અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રી હકુભા જાડેજાના હસ્તે જામનગરના વોર્ડ નં. ૪ માં રૃા. રપ લાખના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત સંપન્ન


જામનગર શહેરના વોર્ડ નં. ૪ માં દ્વારકેશપાર્ક જુવાનસિંહના ઘરની આસપાસની આંતરિક શેરીઓમાં અંદાજિત રૃા. ૮.૦૩ લાખના ખર્ચે સીસી રોડનું કામ, ચામુંડા માતાજીના મંદિરવાળા ચોકમાં અંદાજિત રૃા. ૪.૧૮ લાખના ખર્ચે સીસી બ્લોકનું કામ, ક્રિષ્ના પાર્કમાં રઘુકુળ પ્રોવિઝન સ્ટોરવાળા મુખ્ય માર્ગથી લઈ વોકળા સુધી અંદાજિત રૃા. ૧૩.પ૦ લાખના ખર્ચે સી.સી. રોડનું કામ તેમ કુલ અંદાજિત રૃા. રપ.૭૧ લાખના ખાત મુહૂર્ત અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યા હતાં. આ તકે તેમની સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઈ બારડ, દંડક જડીબેન સરવૈયા, વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર તથા તે વિસ્તારના સ્થાનિક અગ્રણી જયરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, વોર્ડના પ્રમુખ વિજયસિંહ ગોહિલ, સામતભાઈ પરમાર, કાનજીભાઈ બારોટ, સુરેશભાઈ કંટારીયા, ગજેન્દ્રસિંહ જાડેજા, હીનાબા, વિણાબા, વનિતાબેન, રેખાબેન અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમના વિસ્તારમાં થઈ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઈ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit