| | |

પોક્સોમાં ફેરફારને કેબિનેટની મંજુરીઃ બાળકોના યૌનશોષણ માટે હવે મોતની સજા

નવી દિલ્હી તા. ૧૧ઃ કેન્દ્રિય કેબિનેટે પોક્સોના કાયદામાં સુધારો કરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. તે ઉપરાંત ટ્રાન્સજેન્ડર્સ કાયદાને ર૦૧૯ ને પણ મંજુરી અપાઈ છે.

કેન્દ્ર સરકારે પોક્સોના કાયદામાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. પોક્સોમાં ફેરફારને મંજુરી આપતા કેન્દ્રિય કેબિનેટે બાળ વિરોધી યૌન અપરાધમાં મોતની સજાને મંજુરી આપી છે. બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્ત્વની નિર્ણયની માહિતી આપતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર, નરેન્દ્રસિંહ તોમર અને સંતોષ ગંગવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, મંત્રીમંડળે બાળકો વિરૃદ્ધ શારીરિક અપરાધો સામે બાળકોને રક્ષણ આપતા પોસ્કો ર૦૧ર માં ફેરફારને મંજુરી આપી દીધી છે. આ કાયદામાં બાળકો વિરૃદ્ધ યૌન અપરાધો માટે મોતની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટે ટ્રાન્સજેન્ડર્સ કાયદા ર૦૧૯ ને પણ મંજુરી આપી દીધી છે. આ બિલમાં ટ્રાન્સજેન્ડર્સને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે જોગવાઈઓ કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit