બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

ચિર વિદાય

જામનગર નિવાસી તથા મૂળ ચિતલના અમરચંદ હિરાચંદ શાહ તે પ્રભુદાસ હિરાચંદ શાહના ભાઈ તેમજ ચિમનભાઈ ભરતભાઈ (અમદાવાદ), પ્રકાશભાઈ (સુરત), સ્વ. અરવિંદભાઈ, જસવંતભાઈ, અનિલભાઈ (ઓલ-નો ગ્રાસીમ)ના પિતાનું તા. ૧ર ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૪-૮-ર૦૧૪ (ગુરૃવાર)ના સવારે ૯.૩૦ વાગ્યે, પેલેસ ઉપાશ્રય, ડી.કે.વી. કોલેજ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ કૈલાશબા હનુભા (બટુકસિંહ) ઝાલા (ઉ.વ. ૬ર) નું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪-૮-ર૦૧૪ ના સાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન ભાઈઓ માટે રામેશ્વર મહાદેવનું મંદિર, રામેશ્વરનગર તથા બહેનો માટે તેમના નિવાસસ્થાન, રાંદલનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ ગુર્જર સુતાર જ્ઞાતિના કમલેશભાઈ ગોરધનદાસ ગોધાણીયા (મતવા-માટલી), તે મનસુખભાઈ, જયચંદ્રભાઈ, દિલીપભાઈ, રાજુભાઈના ભાઈનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૮-ર૦૧૪ ના સાંજે ૪ થી પ દરમ્યાન વિશ્વકર્માનું મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ હાલારી વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના મૂળ ગામલાખાબાવળ અને હાલ જામનગર નિવાસી દેવરાજ ડાહ્યાલાલ, વાઘજી પેથરાજ ગલૈયા, પરમાબેન વિરપાર, ડાહીબેન નાયા, મણીબેન લાલજીના પુત્ર હરખચંદ દેવરાજ (ઉ.વ. ૭૬) (શ્રી મહાવીર મેટલ ક્રાફટ પ્રા.લિ., જામનગર) તે મોતીચંદ, નેમચંદ, જયાબેન કેશવજી, પાનીબેન કાનજી, દેવકુરબેન કરમશી, સવિતાબેન પ્રવિણ, પુષ્પાબેન ડાહ્યાલાલના ભાઈ તથા મણીબેન જેસંગ, કસ્તુરબેન વેલજી ગડા, લીલુબેન ખીમજી ગુઢકા, લાધીબેન દેવચંદ સુમરીયાના જમાઈ તથા મનસુખ, ચંદુલાલ, નેમચંદ, કિશોર, જ્યંતિલાલ, કાંતિલાલ, રમેશચંદ્ર નવીનચંદ્ર, કંચનબેન સોમચંદ, મંજુલાબેન પ્રવિણ, પુષ્પાબેન કીર્તિ, કાંતાબેન મેઘજી, રંજનબેન કાંતિલાલ, મુક્તાબેન કિશોરના બનેવી તથા સમીર, રાજશ્રી, હર્ષા, જયેશ, દિપ્તી યોગેશના પિતા તથા મયુર, સરલા, જયેશ - નિતા, કમલેશ-વંદના, ચેતન-સંગીતા, મીના નરેશ, અનિલા-જીતેન્દ્રના કાકા, ધીરેન-શ્વેતા, સ્વાતી-ચિંતનના ફૂવા, રાજુ-હર્ષિદા, વિનય-બિંદી, સંગના-પંકજ, અપેક્ષા-બિમલના મામાનું તા. ૮ ના દિને મુંબઈમાં અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા. ૧૪-૦૮-ર૦૧૪ના સાંજે ૪ થી પ દરમ્યાન આયંબિલ ભુવન, ર-ઓશવાળ કોલોની, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી મૂળ લાખાબાવળના સ્વ. લાલજી દેવન નગરીયાના પુત્ર મુળજી લાલજી તથા સ્વ. કાન્તાબેન મુળજીના પુત્રી સુમીતા મુળજી (ઉ.વ. ૩૮), તે કાન્તિલાલ મનસુખલાલ, રમેશ લાલજી, કાન્તાબેન પ્રેમચંદ ગુઢકા (લાખાબાવળ), ચંપાબેન દિનેશ જાખરીયા (વસઇ)ના ભત્રીજી, રંજનબેન નરેશ ગુઢકા (ગાંગવા), સ્વ. રેખાબેન મયુર સુમરીયા (ડબાસંગ), મીતાબેન હિતેન વોરા (ચેલા) અંજનાબેન મુળજીના બહેન, પ્રેમચંદ લાલજી મારૃ (સિક્કા), લીલાવંતી ધીરજલાલ ગોસરાણી (નવાગામ)ના ભાણેજી, સ્વ. જવીબેન કેશવજી હરિયા (ડબાસંગ), કંકુબેન કેશવજી માલદે (આરીખાણા)ના ભત્રીજી, કેતન ભાવિન, કલ્પેશ, નીમીષ, મેઘના કેવલ સુમરીયા (લાખાબાવળ), આશી ધરમ, મીનલના બહેનનું તા. ૧૨ના દિને અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા. ૧૪-૮-૧૪ (ગુરૃવાર)ના સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ દરમ્યાન ઓશવાળ સેન્ટર, અતિથિગૃહમાં રાખવામાં આવી છે.

જામનગરઃ નટવરલાલ ગોકલદાસ ચંદારાણા (મુંબઇ-ઉ.વ. ૭૪), તે સ્વ. મથુરાદાસ માધવજી કાનાણી (ખંભાળીયા)ના જમાઇ તથા મૂળરાજભાઇ (મુંબઇ), લલિતભાઇ (જામનગર) તથા નવીનભાઇ (ખંભાળીયા)ના બનેવી તથા કનુભાઇ કોટક (જામનગર)ના સાઢુભાઇનું તા. ૮ના દિને મુંબઇમાં થયું છે. સદ્ગતની સાદડી તા. ૧૪-૮-૨૦૧૪ (ગુરૃવાર)ના સાંજે ૪-૩૦ થી ૫-૩૦ દરમ્યાન લલિતભાઇના નિવાસસ્થાનઃ 'મથુરેશ' મહાવીર સોસાયટી, બંગલા નં. ૨૧, ગીતા મંદિર હોલ પાસે, જામનગરમાં   રાખવામાં આવ્યું છે.

જામનગરઃ વાવબેરાજા ગામના હાલારી વિસા ઓશવાળ જૈન સ્વ. રૃપસી લખધીર નાગડાના ધર્મપત્ની મણીબહેન (ઉ.વ. ૯૦), તે સ્વ. વીરપાર, સ્વ. નાથાલાલ, સ્વ. દેવસી પદમશી માલદે (વસઇ), નર્મદાબેન લીલાધર ખીમજી ગુઢકા (મીઠોઇ)ના બહેન તથા કંકુબેન વીરપાર માલદેના ભાભી/નણંદનું તા. ૧૨ના દિને લંડનમાં અવસાન થયું છે.

જામનગર નિવાસી પ્રભુદાસ ચકુભાઇ સરવૈયાના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉ.વ. ૬૫)નું તા. ૧૨ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪-૮-૨૦૧૪ના સાંજે ૪ થી ૪-૩૦ દરમ્યાન ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ લતીપુર નિવાસી શ્રી નથુ તુલસી ઔ. જ્ઞાતિના ભૂપતરાય હરજીવન મહેતા (ઉ.વ. ૯૦), તે વિનોદભાઇ, હર્ષદભાઇ અને ભરતભાઇના પિતા તથા ભૂપતરાય કામેશ્વર પંડયા (અલિયાબાડા)ના સસરાનું તા. ૧૨ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪-૮-૨૦૧૪ (ગુરૃવાર)ના સાંજે ૫ થી ૬ દરમ્યાન કષ્ટભંજન હનુમાન મંદિર હોલ, ગાંધીનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ખંભાળીયા નિવાસી સોરઠીયા દરજી સ્વ. ચંદુલાલ લાલજીભાઇ ગોહેલના ધર્મપત્ની ગં.સ્વ. નર્મદાબેન (ઉ.વ. ૮૫), તે કૌશિકભાઇ તથા ચંદુલાલના માતાનું તા. ૧૨ના દિને અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૪-૮-૨૦૧૪ (ગુરૃવાર)ના સાંજે ૪ થી ૪-૩૦ દરમ્યાન ભાઇઓ તથા બહેનો માટે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે.

ભાટિયાઃ નંદાણા નિવાસી ગુર્જર સુથાર જ્ઞાતિના છગનલાલ કેશવજી દુધૈયા (ઉ.વ. ૭ર), તે શૈલેષભાઈના પિતા તથા સમીરના દાદાજીનું તા. ૧રના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪-૮-ર૦૧૪ (ગુરૃવાર)ના સાંજે ૪ થી ૬ દરમ્યાન તેઓના નિવાસસ્થાન વિવેકાનંદનગર, નંદાણામાં રાખવામાં આવ્યું છે.

કાર્ટૂન

ફોટો ગેલેરી