (મો. ... વધુ વાંચો »

Jul 10, 2020
જામનગરઃ સ્વ. ભગવાનજીભાઈ ગોકલદાસ લક્ષ્મીદાસ મોદી (લાંબાવાળા) ના પત્ની  ગં.સ્વ. જયાબેન (ઉ.વ. ૮૦), તે નીરજ મોદી (આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત),  અશ્વિન મોદી (રઘુવીર ફાર્મા)ના માતા તથા વૈદિક, શિવાનીના દાદીમા તથા સ્વ.  કાકુભાઈ રતનશી ઠકરાર (નાગકાવાળા)ના પુત્રીનું તા. ૧૦-૭-ર૦ર૦ ના અવસાન થયું  છે. હાલની પરિસ્થિતિના કારણે સદ્ગતની લૌકિક ક્રિયા રાખેલ નથી. ટેલિફોનિક  સાંત્વના પાઠવવા માટે મો. ૭પ૬૭૮ ૮૦૦પપ), અશ્વિન મોદી (મો. ૭પ૭પ૮  ૭૭ર૦૭) નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Jul 10, 2020
ઓખાઃ ગુર્જર પુષ્પકરણા બ્રાહ્મણ રમેશભાઈ નરભેરામ જોશી (હેડાવ) (ઉ.વ. ૭ર), તે  રસિકભાઈ, જગદીશભાઈ, હર્ષદભાઈ, દિલીપભાઈના મોટાભાઈ તથા નિકુંજભાઈ,  રવિભાઈના પિતાનું તા. ૯-૭-ર૦ર૦ ના અવસાન થયું છે. સદ્ગતના ટેલિફોનિક  બેસણા માટે તા. ૧૧-૭-ર૦ર૦ ના નિકુંજભાઈ (મો. ૯૭ર૩૮ ૬૭પ૩૪), રવિભાઈ  (મો. ૯૭રર૯ ૮૧૪૧૦), રસિકભાઈ (મો. ૯૦૯૯૯ ૮૩૮રર), જગદીશભાઈ (મો.  ૯૮૭૯૭ ૬૭૧પ૭) નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Jul 10, 2020
જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લો કોરોનાની નાગચુડમાં સપડાયો છે. દરરોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આજે બપોર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧ર કેસ નોંધાયા છે. જેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોના સંક્રમણ સતત અને તેજ ગતિએ વધી રહ્યું છે. તંત્રની વ્યાપક કોશિશ છતાં આ રોગચાળો અંકુશમાં આવતો નથી. આ માટે કેટલાક અંશે લોકો પણ જવાબદાર છે. લોકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. ... વધુ વાંચો »

Jul 10, 2020
નગરમાંથી અડધી બોટલ સાથે કારખાનેદાર ઝબ્બેઃ જામનગર તા. ૧૦ઃ જામજોધપુરમાંથી પોલીસે ઘેલડા ગામના નિવૃત્ત આર્મીમેનને અંગ્રેજી શરાબની દસ બોટલ સાથે પકડી પાડ્યો છે જ્યારે નગરના હિરજી મીસ્ત્રી રોડ પરથી ગઈરાત્રે પોલીસે કારખાનેદારને શરાબની અડધી બોટલ સાથે ઝડપી લીધા છે. જામજોધપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતા જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના એકસ આર્મીમેન રણછોડભાઈ કારાભાઈ કદાવલાને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સના કબજામાં રહેલી ... વધુ વાંચો »

અર્ક

  • ખૂબી એકલા ઝઝુમવામાં છે, વિરોધી એક હોય કે અનેક...

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપની મનોકામના પૂર્તિના પ્રયત્નો સફળ નીવડે. યાત્રા-પ્રવાસ સુખદ બને. ચિંતા દૂર થાય. શુભ રંગઃ દુધિયા ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

કાર્ય સફળતા અને પ્રગતિકારક સંજોગો સર્જાય. યશવૃદ્ધિ થાય. દાંપત્ય સુખ અનુભવાય. શુભ રંગઃ કેસરી - ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપની સમસ્યાઓ ધીમે-ધીમે હલ થતી જણાય. અવરોધ દૂર થાય. કૌટુંબિક સુખ સર્જી શકશો. શુભ રંગઃ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સંજોગો સાનુકૂળ બની રહે. ગૃહજીવનમાં શાંતિ જળવાય. યાત્રા-પ્રવાસ ફળે. મિલન-મુલાકાત થાય. શુભ રંગઃ મોરપીંછ - ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

લાભની તક દૂર ઠેલાતી જણાય. તબિયતમાં સુધાર આવતો જોવા મળે. ખર્ચનો પ્રસંગ સર્જાય. શુભ રંગઃ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

મહત્ત્વના કામકાજો સફળ બનાવી શકશો. ચિંતા-તણાવ દૂર થાય. મકાન-વાહન અંગે સાનુકૂળતા રહે. શુભ રંગઃ બ્રાઉન ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

મનની મુરાદ બર આવશે અને પ્રગતિના માર્ગ ખૂલે. આવકની તક મળવા પામે. સંતાન બાબતે ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

લાભદાયી તક મળે. સામાજિક કાર્યથી આનંદ અનુભવાય. સ્નેહીથી મિલન-મુલાકાત થાય. શુભ રંગઃ લાલ - શુભ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

ખર્ચ-વ્યયનો પ્રસંગ બને. ચિંતાનો અનુભવ થાય. યાત્રા-પ્રવાસમાં વિલંબ થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮ વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

સાનુકૂળતાના સંજોગો આવે. મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. ખર્ચ-ખરીદી થાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૫ વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આર્થિક પ્રશ્નમાંથી બહાર અવાય. કૌટુંબિક બાબતે સુખ વધે. તબિયત બાબતે ચિંતા રહે. શુભ રંગઃ ગુલાબી ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે વ્યસ્તતા રહે. સફળતા મેળવવાની કામના ફળે. યાત્રા-પ્રવાસ મજાનો રહે. શુભ રંગઃ જાંબલી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે આકસ્મિક લાભ અપાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વનો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે પરિસ્થિતિ સુધારતું સપ્તાહ શરૃ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન મુશ્કેલીઓ ધીમે-ધીમે દૂર ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ખર્ચ-ખરીદી કરાવતું સપ્તાહ શરૃ થાય છે. આ સપ્તાહ દરમિયાન સુખ-સમૃદ્ધિ વધારવા લલચાશો. ભૌતિક ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થઈ રહ્યું છે. આ સમયમાં પારિવારિક સદસ્યો, ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે સ્વાસ્થ્યની સંભાળ માંગતું સપ્તાહ શરૃ થાય છે. આ દિવસો દરમિયાન આરોગ્ય પ્રત્યે ગંભીર ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે આનંદદાયી સપ્તાહ શરૃ થાય છે. આ સમયમાં ચિંતા-પરેશાની ધીમે ધીમે હળવી થાય. માનસિક ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને ભાગ્યનો ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit