બાલંભા ગામમાં સમાજ સેવા દિવસની ઉજવણી


ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નહેરૃ યુવા કેન્દ્ર જામનગર દ્વારા જોડિયા તાલુકાના બાલંભા ગામે સમાજ સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલંભા ગામના સરપંચ તેમજ ગામના યુવાનો રહેલ હતાં. કાર્યક્રમમાં સેવા દિવસના મહત્ત્વ વિશે લોકોને માહિતગાર કરવામાં આવેલ હતાં. કાર્યક્રમમાં લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન નરોત્તમ વઘોરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમનું માર્ગદર્શન જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર