ધ્રોળમાં યુવા કોંગ્રેસનું અનુકરણિય સેવા કાર્યઃ દંડના બદલે માસ્ક વિતરણ


ધ્રોળમાં જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમતભાઈ ખવાની સૂચના પ્રમાણે ધ્રોળ યુવા કોંગ્રેસ પ્રમુખ ભગીરથભાઈ ગોહિલ તથા સામાજિક કાર્યકર મહાવીરસિંહ જાડેજાએ એક અલગ રીતે સેવાકાર્ય કર્યું હતું. જેમાં જે લોકો માસ્ક વગર હતાં તેમની પાસેથી પોલીસની મદદથી દંડ વસૂલ કરવાને બદલે વિનામૂલ્યે માસ્ક આપીને નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતાં. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ગ્લુકોઝ પાણી પીવડાવી તેમની સેવાને બિરદાવી હતી.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit