સંક્ષિપ્ત સમાચાર

નોર્વેમાં ફાઈઝરની કોરોનાની રસી મૂકાવ્યા ૫છી ર૩ લોકોના મૃત્યુઃ ર૯ ને થઈ આડઅસર.

પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષા તા. ૧૮ એપ્રિલે લેવાશે.

વિદ્યાબાલન અભિનિત ફિલ્મ 'નટખટ' ઓસ્કાર-ર૦ર૧ ની શોર્ટ ફિલ્મ કેટેગરીની રેસમાં સામેલ થઈ.

ચીટ ફંડ કંપની રોઝ વેલીની માલિકની પત્ની સુભ્રાની કોલકાતામાંથી ધરપકડ.

અમેરિકાએ ચીનની શાઓમી સહિત વધુ ૧૦ કંપની બ્લેકલિસ્ટ કરી.

ખેડૂતો અને સરકાર વચ્ચે ૧૦મી બેઠક પણ નિષ્ફળઃ ૧૯-જાન્યુઆરીએ ફરી બેઠક યોજાશે.

હિંમતનગરના વડાલીમાં એકસાથે ૩૬ કાગડાના મૃત્યુઃ બર્ડફ્લુની આશંકાઃ સેમ્પલ ભોપાલ મોકલાયા.