ડો. તેજસ પટેલે વિશ્વનું ફર્સ્ટ ઈન-હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન સફળ બનાવી રચ્યો ઈતિહાસ

અમદાવાદ તા. ૬ઃ અમદાવાદના એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલ દ્વારા વિશ્વના ફર્સ્ટ-ઇન-હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન મારફતે ભારતે તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.  તેમણે ફર્સ્ટ-ઇન-હ્યુમન (હ્લૈંઁ) ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન માટે કોરિન્ડસ વેસ્ક્યુલર રોબોટિક્સ, ઇન્ક. ચદ્ગરૃજીઈ છદ્બીિૈષ્ઠટ્ઠહઃ ઝ્રફઇજીૃ ની ર્ઝ્રિઁટ્ઠારઍ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

આ વિશ્વનું સૌપ્રથમ પરક્યુટેનસ કોરોનરી ઇન્ટરવેન્શન (ઁઝ્રૈં) છે, જે કેથિરાઇઝેશન લેબની બહાર રિમોટ લોકેશન પરથી હાથ ધરાયું છે. ડો. તેજસ પટેલ દ્વારા (ઁઝ્રૈં) પ્રક્રિયા અમદાવાદ સ્થિત એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની કેથિરાઇઝેશન લેબથી લગભગ ૩૨ કિમીના અંતરે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાંથી હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે દર્દીઅમદાવાદમાં એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ડો. સંજય શાહની દેખભાળ હેઠળ હતા.

આ અભ્યાસની સફળતાએ વિશ્વભરમાં મોટા-પાયે, દૂર અંતરના ટેલિરોબોટિક પ્લેટફોર્મ્સ માટે માર્ગ મોકળો કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના સંતો પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય શ્રી ઇશ્વરચરણ સ્વામી આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, રોબોટિક ઁઝ્રૈં નો ફર્સ્ટ-ઇન-હ્યુમન કેસ ઇન્ટરવેન્શનલ મેડિસિન માટે સીમાચિહ્નરૂપ ઘટના રજૂ કરે છે. સ્ટ્રોક સહિતની કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓ વિશ્વભરમાં દર વર્ષેલગભગ ૧.૮ કરોડ લોકોના મોત માટેનું મુખ્ય કારણ છે. ભારતમાં ટેલિરોબોટિક્સનો ઉપયોગ, અત્યાર સુધી શક્ય ન હોય તેવી સંભાળની સુલભતા પૂરી પાડીને નોંધપાત્ર સંખ્યામાં લોકોપર પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે. આપણા દેશને પુષ્કળ મહિમા અને વૈશ્વિક આદર અપાવનાર આ ઐતિહાસિક સંશોધનમાં યોગદાન આપવાનું મને ગૌરવ છે.

કોરિન્ડસના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ટોલાન્ડે જણાવ્યું હતું કે, સ્ટ્રોક સહિતની કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ નિષ્ણાત ડોક્ટરો, સમયસર તબીબી સંભાળની મર્યાદિત સગવડોને કારણે વિશ્વની સૌથી નોંધપાત્ર અને ઓછી સારવાર ધરાવતી ક્લિનિકલ સમસ્યા છે. વૈશ્વિક ગરીબીમાં વધારા અને તાલીમબદ્ધ નિષ્ણાતોમાં ઘટાડા સહિતના સંભાળ અવરોધોને પરિણામે વિશ્વભરમાં બહુ ઓછી સંખ્યામાં દર્દીઓ જીવન-બચાવ સારવાર મેળવે છે જે મુખ્યત્વે મૃત્ય કે અપંગતામાં પરિણમે છે. અમે માનીએ છીએ કે અમારી ટેકનોલોજી કોઇને પણ, કોઇ પણ સ્થળે નિષ્ણાત અને સમયસર સારવાર પૂરી પાડીને કાર્ડિયોવેસ્ક્યુલર સારવારમાં ક્રાંતિ લાવશે,

આ કાર્યક્રમ અને પ્રક્રિયા પહેલાં નિલકંઠ વરણી અભિષેકની નાની આધ્યાત્મિક પૂજા કરવામાં આવી હતી અને શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ડો. પટેલે જણાવ્યું હતું કે, હું આ સફળતાને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરું છું, જેમના હૃદયની સારવાર કરવાનો મને લહાવો મળ્યો હતો. તેમના હૃદયે મારા હૃદયમાં પરિવર્તન લાવ્યું હતું અને આ ટેકનોલોજી મારફતે હું લાખો લોકોના હૃદયમાં પરિવર્તન લાવવા માગું છું.

દર્દીની સારવારના પરિણામો સુધારવા માટે, કોરિન્ડસે સારવારમાં આડે આવતા ભૌગોલિક અવરોધો ધરાવતા પછાત દર્દીઓને નિષ્ણાત અને સમયસર કાર્ડિયોવેસ્ક્યુલર સંભાળ પૂરી પાડવા માટે વિશ્વનું સૌપ્રથમ ટેલિરોબોટિક ઇન્ટરવેન્શનલ પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલ કરી છે. ભારતમાં હાથ ધરાયેલા સફળ હ્લૈંઁ ટેલિરોબોટિક કોરોનરી સ્ટેન્ટિંગ કેસોને પગલે કંપની સ્ટ્રોક સંભાળની માગ સંતોષવા માટે સિસ્ટમ માટે કોમર્શિયલાઇઝેશન પ્લાનિંગ અને તેના ઇન્ટરવેન્શનલ પ્લેટફોર્મને વિસ્તારવાનું વિચારી રહી છે.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રવક્તા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, ડો. તેજસ પટેલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અંગત કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપી છે. તે દરમિયાન તેમને ઊંડા આધ્યાત્મની પળોનો અનુભવ થયો છે. તેમની પોતાની વાર્તા શ્રદ્ધા અને હૃદય પરિવર્તનની એક નોંધપાત્ર સફર છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન સમયના સૌથી વધુ પ્રબુદ્ધ આધ્યાત્મિક ગુરુ હતા, જેમણે માનવ જીવન અને વૈશ્વિક મૂલ્યોના વિકાસ માટે વિજ્ઞાન અને આધ્યાત્મને પ્રોત્સાહન આપ્યું હતું.

close
Nobat Subscription