૧૦૮ સ્ટાફની વધુ એક યશકલગીઃ અંતરીયાળ વિસ્તારમાં પ્રસુતાને કરાવાઈ સફળ ડીલિવરી


જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામમાં વસવાટ કરતા રેખાબેન હેમરાજભાઈ વસુનીયા (ઉ.વ. ૨૬) નામના ગર્ભવતી મહિલાને ગઈરાત્રે પ્રસવ પીડા ઉપડતા તેમના પરિવારે ૧૦૮ને જાણ કરી હતી. આ વેળાએ રણજીતસાગર રોડ લોકેશનમાં ફરજ પર રહેલી એમ્બ્યુલન્સના ઈએમટી વિશાલ ગોહિલ તથા પાયલોટ નિલેશ શીયાર દોડી ગયા હતાં. તેઓએ ચંદ્રગઢના વાડી વિસ્તારમાં જ્યાં રેખાબેન વસવાટ કરે છે ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોય એક કીમી જેટલું અંતર ચાલીને કાપ્યું તે દરમ્યાન રેખાબેનને અસહ્ય પીડા ઉપડતા અંધારામાં ટોર્ચ ચાલુ કરાવી ઈએમટી વિશાલ ગોહિલે સ્થળ પર તે મહિલાને પ્રસુતિ કરાવી હતી. તે પછી એમ્બ્યુલન્સમાં માતા તથા બાળકને લાલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતાં. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit