| | |

ક્રિકેટ વર્લ્ડ કપઃ ભારતનો સેમીફાઈનલમાં પરાજય થતાં વર્લ્ડકપમાંથી આઉટ ઃ ન્યુઝીલેન્ડ ફાઈનલમાં

માન્ચેસ્ટર તા. ૧૧ઃ ઈંગ્લેન્ડની ધરતી પર માન્ચેસ્ટરમાં રમાયેલા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના પ્રથમ સેમી ફાઈનલમાં ભારતનો ૧૮ રને પરાજય થતાં ભારત વર્લ્ડકપની રેસમાંથી 'આઉટ' થઈ ગયું છે.

વરસાદના વિઘ્નના કારણે ગઈકાલે ફરીથી શરૃ થયેલા મેચમાં ન્યુઝીલેન્ડે બાકીના ર૩ દડામાં ર૮ રન ઉમેર્યા હતાં. જો કે, તેને ત્રણ વિકેટો ગુમાવી હતી. ન્યુઝીલેન્ડના પ૦ ઓવરમાં ૮ વિકેટે ર૩૯ રન થયા હતાં.

જેના જવાબમાં ભારતનો પ્રારંભિક ધબડકો થયો હતો. રોહિત શર્મા, રાહુલ, કોહલી, કાર્તિક સસ્તામાં આઉટ થઈ જતા ર૪૦ નો આસાન ગણાતો ટાર્ગેટ મુશ્કેલ બની ગયો હતો. રૃષભપંત અને હાર્દિક પંડ્યાએ ધબડકો અટકાવ્યો હતો. પણ આ બન્ને ખેલાડી આઉટ થઈ જતાં સમગ્ર આધાર રવિન્દ્ર જાડેજા અને વર્લ્ડના ગ્રેટ ફીનીશર તથા સિનિયર ખેલાડી મહેન્દ્રસિંઘ ધોની પર આવી પડ્યો હતો, અને આ બન્ને બેટધરોએ ન્યુઝીલેન્ડના બોલેરોને જરાપણ મચક આપ્યાં વગર તેમજ કોઈપણ જાતના દબાણમાં આવ્યા વગર સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. એક તરફ ધોની ખૂબ જ ધીમું બેટીંગ કરી રહ્યો હતો. તો બીજા છેડે રવિન્દ્રએ આક્રમક રમત શરૃ કરી હતી અને ચોગ્ગા-છગ્ગા ફટકારી ભારતનો વિજય થશે તેવી સ્થિતિ પેદા કરી દીધી હતી. તેમ છતાં એક ઉતાવળીયો અને ઉંચો ફટકો મારવા જતાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૭૭ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. ધોનીએ મેચ જીતવા મરણીયા પ્રયાસો કર્યા, પણ ગુપ્ટીલના એક અફલાતૂન ડાયરેક્ટ થ્રોથી કમનસીબે રન આઉટ થયો હતો. તેણે ૭૮ દડામાં પ૦ રન કર્યા હતાં. અંતે ભારતનો દાવ રર૧ રનમાં પૂરો થતાં ભારતનો ૧૮ રનથી પરાજય થયો હતો. અને ન્યુઝીલેન્ડનો ફાઈનલમાં પ્રવેશ થયો છે.

આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલમાં પ્રવેશ માટેનો ખરાખરીના નિર્ણાયક મેચ રમાશે. આજના મેચના વિજેતા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવાર તા. ૧૪-૭-ર૦૧૯ ના ફાઈનલ જંગ ખેલાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit