ડીકેવી કોલેજમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃ બોટનીકલ ગાર્ડનનું લોકાર્પણ


જામનગરની ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રો.બંસરીબેન કક્કડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રિન્સીપાલ ડો.આર.યુ.પુરોહિતે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.ભરતભાઈ મકવાણાએ કર્યું હતું. ધ્વજવંદન પછી બોટનીકલ ગાર્ડનનું વિદ્યાર્થીઓને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડો. પુરોહિતે ગાર્ડન માટે સહયોગ આપનારનો આભાર માન્યો હતો. ડો. અન્વયી ઉપાધ્યાય તથા ડો. મનિષા શર્માએ વિવિધ વૃક્ષો અંગે જાણકારી આપી હતી. આ અગાઉ તા. ૨૫-૧ના રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં મતદાન કરવાના શપથ લેવાયા હતા.

વધુ સમાચાર