દેવભૂમિ દ્વારકાના ઈસ્કોન મંદિર દ્વારા શ્રી શ્રી ગૌ નિતાઈની ભવ્ય શોભાયાત્રાનું નગરમાં પરિભ્રમણ


દ્વારકાના શ્રી શ્રી રૃક્ષ્મણીદેવી દ્વારકાધીશ મંદિર દ્વારા તા. ર૬મી જાન્યુઆરીના શ્રી શ્રી ગૌર નિતાઈની શોભાયાત્રા નિમિત્તે પૂજન-અર્ચન - સંકીર્તન - શોભાયાત્રાના કાર્યક્રમો યોજાયા હતાં અને શોભાયાત્રાનું નગર પરિભ્રમણ દરમિયાન ઠેર-ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસાદ વિતરણ સાથે સાંજે ૭.૩૦ વાગ્યે શોભાયાત્રા ૫ૂર્ણ થયા પછી કૃષ્ણો ભક્તો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ચીફ ઓફિસર ચેતન ડુડીયા, ઈશ્વરભાઈ ઝાંખરીયા, આચાર્ય પ્રભુ જનાદર્ન પ્રભુ, રમેશ રૃપારેલ, કપિલ પ્રભુ, ગોપાલભાઈ દત્તાણી, વૈભવ સવજાણી, દ્વારકા, ખંભાલીયા, રાજકોટ, પોરબંદરના કૃષ્ણો ભક્તો જોડાયા હતાં. તેમ ઈસ્કોન પ્રમુખ વૈષ્ણવ સેવા દાસ પ્રભુએ જણાવ્યું હતું.

વધુ સમાચાર