જામનગરમાં ભૂકંપની સ્થિતિને પહોંચી વળવા ઈન્સીડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને ટેબલટોપ એક્સરસાઈઝ યોજાઈ


નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગુજરાત સરકાર દ્વારા તા. ૨૮-૧-૨૦૨૧ના ગુજરાત રાજ્યના તમામ જિલ્લા માટે ઈન્સીડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ પર તાલીમનું આયોજન અને ગુજરાતમાં ભૂકંપની અસરને પહોંચી વળવા ભૂકંપ પર ટેબલટોપ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ન્યુ દિલ્હીથી મેજર જનરલ આતા હસન, ડો.વી.થીરૃપુગાઝ અને મેજર વી.કે.દત્તા દ્વારા બ્રીફ તાલીમ આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાએથી મુખ્ય કારોબારી અધિકારી જીએસડીએમએ અને રાહત કમિશનર હર્ષદ પટેલ અને અધિક મુખ્ય કારોબારી અધિકારી જીએસડીએમએ વિકટર મેકવાન, નિયામક જીએસડીએમએ ડો. પાટડીયા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેક્ટર આર્મી-નેવી-એરફોર્સ, એસએસબી જેવી ફોર્સની વીંગના અધિકારીઓ, નાયબ કમિશનર જે.એમ.સી. વસ્તાણી, પોલીસ, આરોગ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ઈન્સીડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને ટેબલટોપ એક્સરસાઈઝમાં જોડાયા હતા. આ તકે એન.ડી.એમ.એ.ના અધિકારીઓએ જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે પ્રતિભાવોની આપ-લે કરી હતી.

વધુ સમાચાર