જેઈઈ-નીટની પરીક્ષાઓ મુલતવી રાખવા ધરણાં


દેશભરમાં જેઈઈ અને નીટ પરીક્ષા લેવા માટે આયોજન કરવામાં આવ્યું છે. હાલ કોરોના મહામારીના સંકટ સમયે આવી પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ઘાતક પુરવા થઈ શકે છે. એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ નિરજ કુંદન પરીક્ષા મુલતવી રાખવાની માંગણી સાથે દિલ્હીમાં ભૂખ હડતાલનું આંદોલન કરી રહ્યાં છે. જામનગર એનએસયુઆઈ. પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, યુવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હેમંત ખવા, શહેર પ્રમુખ ડો. તૌસિફખાન, શહેર મંત્રી શક્તિસિંહ જેઠવાના પ્રતિનિધિ મંડળે ડીકેવી સર્કલ પાસે સ્વામી વિવેકાનંદજીને પરીક્ષા મુલતવી રાખવાનું આવેદનપત્ર રજૂ કરી ત્યાં બે કલાક માટે પ્રતીક ધરણાં કર્યા હતાં. (તસ્વીરઃ પરેશ ફલિયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit