જામનગરમાં યોજાયો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પઃ સીત્તેર દર્દીઓના મોતીયાના ઓપરેશન કરાયા


જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ - રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તાજેતરમાં ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો. કુલ ૧૪૦ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ૭૦ દર્દીઓનું મોતીયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જીવદયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લભાઈ શેઠનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ડો. કિરીટ આચાર્યએ દર્દીઓને તપાસી ઓપરેશન માટે લેબટેસ્ટ કરાવી તૈયાર કર્યા હતાં. આ કેમ્પને સફળ બનાવવા માટે ગીતા વિદ્યાલયના ઉમેદભાઈ જેઠવા, શૈલેષ દવે, દિલીપ ઓઝા, રાજેશ ત્રિવેદી, હરીશ ઓઝા, નરેન્દ્ર મકવાણા તથા એડવોકેટ પરમારે જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર