| | |

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નોડલ ઓફિસરોની બેઠક યોજાઈ

ખંભાળિયા તા. ૧૪ઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ર૦૧૯ ની જાહેરાત તા. ૧૦.૩.ર૦૧૯ ના  કરવામાં  આવી છે. ગુજરાતમાં તા. ર૩.૪.ર૦૧૯ ના ચૂંટણી યોજાનાર છે, જેના આયોજનના ભાગરૃપે જિલ્લાના તમામ નોડલ ઓફિસરો સાથે કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરે તમામ  નોડલ ઓફિસરોને જરૃરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીઓ સત્તાધિકારીઓની ચૂંટણીલક્ષી જાહેરાત નાણાકીય સહાય, નિતીવિષયક બાબતોની જાહેરાત, મંત્રીઓની કચેરી કામ અર્થે મતવિભાગોની મુલાકાત અને સરકારી વાહનોના ઉપયોગ અંગે, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ વગેરે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક ન યોજવા, સરકારી કે જાહેર મકાનોમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી/મંત્રી અને અન્ય મહાનુભાવોના ફોટોગ્રાફ્સ સાથેના કેલેન્ડર ચિત્રો વગેરે  સમયસર દૂર કરવા તેમજ ચૂંટણી સાથે સંકળાયેલ કોઈપણ અધિકારી/કર્મચારીની બદલી તથા રજા પ્રતિબંધ મૂકવા વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, નિવાસી અધિક કલેક્ટર પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામક વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉઘાડ તેમજ જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit