રોટરી ક્લબ સેનોરાસ અને રોટરેક્ટ ક્લબ એમિગોસના ઉપક્રમે થ્રી ઈન વન પ્રોજેક્ટ


રોટરી ક્લબ સેનોરાસ તથા રોટરેક્ટ ક્લબ એમીગોસના સંયુક્ત ઉપક્રમે થ્રી ઈન વન પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ ગણપતિનગરમાં પૂરી-શાક, માસ્ક તથા પેટમાં થતા કૃમિ માટે અને વિટામિન-એ ની દવા આપવામાં આવી હતી. આ કાર્ય સરળતાથી કરી શકાય તે માટે તમામ વ્યવસ્થા બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવનાર સંજયભાઈએ કરી હતી. આ તકે રોટરી ક્લબના પ્રમુખ ડો. પ્રવિણા સંતવાણી, રોટરેક્ટ ક્લબ એમિગોસના પ્રમુખ પંકજ પરમાર, સેક્રેટરી મનસુખ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit