દ્વારકા જિલ્લામાં તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે સેન્સ પ્રક્રિયા


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભમાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપના નિરીક્ષકો સહદેવસિંહ માણેક, પરબતભાઈ વરૃ, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી કાનાભાઈ કરમુર સમક્ષ દાવેદારોએ રજુઆત કરી હતી. જિ.પં.ની ભાડથર, વડત્રા, બજાણા, વાડીનારની બેઠકો માટે ૧૪ દાવેદારોએ ટિકિટ માંગી છે. જ્યારે ખંભાળીયા તાલુકા પંચાયતની બેઠકો માટે ૪૫ દાવેદારોએ રજુઆત કરી હતી.

વધુ સમાચાર