હડીયાણા કન્યા શાળામાં સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ


કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો હતો એવા સમયે બાળકોને ભયમુક્ત તથા તણાવમુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે લોકડાઉન દરમિયાન હડિયાણા શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેથી બાળકો પ્રવૃત્તિમય રહે. શાળા દ્વારા યોજાયેલા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને હડિયાણા કન્યા શાળાના તમામ શિક્ષકોના સહકાર અને સહયોગથી ઈનામ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઈનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન શાળાના મ.શી. દેવાંગીબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અભિષેક મોરીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણાએ વિજેતા બાળકોને અભિનંદન આપ્યા હતાં. (તસ્વીરઃ શરદ રાવલ)

વધુ સમાચાર