નવાગામ (ઘેડ)-ભીમવાસ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીઃ ખાડાઓથી લોકો ત્રાહિમામ્


જામનગરના વોર્ડ નં. ૪ ના નવાગામ (ઘેડ), ભીમવાસ વિસ્તારમાં ચારેતરફ ગારો-કીચડ-ગંદકી ફેલાઈ ગયા છે. રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. આ વિસ્તાર સ્લમ વિસ્તાર અને નિચાણવાળો વિસ્તાર હોય, વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આ વિસ્તારના લોકો ગંદકી અને ખાડાની સમસ્યાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. આ વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર વકીલ આનંદ ગોહિલે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી યુદ્ધના ધોરણે ગારો-કીચડ-ગંદકી દૂર કરવા, સફાઈ કરવા, ખાડા પૂરવા રજૂઆત કરી છે. તેમણે ટકોર કરી છે કે જામનગર મહાનગરપાલિકાના સફાઈતંત્ર સહિતના સંલગ્ન તંત્રોની નિષ્ક્રિયતાના કારણે જામનગર મહાનગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાનમાં ૮૦ માંથી ર૬ મા ક્રમે ભલે આવી ગઈ હોય, પણ વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ વિપરીત અને ગંભીર છે.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit