લંડનઃ વિશ્વમાં ડરનો પર્યાય બની ગયેલ આતંકવાદી સંગઠન ISનો કુખ્યાત આતંકવાદી 'જેહાદી જોન'ની ઓળખ આખરે જાહેર થઈ ગઈ. વીડિયોમાં બંધકોના માથા વાઢનાર આ વ્યક્તિનો ઓળખ મોહમ્મદ એમવાજીના રૂપમાં થઈ છે જેનું બાળપણ પશ્ચિમી લંડનમાં વિત્યું છે. 27 વર્ષના એમવાજીની માત્ર ઓળખનો ખુલાસો જ નથી થયો પરંતુ તેની બાળપણની તસવીરો પણ સામે આવી છે. બ્રિટિશ ડેબલોયડ ડેઇલી મેલ અનુસાર બાળપણમાં કોઈ અન્ય બાળકની જેમ માસૂમ દેખાતો જેહાદી જોન આટલો બધો ખુંખાર નિકલશે તેવી કલ્પના પણ કોઇએ નહીં કરી હોય. સમાચાર અનુસાર જેહાદી જોનને બાળપણમાં અન્ય બાળકોની જેમ વીડિયો ગેમનો શોખ હતો અને માર્શલ આર્ટ્સનો અભ્યાસ કર્યા કરતો હતો.
ગાંધીનગર: રાજકોટ જિલ્લાનાં ભાયાવદરનાં મુળ વતની અને કુડાસણ રહેતા એક 28 વર્ષિય યુવાને ગાંધીનગર તાલુકાનાં લવારપુર પાસે આવેલી ગુજરાત હોટેલની સામે પોતાની એસેન્ટ કારમાં તમંચાથી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં યુવાનનાં પરીવારજનો દ્વારા યુવાનનાં સાસરીયા સામે આપઘાતની દૂષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસે આજે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે સવાલો ઉઠાવી રાજ્ય સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન બનાસકાંઠાની શાળાઓમાં ઓરડાઓની ઘટનો પ્રશ્ન ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાએ આક્ષેપ કર્યો હતો કે, શાળાઓમાં ઓરડા નથી તો ચોમાસામાં વિદ્યાર્થીઓને ક્યાં બેસાડો છો? ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ આક્ષેપ કર્યો હતો કે, 'ઉચ્ચ કક્ષાના શિક્ષણની વાતો કરો છો અને ઘેંટા-બકરાની જેમ બાળકોને ભણાવો છો.'
આ મુદ્દે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારે અમને ઓરડા આપ્યા નથી. પણ આજે દેશમાં 'અચ્છે દિન' આવી ગયા છે એટલે વિદ્યાર્થીઓ માટે પણ 'અચ્છે દિન' આવશે.
પર્થ : વર્લ્ડકપ 2015માં અત્યાર સુધી બે મેચમાં મળેલી ભારતની જીતમાં દર્શકોનો ફાળો પણ મહત્વનો રહ્યો છે. હજારોની સંખ્યામાં ભારતના ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં ટીમનો ઉત્સાહ વધારવા આવે છે. એડિલેડ અને મેલબોર્ન પછી પર્થમાં પણ ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવી રહ્યા છે. જોકે મેચ પહેલા ભારતીય ટીમે પોતાના પ્રશંસકોને નારાજ કરી દીધા છે.
પર્થ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ દરમિયાન કેટલાક પ્રશંસકો આવ્યા હતા, જે ભારતીય ખેલાડીઓ સાથે ફોટો પડાવવા માંગતા હતા પણ તેમના ઓટોગ્રાફ લેવા માંગતા હતા. જોકે ધોની અને તેની ટીમે આમ કર્યું ન હતું., જેથી પ્રશંસકો નિરાશ થયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે પર્થમાં ટીમ ઇન્ડિયાના પ્રશસંકો ખેલાડીઓના વ્યવહારથી નારાજ છે.
કાબૂલ : અફઘાનિસ્તાનને ટીમે ગુરુવારે આઈસીસી વર્લ્ડકપમાં પ્રથમ જીત મેળવી હતી. આ જીતની અફઘાનિસ્તાનના લોકોએ જોરદાર ઉજવણી કરી હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ ટ્વીટ કરી પોતાની ટીમને વર્લ્ડકપમાં પ્રથમ જીત ઉપર અભિનંદન આપ્યા હતા. અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત ઉપર ઘણા દેશોમાં ટીમના પ્રશંસકોએ ઉજવણી કરી હતી. અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ અને જલાલાબાદ ઉપરાંત ઘણા શહેરોમાં લોકોએ નાચ ગાન કરીને જીતની ઉજવણી કરી હતી.
દ્વારકા: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નાનાભાઇ અને ફેર પ્રાઇઝ શોપ્સ એસોસીએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદી દ્વારકા દર્શનાર્થે આવ્યા હતાં તેઓએ દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા હતાં અને ભગવાનની પાદુકાનું પૂજન કર્યુ હતું. ઉપરાંત શંકરાચાર્યના શારદામઠની પણ તેમણે મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સન્યાસાશ્રમ ખાતે સુબોધાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને આશ્રમ ખાતે રોકાયા હતાં જયાં તેમનું શાલ ઓઢાડી તથા દ્વારકાધીશજીની પ્રતિમા અર્પણ કરી સન્માન કરાયું હતું.
ગુજરાતમાં ચાલુ વર્ષે બટાકાનું ૪.૭૫ કરોડ કટ્ટા (એક કટ્ટા એટલે ૫૦ કિલો)નું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. આ સામે ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતાં ૩.૨૮ કરોડ કટ્ટા બટાકા સમાવવાની છે. ગુજરાતની જરૃરિયાત ત્રણ કરોડ કટ્ટાની છે. પશ્રિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં પણ સારો પાક હોવાના કારણે બહારના રાજયોમાં બટાકાની માંગ નથી. આ કારણથી બટાકાના ભાવ અત્યારે જ એટલા ગગડી ગયા છે કે ખેડૂતો ખોટ ખાઈને વેચી રહ્યાં છે અને બટાકાનું લઘુતમ નિકાસ મુલ્ય ઘટાડવામાં નહિં આવે અને બટાકાની નિકાસ નહિં થઈ શકે તો ૨૦૧૧ની જેમ ખેડૂતોએ બટાકા રસ્તા પર ફેંકી દેવાનો વારો આવશે.
ગત વર્ષે ફેબુ્રઆરીમાં હોલસેલ બજારમાં બટાકાનો મણનો ભાવ ૧૩૦-૧૪૦ રૃપિયા હતો જેની સામે આ વર્ષે ૫૦થી ૬૦ રૃપિયા છે. બટાકાનું મુખ્ય ઉત્પાદન થાય છે તે વિસ્તારો ડિસા, દહેગામ, સાબરકાંઠા, અરવલ્લી, વીજાપુર અને ખેડામાં આ વર્ષે ગત વર્ષ કરતાં ૮૫ લાખ કટ્ટાનું વધુ ઉત્પાદન થયું છે. બટાકાની વાવણી સામાન્ય રીતે નવેમ્બરમાં શરૃ થાય છે અને ફેબુ્રઆરીમાં પાક આવે છે. આ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં ઓકટોબર-નવેમ્બર સુધી સાચવી શકાય છે. ગુજરાતમાં બટાકા સાચવવા માટે ૨૨૯ કોલ્ડ સ્ટોરેજ છે, જેની ક્ષમતા ૩.૨૮ કરોડ કટ્ટાની છે. દેશના કુલ ઉત્પાદનના માત્ર છ ટકા બટાકાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દેશના અન્ય રાજયોમાં અને નિકાસ માટેના બટાકા પશ્રિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી જાય છે. આ ત્રણ રાજયોમાં પણ આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઉત્પાદન છે. બમ્પર સ્ટોકને રાખવાની જગ્યા ના હોવાના કારણે બટાકાના ભાવ અત્યારે જ ગગડી ગયા છે અને રિટેલ ભાવ પણ કિલોના ૮-૯ રૃપિયાથી ઘટીને ૫ રૃપિયા થઈ ગયો છે. ગુજરાતમાં વેફરના અને ફ્રેચ ફ્રાઈઝ માટે ૭૫ લાખ કટ્ટાની બટાકાની જરૃરિયાત છે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ૨૦૧૧માં બટાકાનુ આ જ રીતે બમ્પર ઉત્પાદન થયું હતું અને કોલ્ડ સ્ટોરેજની પુરતી ક્ષમતા ના હોવાના કારણે બટાકા બગડી ગયા હતાં અને રસ્તાઓ પર ફેંકી દેવા પડયા હતાં. સરકારની આંખ ખોલવા માટે રસ્તા પર ફેંકાયેલા બટાકા અંગે પણ ખેડૂતો પર પ્રદૂષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ વર્ષે સરકાર અત્યારથી નહિં જાગે તો સ્થિતિ ૨૦૧૧ જેવી જ થશે.
કેન્દ્ર સરકારે બટાકાની નિકાસ માટે લઘુતમ નિકાસ મુલ્ય ટનદીઠ ૪૫૦ ડોલર નક્કી કર્યુ છે. ખેડૂતોનું કહેવું છે કે દેશમાં બટાકાનું ઉત્પાદન જરૃરિયાત કરતાં અનેકગણું છે ત્યારે આ બટાકાની નિકાસ થઈ જાય તે જરૃરી છે, સરકારે લઘુતમ નિકાસ મુલ્યની સીલીંગ હટાવી લેવી જોઈએ જેથી ખેડૂતો જે ભાવ આવે તે ભાવે બટાકાની નિકાસ કરી શકે અને બટાકા ફેંકવાનો વારો ના આવે.
રાજકોટઃ દબંગ સ્ટાર સલમાનને ગુસ્સો નાક પર છે તે વાત જગજાહેર છે. ગોંંડલમાં ચાલી રહેલા પ્રેમ રતન ધન પાયો ફિલ્મના શૂટીંગ માટે આવેલા સલમાનના ગુસ્સાનો પરિચય પણ મળી ગયો. સલમાન ખાન બિઇંગ હ્યુમન નામની એનજીઓ ચલાવે છે. ગોંડલમાં એક યુવાને પહેરેલું બિઇંગ હ્યુમનનું ડુપ્લીકેટ ટી શર્ટ સલમાનની નજરે ચડ્યું અને સલ્લુને ગુસ્સો આવ્યો હતો. તાકીદે ગાડી રોકાવી યુવાનને રોકડું પરખાવી દીધું હતું કે, ક્યો ડૂપ્લિકેટ ટી શર્ટ પહનતે હો? બિઇંંગ હ્યુમન કે ટી શર્ટ ઇતને મહંગે ભી નહીં ઔર વો પૈસે ભી અચ્છે કામ કે લિએ ખર્ચ કરતા હું મૈ.
રાજકોટઃ દબંગ સ્ટાર સલમાનને ગુસ્સો નાક પર છે તે વાત જગજાહેર છે. ગોંંડલમાં ચાલી રહેલા પ્રેમ રતન ધન પાયો ફિલ્મના શૂટીંગ માટે આવેલા સલમાનના ગુસ્સાનો પરિચય પણ મળી ગયો. સલમાન ખાન બિઇંગ હ્યુમન નામની એનજીઓ ચલાવે છે. ગોંડલમાં એક યુવાને પહેરેલું બિઇંગ હ્યુમનનું ડુપ્લીકેટ ટી શર્ટ સલમાનની નજરે ચડ્યું અને સલ્લુને ગુસ્સો આવ્યો હતો. તાકીદે ગાડી રોકાવી યુવાનને રોકડું પરખાવી દીધું હતું કે, ક્યો ડૂપ્લિકેટ ટી શર્ટ પહનતે હો? બિઇંંગ હ્યુમન કે ટી શર્ટ ઇતને મહંગે ભી નહીં ઔર વો પૈસે ભી અચ્છે કામ કે લિએ ખર્ચ કરતા હું મૈ.
રાજકોટઃ દબંગ સ્ટાર સલમાનને ગુસ્સો નાક પર છે તે વાત જગજાહેર છે. ગોંંડલમાં ચાલી રહેલા પ્રેમ રતન ધન પાયો ફિલ્મના શૂટીંગ માટે આવેલા સલમાનના ગુસ્સાનો પરિચય પણ મળી ગયો. સલમાન ખાન બિઇંગ હ્યુમન નામની એનજીઓ ચલાવે છે. ગોંડલમાં એક યુવાને પહેરેલું બિઇંગ હ્યુમનનું ડુપ્લીકેટ ટી શર્ટ સલમાનની નજરે ચડ્યું અને સલ્લુને ગુસ્સો આવ્યો હતો. તાકીદે ગાડી રોકાવી યુવાનને રોકડું પરખાવી દીધું હતું કે, ક્યો ડૂપ્લિકેટ ટી શર્ટ પહનતે હો? બિઇંંગ હ્યુમન કે ટી શર્ટ ઇતને મહંગે ભી નહીં ઔર વો પૈસે ભી અચ્છે કામ કે લિએ ખર્ચ કરતા હું મૈ.