અમન ચેરીટેબલ ટ્રસ્ટને વૃદ્ધાશ્રમના બિલ્ડીંગ માટે રૃા. અઢી લાખનું દાન


જામનગરમાં અમન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વૃદ્ધાશ્રમના બિલ્ડીંગનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગના નિર્માણાર્થે ઈન્ડો આફ્રિકન ચેરી. સોસાયટી (કેનેડા) દ્વારા પ્રાપ્ત થયેલ રૃપિયા ર લાખ એકાવન હજારનો ચેક અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના મારફત પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના હસ્તે ટ્રસ્ટના સંચાલિકા પારૃલબેન જોબનપુત્રાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રો. પી.બી. ઉનડકટ, રઘુવીર સેનાના યતિનભાઈ કારિયા, ગિરીશભાઈ આડતીયા, ગૌરવભાઈ રૃપારેલિયા, જયેશભાઈ ખખ્ખર, વિજયભાઈ ખખ્ખર, હિરેનભાઈ અઢિયા, રવિભાઈ સુબા, વિનુભાઈ ચંદારાણા વગેરે હાજર રહ્યા હતાં.

વધુ સમાચાર