ચિરવિદાય

જામનગરઃ દલપતરાય મોહનલાલ વારીયાના પુત્ર યોગેશભાઈના ધર્મપત્ની નયનાબેન (ઉ.વ. ૬ર) તા. ૮-૪-ર૦ર૦ ના અરિહંતશરણ પામેલ છે. તે હાર્દિક તથા મેઘા શેઠના માતુશ્રી, ભૂમિકા તથા શ્રેયસ (સીકે) શેઠના સાસુ, વેદાંતના દાદી, જશ્વીની નાની અને મુંબઈ નિવાસી મણીલાલ મૂળજી પટેલના પુત્રી થાય. સદ્ગતનો લૌકિક  વ્યવહાર બંધ રાખેલ છે.

જામનગરઃ રસિકભાઈ ભદ્રા (ભાનુશાળી બોર્ડીંગવાળા) નું અવસાન થયેલ છે. સદ્ગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જામનગરઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ લંડન નિવાસી મંગળાગૌરી ઠાકર, તે પ્રભુલાલ ભાણજીના પત્ની અને સુબોધભાઈ, ભદ્રાબેન, ઈલાબેન, ઉષાબેન અને ભાવનાબેનના માતા તથા જામનગરના સ્વ. લાભશંકરભાઈ ભાણજી ઠાકરના ભાભી અને જુનાગઢના સ્વ. જન્મશંકરભાઈ, સ્વ. માનશંકરભાઈ, સ્વ. મનસુખભાઈ ભટ્ટના બહેન તેમજ હિતેષભાઈ (રાજકોટ), રાજેશભાઈ (સુરત) અને નિલેશભાઈના ભાભુનું તા. પ-૪-ર૦ર૦ ના અવસાન થયું છે.

જામનગરઃ સોની જ્ઞાતિના શશીકાંત કાન્તિલાલ ચોકસી (ઉ.વ. ૭પ), તે સંદીપભાઈના પિતા તથા ઈશ્વરલાલ કે. ચોકસી, કિરીટભાઈ કે. ચોકસીના મોટાભાઈનું તા. ૯-૪-ર૦ર૦ ના અવસાન થયું છે. સદ્ગતના ટેલિફોનિક બેસણા માટે તા. ૧૦-૪-ર૦ર૦ ના સવારે ૧૦.૩૦ થી ૧૧ દરમિયાન કિરીટભાઈ (મો. ૮૩૪૭૭ ૩૮૦૯૮) અથવા સંદીપભાઈ (મો. ૯૯૦૪૦ ૭૮૭૮૬) નો સંપર્ક કરવો.

close
Nobat Subscription