મેયરના વોર્ડમાં વિરોધ પક્ષ દ્વારા વૃક્ષારોપણ-રામધૂનનો કાર્યક્રમ


જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા મેયરના વોર્ડ નં. ૧૦માં હાલાર હાઉસ પાસે આવેલ સ્વામિનારાયણ નગરના વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે મેયરના વોર્ડમાં ખાડા-ગંદકી વગેરે પ્રશ્નોના ઉકેલ માટે મેયરને સદ્દબુદ્ધિ આપે તેવા હેતુથી રામધૂન કરવામાં આવી હતી. આ સાથે ખાડાઓનો વિરોધ કરવા ખાડામાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મનપાના વિપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી યુસુફભાઈ ખફી, પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસના મહિલા હોદ્દેદાર સહારાબેન મકવાણા, કોર્પોરેટરો નીતાબેન પરમાર, દેવશીભાઈ આહિર, આનંદ ગોહિલ, આનંદ રાઠોડ, જેનબબેન ખફી, કોંગ્રેસના શહેર મંત્રી સાજીદભાઈ બ્લોચ, સુભાષભાઈ ગુજરાતી જોડાયા હતા. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit